________________
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અનુયોગગણાનુજ્ઞા = અનુયોગ એટલે સૂત્રનો તેના અભિધેયની (= અર્થની) સાથે સંબંધ કરવો, અર્થાત્ સૂત્રોના અર્થનું વ્યાખ્યાન કરવું. ગણ એટલે સાધુઓનો ગચ્છ (= સમુદાય). શાસ્ત્રોક્ત વિધિથી અનુયોગની અને ગણની અનુજ્ઞા = અનુમતિ આપવી તે અનુયોગગણાનુજ્ઞા.
(ભાવાર્થ- બીજાઓને સૂત્રોના અર્થની વાચના આપવાની = સૂત્રોના અર્થને સમજાવવાની અનુમતિ આપવી તે અનુયોગ અનુજ્ઞા. સાધુગણના નાયક બનાવીને સાધુગણના પાલનની અનુમતિ આપવી, એટલે કે સાધુઓને સંભાળવાની જવાબદારી સોંપવી તે ગણાનુજ્ઞા.)
સંલેખના એટલે જેનાથી કષાયો અને શરીર ઘસાય = ક્ષીણ બને તેવી પક્રિયા. જો કે બધી જ તપક્રિયા સંલેખના છે, તો પણ અહીં મરણ સમયે કરાતી વિશિષ્ટ તપક્રિયાને સંલેખના કહેવામાં આવે છે.
ક્રમનો હેતુ
પ્રશ્ન- આ પાંચ વસ્તુઓના અહીં કહેલા પહેલાં દીક્ષાવિધિ પછી પ્રતિદિન ક્રિયા... એવા) ક્રમમાં કોઈ હેતુ છે?
ઉત્તર- હા, ઉક્ત ક્રમથી જ પાંચ વસ્તુઓ બને છે. તે આ પ્રમાણે- પહેલાં દીક્ષાની વિધિ થાય છે. દીક્ષાની વિધિથી દીક્ષિત બનેલ તે સામાયિક સંયત (= સામાયિકમાં રહેલ સાધુ) બને છે. પછી તેને દરરોજ સાધુસામાચારીનું પાલન કરવાનું હોય છે. પછી પ્રતિદિન સાધુસામાચારીનું પાલન કરનારા સાધુની વ્રતમાં સ્થાપના કરવામાં આવે છે. પછી વ્રતમાં રહેલા (= સિદ્ધ થયેલા) સાધુને અનુયોગની અને ગણની અનુજ્ઞા (= અનુમતિ) આપવામાં આવે છે. પછી અંતિમ સમયે (યોગ્યતા પ્રમાણે) સંલેખના કરવાની હોય છે. આમ દીક્ષાવિધિ વગેરે આ પાંચ વસ્તુઓ ક્રમથી બને છે. માટે અહીં દીક્ષાવિધિ વગેરેનો ક્રમથી નિર્દેશ કર્યો છે. [૨] साम्प्रतममीषामेव वस्तुत्वप्रतिपादनार्थमाह
एए चेव य वत्थू, वसंति एएसु नाणमाईया ।
जं परमगुणा सेसाणि, हेउफलभावओ हुंति ॥ ३ ॥ वृत्तिः- 'एतान्येव' प्रव्रज्याविधानादीनि शिष्याचार्यादिजीवद्रव्याश्रयत्वात् तत्त्वतस्तद्रूपत्वाद् वस्तुनि, एतेष्वेव भावशब्दार्थोपपत्तेः, तथा चाह-वसन्ति एतेषु' प्रव्रज्याविधानादिषु 'ज्ञानादयः' ज्ञानदर्शनचारित्रलक्षणाः, 'यत्' यस्मात् 'परमगुणाः' प्रधानगुणाः; एवमप्येतान्येवेत्यवधारणमयुक्तम्, अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनां विशिष्टस्वर्गगमनसुकुलप्रत्यायातिपुनर्बोधिलाभादीनामपि च वस्तुत्वात्, इत्येतदाशङ्कयाह- 'शेषाणि' अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनि 'हेतुफलभावतोभवन्ति' अविरतसम्यग्दृष्ट्यादीनि हेतुभावत: कारणभावेन, विशिष्टस्वर्गगमनादीनि तु फलभावतः कार्यभावेन वस्तुनि भवन्ति; तथाहि-अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनां कार्याणि प्रव्रज्याविधानादीनि,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org