SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वस्तुतत्त्ववेदी 'उपशान्तः ' क्रोधविपाकावगमेन 'प्रवचनवात्सल्ययुक्तश्च'- प्रवचनमिह सङ्घः सूत्रं વા, તત્સતનાવયુò: । તિ ગાથાર્થ: || || (૭) શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે યોગ કરવા પૂર્વક જેણે સૂત્રોનો અભ્યાસ કર્યો હોય, (૮) તેથી જ (= શાસ્ત્રોક્ત યોગપૂર્વક કરેલા સૂત્રાભ્યાસથી થયેલા અત્યંત શુદ્ધબોધથી) જે અતિશય નિર્મલ (સ્પષ્ટ) બોધવાળો હોય (૯) જે તત્ત્વજ્ઞ હોય, અર્થાત્ પરમાર્થનો જાણકાર હોય, (૧૦) ક્રોધના વિપાકોને જાણવાથી જે ઉપશાંત હોય, (૧૧) જે સૂત્રરૂપ કે સંધરૂપ પ્રવચન પ્રત્યે વાત્સલ્ય ભાવવાળો હોય, [૧૧] सत्तहिअरओ अ तहा, आएओ अणुवत्तगो अ गंभीरो । अविसाई परलोए, उवसमलद्धीइकलिओ अ ॥ १२ ॥ वृत्ति:- 'सत्त्वहितरतश्च' सामान्येनैव जीवहिते सक्तश्च ' तथा ' न केवलमित्थंविधः किन्तु 'आदेयोऽनुवर्त्तकश्च गम्भीरः ' तत्रादेयो नाम ग्राह्यवाक्यः, अनुवर्त्तकश्च-भावानुकूल्येन सम्यक्पालकः गम्भीरो - विपुलचित्तः 'अविषादी परलोके न परिषहाद्यभिद्रुतः कायसंरक्षणादौ दैन्यमुपयाति, 'उपशमलब्ध्यादिकलितश्च' उपशमलब्ध्यु१पकरणलब्धि र स्थिरहस्तलब्धि३युक्तश्च । કૃતિ થાર્થઃ ॥ ૨॥ (૧૨) જે સામાન્યથી જ (એટલે કે કોઈ જાતના ભેદભાવ વિના) સર્વ જીવોના હિતમાં ઉદ્યમી હોય, (૧૩) બીજાઓ સ્વીકારી લે તેવું (= માનનીય) વચન જેનું હોય, (૧૪) જે શિષ્યના સ્વભાવને અનુકૂલ બનીને (શિષ્યના આત્માનું) સારી રીતે રક્ષણ કરનાર હોય, (૧૫) જે ગંભીર ૧. બોધ નિર્મળ છતાં કષાયાદિની ઉત્કટતા હોય તો ઉલટો એ બોધ તેના કષાયોની વૃદ્ધિનું નિમિત્ત બને, શિષ્યોની ક્ષતિઓને સમજવાની સાથે સહન કરવાની, સુધારવાની અને ઉપેક્ષા કરવાની પણ શક્તિ જોઈએ. અન્યથા નુકશાન (કષાયાદિ) થવાનો સંભવ છે. માટે ઉપશમભાવને પામેલો જે મૈત્રી-પ્રમોદ-કરુણા અને ઉપેક્ષા ભાવનાઓથી વિભૂષિત હોય તે શિષ્યાદિનું હિત કરી શકે. (ધ. સં. ભાષાં.) ૨. સંઘવાત્સલ્ય વિના સંઘનાં કાર્યો થઈ શકતાં નથી કે ચતુર્વિધ સંઘમાં ધર્મનો આદર વધારી શકાતો નથી. વાત્સલ્યમાં સામાના દોષોને સહન કરવાની તાકાત હોય છે, અને જેને (શિષ્યાદિને) સુધારવો હોય તેનામાં દોષો તો હોય જ ! અન્યથા સુધારવાનું શું ? એ કારણે એના દૂષણોને સહવાપૂર્વક હૃદય મીઠું બનાવવું જોઈએ, તે વાત્સલ્યભાવ વિના શક્ય નથી. માતા-પિતા જેવું હૃદય હોય તે ગુરુ સંઘનો કે શિષ્યાદિનો ઉપકાર કરી શકે. (ધ. સં. ભાષાં.) ૩. એકલા ધર્મ પ્રત્યે જ વાત્સલ્ય ગુણ જ બસ નથી, પ્રતિપક્ષે અધર્મી-પાપી જીવો પ્રત્યે પણ કરુણા અને હિતબુદ્ધિ જોઈએ. તો જ હિતબુદ્ધિથી અયોગ્ય જીવો પ્રત્યે ઉપેક્ષા કરી શકાય, અથવા જે જેવી યોગ્યતા પામેલો હોય તેનો તેટલા પ્રમાણમાં સદ્ભાવ કેળવી શકાય. જો આ ગુણ ન હોય તો ધર્મના પાયા રૂપ મૈત્રીભાવના જ પ્રગટવી શક્ય નથી અને મૈત્રીભાવ વિનાનો કોઈ સારો પણ ભાવ આત્મોપકારક બની શકતો નથી. માટે નેતા (ગુરુ) બનનારમાં આ ગુણની આવશ્યકતા છે. ૪. શિષ્યાદિ આશ્રિતવર્ગને અનુકૂળ બનીને સન્માર્ગે વાળવો એ સરળ માર્ગ છે. કારણ કે પ્રતિકૂળતાને સહવાની શક્તિ પ્રાયઃ સામાન્ય જીવોમાં ઓછી હોય છે. માટે તેવા જીવોને યોગ્ય બનાવવા માટે અનુકૂળ બની સદ્ભાવ પ્રગટ કરાવવો આવશ્યક છે, એમ કરવાથી સદ્દભાવના બળે એ દુષ્કર આજ્ઞા પણ પાળવા શક્તિમાન થાય છે. પ્રતિકૂળ બનીને સત્તાના જોરે એકવાર આજ્ઞા પળાવી શકાય છે. પણ પ્રાયઃ તેથી અસદ્ભાવ પ્રગટવાનો સંભવ હોઈ આખરે શિષ્ય આજ્ઞા વિમુખ બને, માટે ગુરુ અનુવર્તક જોઈએ. આની પણ મર્યાદા જોઈએ, અનુકૂળતાનો દુરુપયોગ થવાનો પણ સંભવ છે, માટે તેવા પ્રસંગે લાભહાનિને વિચારી લાભ થાય તેમ વર્તવું જોઈએ. હૃદય મીઠું જોઈએ. આંખ અવસરે લાલ પણ કરવી પડે તો તે અયોગ્ય નથી. (ધ. સં. ભાષાં.) ૫. છીછરા (તુચ્છ) હૃદયવાળો છુપાવવા યોગ્ય ભાવોને છૂપાવી શકે નહિ, એથી શિષ્યાદિ વર્ગ પોતાના દૂષણો તેમને જણાવી શકે નહિ, અગર જણાવે તો તે જાહેર થવાથી તેની હલકાઈ થાય, ઈત્યાદિ કારણે પણ ગુરુ ગંભીર જોઈએ. અનાદિ મોહાધીન જીવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy