SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આરંભાદિની પ્રવૃત્તિ આરંભાદિના ભાવ વિના જ કરે છે. ભાવ વિના થતી આરંભાદિની પ્રવૃત્તિ વાસ્તવિક મનાતી નથી. આથી ભાવથી આરંભાદિના ત્યાગમાં આરંભાદિની વાચિક-કાયિક પ્રવૃત્તિ દેખાતી હોય તો પણ એનો ત્યાગ સાચો છે. [૮] उक्ता प्रव्रज्या भेदतः, अधुनैतत्पर्यायानाह - पव्वज्जा निक्खमणं, समया चाओ तहेव वेरगं । धम्मचरणं अहिंसा, दिक्खा एगट्टियाइं तु ॥ ९ ॥ વૃત્તિ:- ‘પ્રવ્રખ્યા’નિરૂપિતશદ્વાર્થી,‘નિમાં' દ્રવ્યમાવસŞાત્, ‘સમતા’- સર્વપ્વિાનિøg ‘ત્યાગ' વાામ્યન્તરપઅિહસ્ય ‘તથૈવ વૈરાગ્યું' વિષયેષુ, ‘ધર્મચરળ' ક્ષાત્સ્યાદ્યાસેવનમ્, ‘અહિંસા’-પ્રાળિયાતવર્ગનમ્, ‘રીક્ષા'-સર્વસત્ત્વામયપ્રવાનેન ભાવસત્ર, ‘ાથિાનિ તુ' તાનિ प्रव्रज्याया एकार्थिकानि, तुर्विशेषणार्थः, शब्दनयाभिप्रायेण । समभिरूढनयाभिप्रायेण तु नानार्थान्येव, भिन्नप्रवृत्तिनिमित्तत्वात् सर्वशब्दानाम् । इति गाथार्थः ॥ ९ ॥ ભેદથી પ્રવ્રજ્યાનું વર્ણન કર્યું, હવે પ્રવ્રજ્યાના પર્યાયો (= એક અર્થવાળા શબ્દો) કહે છે— ‘“પ્રવ્રજ્યા, નિષ્ક્રમણ, સમતા, ત્યાગ, વૈરાગ્ય, ધર્મચરણ, અહિંસા, દીક્ષા’’– આ બધા શબ્દો એકાર્થક (= પ્રવ્રજ્યાના પર્યાયવાચી) છે. શબ્દનયના અભિપ્રાયથી આ સમજવું. સમભિરૂઢ નયના અભિપ્રાયથી તો આ શબ્દો ભિન્ન અર્થવાળા છે. કારણ કે સર્વ શબ્દોનું પ્રવૃત્તિનિમિત્ત ભિન્ન છે. પ્રવ્રજ્યાના પર્યાયવાચી દરેક શબ્દ ઉપરથી નીકળતો અર્થ આ પ્રમાણે છે— પ્રવ્રજ્યા શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. (તે આ પ્રમાણે પ્રવ્રજ્યા- વિશેષ રીતે જવું, અર્થાત્ પાપયોગોમાંથી શુદ્ધ ચરણયોગોમાં જવું તે પ્રવ્રજ્યા.) નિષ્ક્રમણ- નિષ્ક્રમણ એટલે નીકળવું. દ્રવ્ય-ભાવસંગમાંથી નીકળી જવું (દ્રવ્ય-ભાવ સંગનો ત્યાગ કરવો) તે નિષ્ક્રમણ, સમતા- ઇષ્ટ-અનિષ્ટ પ્રસંગોમાં કે વસ્તુઓમાં સમભાવ રાખવો તે સમતા. ત્યાગ- બાહ્ય-અત્યંતર પરિગ્રહને છોડવો તે ત્યાગ. વૈરાગ્ય- વિષયોમાં રાગ ન કરવો તે વિરાગભાવ. ધર્મચરણ- ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મનું સેવન (પાલન) કરવું તે ધર્મચરણ. અહિંસા- જીવઘાતનો ત્યાગ કરવો તે અહિંસા. ૧. પ્રવૃત્તનિમિત્તે = પ્રવૃત્તિનિમિત્તમ,પ્રવૃત્તિનું નિમિત્ત એટલે શબ્દની બોધશક્તિનું નિમિત્ત. શબ્દ (= સાંપ્રત) નય પર્યાયવાચી શબ્દોમાં અર્થભેદ સ્વીકારતો નથી. જ્યારે સમભિરૂઢ નય પર્યાયવાચી શબ્દોમાં પણ વ્યુત્પત્તિભેદથી અર્થભેદ માને છે. જેમકે-શબ્દનય નૃપ, ભૂપ, રાજા વગેરે શબ્દોનો એક અર્થ માને છે. પણ સમભિરૂઢનય એ દરેક શબ્દનો અર્થ ભિન્ન ભિન્ન માને છે. જે માણસોનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, જે રાજચિહ્નોથી શોભે તે રાજા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy