________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम्]
[ ૨૨
वृत्तिः- 'पृथिव्यादिषु' कायेषु विषयभूतेषु 'आरम्भ' इत्यारम्भणमारम्भः सङ्घट्टनादिरूपः, परिग्रहणं 'परिग्रहः', असौ द्विविधः बाह्योऽभ्यन्तरश्च, तत्र 'धर्मसाधनं' मुखवस्त्रिकादि 'मुक्त्वा ' बाह्य इति सम्बन्धः, अन्यपरिग्रहणमिति गम्यते, 'मूर्छा च तत्र' धर्मोपकरणे 'बाह्य' एव परिग्रह इति । इतरस्त्वान्तरपरिग्रहो मिथ्यात्वादिरेव, आदिशब्दादविरतिदुष्टयोगा गृह्यन्ते, परिगृह्यते तेन #ારણભૂતન Mor નીવઃ ! રૂતિ ગાથાર્થ: |૭
હવે આરંભ અને પરિગ્રહનું સ્વરૂપ જણાવે છે–
પૃથ્વીકાય આદિ જીવોનું સંઘટ્ટન (સ્પર્શ) કરવું વગેરે પ્રવૃત્તિ આરંભ છે. (કારણ કે સંઘટ્ટન આદિથી તે જીવોને પીડા થાય છે. પૃથ્વીકાયાદિ જીવોને દુઃખ થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિ આરંભ છે.) પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે છે. ધર્મસાધનો (= ધર્મોપકરણો) સિવાય જે કંઈ લેવું-રાખવું એ પરિગ્રહ છે, અને ધર્મોપકરણમાં પણ મૂર્છા એ પણ બાહ્ય જ પરિગ્રહ છે. (ધપકરણમાં મૂચ્છ એ બાહ્ય પદાર્થ સંબંધી મૂછ હોવાથી બાહ્ય પરિગ્રહ છે.) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ (મન-વચન-કાયાના) યોગો એ આંતર પરિગ્રહ છે. જેનાથી જીવ પકડાય તે પરિગ્રહ, મિથ્યાત્વ વગેરે વિભાવથી જીવ કર્મથી પકડાય છે, અર્થાત્ મિથ્યાત્વ વગેરે કારણોથી જીવને કર્મો પકડે છે, માટે મિથ્યાત્વ વગેરે આંતર પરિગ્રહ છે. [૭]. त्यागशब्दार्थं व्याचिख्यासुराह
चाओ इमेसि सम्मं, मणवयकाएहिं अप्पवित्तीओ ।
एसा खलु पव्वज्जा, मुक्खफला होइ निअमेणं ॥ ८ ॥ वृत्तिः- 'त्यागः' प्रोज्झनम् 'अनयोः' आरम्भपरिग्रहयोः 'सम्यक्' प्रवचनोक्तेन विधिना 'मनोवाक्कायैः' त्रिभिरपि 'अप्रवृत्तिः' एव आरम्भे परिग्रहे च मनसा वाचा कायेनाप्रवर्तनमिति भावः । 'एषा खलु' इति एषैव 'प्रव्रज्या' यथोक्तस्वरूपा 'मोक्षफला भवति' इति, मोक्षः फलं यस्याः सा मोक्षफला भवति नियमेन' अवश्यंतया, भावमन्तरेणारम्भादौ मनोप्रवृत्त्यसम्भवात् । इति गाथार्थः ॥ ८ ॥
ત્યાગ શબ્દનો અર્થ કહે છે–
આરંભ-પરિગ્રહનો જિનશાસ્ત્રોક્ત વિધિથી મન-વચન-કાયાથી ત્યાગ કરવો, અર્થાતુ મનવચન-કાયાથી આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ દીક્ષા છે. આવી જ દીક્ષા અવશ્ય મોક્ષફળ આપનારી બને છે.
પ્રશ્ન- (ભાવમન્તરેગારMાત) આરંભ આદિના ત્યાગમાં પણ આરંભાદિની પ્રવૃત્તિ દેખાતી હોય છે. તો એનો ત્યાગ સાચો કે ખોટો?
ઉત્તર- ભાવથી કરાતા આરંભાદિના ત્યાગમાં ક્યારેક દેખાતી આરંભાદિની પ્રવૃત્તિ માત્ર વાચિક અને કાયિક હોય છે, માનસિક નહીં. કારણ કે ભાવથી આરંભ આદિનો ત્યાગી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org