________________
૨૦]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
આ પ્રવ્રયાનો તાત્વિક અર્થ કહ્યો. હવે ભેદથી (પ્રકારોથી) પ્રવ્રજ્યાનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે
આ દીક્ષા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે કહી છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ સરળ છે. આથી નોઆગમથી જ જ્ઞશરીર-ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્ય પ્રવ્રયાને જણાવવા કહે છે કે- ચરક, પરિવ્રાજક, ભિક્ષુ અને ભૌત વગેરેમાં દ્રવ્ય દીક્ષા હોય છે. અહીં દ્રવ્ય શબ્દ અપ્રધાન દ્રવ્યરૂપ અર્થનો વાચક સમજવો, ભૂતકાળના ભાવનો અને ભવિષ્યના ભાવની યોગ્યતાનો (પ્રધાન દ્રવ્યરૂપ અર્થનો) વાચક નહિ સમજવો. (કારણ કે ચરક આદિની દીક્ષા ભાવદીક્ષા બનવાની યોગ્યતાથી રહિત છે.) ભાવ દીક્ષા પરમાર્થથી જિનશાસનમાં જ છે. કારણ કે (આરંભ અને પરિગ્રહના યથાર્થ ત્યાગથી જ ભાવદીક્ષા થાય.) આરંભ અને પરિગ્રહનો (યથાર્થ) ત્યાગ જિનશાસનમાં જ છે. જિનશાસન સિવાયના શાસનમાં (= ધર્મોમાં) આરંભ અને પરિગ્રહના સ્વરૂપનું જ્ઞાન નથી. આથી તેઓમાં આરંભ-પરિગ્રહનો યથાર્થ ત્યાગ ન થઈ શકે. [૬] आरम्भपरिग्रहस्वरूपप्रतिपादनायाह
पुढवाइसु आरंभो, परिग्गहो धम्मसाहणं मुत्तुं ।
मुच्छा य तत्थ बज्झो, इयरो मिच्छत्तमाईओ ॥ ७ ॥ ૧. દ્રવ્ય પ્રવ્રજ્યા આગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. પ્રવ્રયાપદના અર્થનો જ્ઞાતા હોય, પણ તેમાં ઉપયોગથી રહિત હોય તે
જીવ આગમથીદ્રવ્યપ્રવ્રજ્યા છે. અહીં આગમ એટલે તે તે શબ્દના અર્થનું જ્ઞાન. કારણમાં કાર્યના ઉપચારથી અર્થના કારણભૂત (અર્થના જ્ઞાનવાળો) આત્મા પણ આગમ કહેવાય. એટલે પ્રવ્રજ્યા પદાર્થનો જ્ઞાતા આત્મા આગમથી પ્રવજ્યા છે. પણ જો તે પ્રવજ્યાપદના અર્થમાં ઉપયોગવાળો ન હોય તો આગમથી દ્રવ્ય પ્રવજ્યા છે. કારણ કે મનુષથોન દ્રવ્યમ્ = ઉપયોગનો અભાવ એ દ્રવ્ય છે.
નોઆગમથી દ્રવ્ય પ્રવજ્યા જ્ઞશરીર, ભવ્યશરીર અને તદુવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તેમાં જ્ઞશરીર પ્રવ્રયા એટલે પ્રવજયા પદાર્થના જ્ઞાતાનું જીવરહિત શરીર. અહીંનો એટલે સર્વથા અભાવ, જ્ઞાનનો સર્વથા અભાવ તેનોઆગમ. અહીંદ્રવ્યશબ્દ કારણ અર્થમાં છે. જ્ઞશરીર ભૂતકાળમાં પ્રવ્રજયા પદાર્થના જ્ઞાનનું કારણ હતું. જ્ઞશરીરમાં વર્તમાનમાં પ્રવજ્યા પદાર્થના જ્ઞાનનો સર્વથા અભાવ છે, અને ભૂતકાળમાં તેનું (પ્રવ્રજયા પદાર્થના જ્ઞાનનું) કારણ હતું. માટે જ્ઞશરીર નોઆગમથી દ્રવ્ય પ્રવજ્યા છે. ભવ્ય શરીર એટલે જે હમણાં પ્રવ્રજયા પદાર્થને જાણતો નથી, પણ ભવિષ્યમાં જાણશે, તેનું સચેતન શરીર તેમાં હમણાં પ્રવ્રજ્યા પદાર્થના જ્ઞાનનો અભાવ હોવાથી અને ભવિષ્યમાં તેનું કારણ હોવાથી ભવ્ય શરીર નોઆગમથી દ્રવ્ય પ્રવ્રજયા છે. તવ્યતિરિક્ત એટલે જ્ઞશરીર-ભવ્ય શરીરથતિરિક્ત. જ્ઞશરીર-ભવ્યશરીરવ્યતિરિક્ત એટલે જ્ઞશરીર અને ભવ્ય શરીર એ બે સિવાય. ચરકાદિની દીક્ષા નોઆગમથી જ્ઞશરીર-ભથશરીર વ્યતિરિક્ત દ્રવ્ય દીક્ષા છે. ભાવપ્રવ્રયાઆગમથી અને નોઆગમથી એમ બે પ્રકારે છે. પ્રવ્રયાપદાર્થનો જ્ઞાતા અને તેમાં ઉપયોગવાળો આત્મા આગમથી ભાવપ્રવ્રયા છે. કારણ કે (૩૫થોને બાવનક્ષેપ:) ઉપયોગ એ ભાવ નિક્ષેપ છે. નોઆગમથી ભાવપ્રવ્રજયા જૈનશાસનમાં ચારિત્રના પર્યાયવાળા સાધુઓને હોય છે. જૈનશાસનની દીક્ષા જ્ઞાન સહિત ક્રિયારૂપ હોવાથી એકલા જ્ઞાનરૂપ નથી, માટે
નોઆગમથી ભાવદીક્ષા છે. અહીં નો શબ્દ દેશ = આંશિક અર્થમાં છે. ૨. જે વસ્તુ ભૂતકાળમાં ભાવરૂપ હતી, પણ હમણાં ભાવરૂપ નથી, તે વસ્તુ ભૂતકાળની પોતાની ભાવ અવસ્થાની અપેક્ષાએ દ્રવ્ય કહેવાય.
જેમ કે ઘડાનાં ઠીકરાં દ્રવ્ય ઘટ છે. કારણ કે તે ઠીકરાંઓની ભૂતકાળમાં ભાવઘટ અવસ્થા હતી. આ ભૂતકાળની અપેક્ષાએ વિચાર્યું. હવે ભવિષ્યકાળની અપેક્ષાએ વિચારીએ. જે દ્રવ્યમાં ભાવરૂપે બનવાની યોગ્યતા હોય અને એથી તે ભવિષ્યમાં ભાવરૂપ બને તે પ્રધાન દ્રવ્ય છે. જે દ્રવ્યમાં ભાવરૂપે બનવાની યોગ્યતા ન હોય અને એથી તે ભવિષ્યમાં ભાવરૂપે ન બને તે અપ્રધાનદ્રવ્ય છે. જેમ કે- જે મૃતપિંડમાં શટરૂપે બનવાની યોગ્યતા છે તે મૃત્પિડ પ્રધાન દ્રવ્યઘટ છે. જે મૃત્પિડમાં ઘટરૂપે બનવાની યોગ્યતા નથી તે મૃત્પિડ અપ્રધાન દ્રવ્યઘટ છે. પ્રસ્તુતમાં જે દ્રવ્ય દીક્ષા ભાવદીક્ષાની યોગ્યતાવાળી હોય (અને એથી નિમિત્ત મળતાં ભાવદીક્ષા બની જાય) તે પ્રધાન દ્રવ્ય દીક્ષા છે. જે દ્રવ્ય દીક્ષા ભાવદીક્ષાની યોગ્યતાથી રહિત હોય (અને એથી ભાવદીક્ષા ન બને) તે અપ્રધાન દ્રવ્ય દીક્ષા છે. ચરક આદિની દ્રવ્ય દીક્ષા ભાવદીક્ષાની યોગ્યતાથી રહિત છે. જૈનશાસનની જ દ્રવ્ય દીક્ષા ભાવદીક્ષાની યોગ્યતાવાળી હોય છે, આથી અહીં કહ્યું કે, “અહીં દ્રવ્યશબ્દ પ્રધાનદ્રવ્યરૂપે અર્થનો વાચક સમજવો...”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org