________________
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते નામ છે. કહ્યું છે કે – “મમ્મfપડÍતિ વમળે" (કલ્પસૂત્ર પાંચમું વ્યાખ્યાન) “વર્ધમાન એવું નામ માતા-પિતાએ પાડેલું છે.
સમ્યમ્ નમસ્કાર કરીને, અહીં સમ્યગુ એટલે શાસ્ત્રોક્ત વિધિથી, મન, વચન અને કાયા એ ત્રણે યોગોથી કરેલું જ વંદન ભાવવંદન થાય છે, એ જણાવવા અહીં “-વૈયા–ાયનોરં એ પદનો ઉલ્લેખ કર્યો છે.
પ્રશ્ન- મન-વચન-કાયાથી વંદન કરવાથી ભાવવંદન થાય છે. તો સભ્ય પદનો ઉલ્લેખ કરવાની જરૂર નથી.
ઉત્તર-મન-વચન-કાયાથી કરેલું વંદન સમ્ય = શાસ્ત્રોક્ત વિધિવાળું) ન પણ હોય, માટે મન-વચન-કાયાથી થતું વંદન પણ સભ્ય થવું જોઈએ એ જણાવવા સM પદનો ઉલ્લેખ કર્યો છે.
પ્રશ્ન- તો પછી કેવલ સંય પદનો ઉલ્લેખ ભલે થાય, પણ “મન-વચન-કાય-નાëિ' એ પદનો ઉલ્લેખ જરૂરી નથી. કારણ કે સમ્યમ્ વંદનમાં મન-વચન-કાયાનો યોગ હોય જ છે. મનવચન-કાયાના યોગ વિના સમ્યમ્ વંદન થતું નથી.
ઉત્તર- દ્રવ્ય, પૃથિવીદ્રવ્ય ઈત્યાદિ સ્થળે એક પદના વ્યભિચારમાં (= સાહચર્યના અભાવમાં) પણ વિશેષણ-વિશેષ્યભાવ જોવામાં આવે છે.
ભાવાર્થ- જ્યાં વિશેષણ-વિશેષ્યભાવ હોય ત્યાં કોઈ વખત બંને પદનો વ્યભિચાર હોય, તો કોઈ વખત એકપદનો વ્યભિચાર હોય. નૌત્તત્વનં અહીં બંને પદનો વ્યભિચાર છે. કેમકે નીલ ઉત્પલ જ હોય એવો નિયમ નથી, બીજી વસ્તુ પણ નીલ હોય. તેવી રીતે ઉત્પલ નીલ જ હોય એવો નિયમ નથી, રક્ત વગેરે પણ હોય. અત્રે એ સ્થળે એક પદનો વ્યભિચાર છે. પાણી અવશ્ય દ્રવ્ય હોય. એથી આ પદ દ્રવ્ય પદનો વ્યભિચારી નથી. પણ દ્રવ્ય પાણી જ ન હોય, પૃથ્વી વગેરે પણ દ્રવ્યો છે. આથી અહીં દ્રવ્ય પદ અપૂ પદનો વ્યભિચારી છે. એ જ રીતે પૃથિવી દ્રવ્ય એ સ્થળે પણ પાણી વગેરે પણ દ્રવ્યો હોવાથી દ્રવ્ય પદ પૃથિવી પદનો વ્યભિચારી છે. જેમ અહીં એક પદમાં જ વ્યભિચાર હોવા છતાં વિશેષણ-વિશેષ્યભાવ છે, એમ મન, વચન અને કાયા એ ત્રણ યોગોમાંથી કોઈ એક યોગ ન હોય તો પણ નમસ્કાર સમ્યગુ થાય એમ કોઈ માની લે એ સંભવ છે. આથી ત્રણે યોગો હોય તો જ નમસ્કાર સમ્યગુ બને છે, એક પણ યોગનો અભાવ હોય તો નમસ્કાર સમ્યગૂ બનતો નથી, એ જણાવવા માટે મન-વ-ઋાય-નાહિં એ પદનો ઉલ્લેખ કર્યો છે.
“સંધને નમસ્કાર કરીને એમ જે કહ્યું તેમાં સંઘ એટલે સમ્યગદર્શનાદિ ગુણોથી યુક્ત જીવોનો સમુદાય.
પ્રશ્ન- આ ગ્રંથનું પંચવસ્તુક એવું નામ કેમ રાખવામાં આવ્યું છે ?
ઉત્તર- આ ગ્રંથમાં પ્રવ્રયાવિધિ વગેરે પાંચ વસ્તુઓનું (= વિષયોનું) વર્ણન છે માટે તેનું પંચવસ્તુક એવું નામ રાખવામાં આવ્યું છે. [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org