________________
૨૪૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પાઠ બોલવો વગેરે વિધિથી પ્રત્યાખ્યાન લેવું તે (પ્રત્યાખ્યાનને આત્મા સાથે સ્પર્શવવાથી) ૧. સ્પર્શિત છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. પ્રત્યાખ્યાન લીધા પછી વારંવાર સમ્યગુ ઉપયોગપૂર્વક પૂર્ણ કરવું, અર્થાતુ વારંવાર તેનું સ્મરણ કરીને (= ભૂલ્યા વિના) પૂર્ણ કરવું તે (બરોબર પાળવાથી) ૨. પાલિત છે. ગુરુને આપીને વધેલા જ આહારનું ભોજન કરવાથી (પ્રત્યાખ્યાનને શોભાવવાથી) ૩. શોભિત જાણવું. પ્રત્યાખ્યાનનો સમય પૂર્ણ થયા પછી થોડો સમય વીત્યા બાદ ભોજન કરવાથી (પ્રત્યાખ્યાનને પૂરું કરવાથી) ૪. તીરિત છે. ભોજન સમયે મેં અમુક પચ્ચક્ખાણ કર્યું છે માટે હવે ભોજન કરીશ, એમ કરેલું પ્રત્યાખ્યાન યાદ કરવું તે (પ્રત્યાખ્યાનનું મનમાં કીર્તન-કથન કરવાથી) ૫. કિર્તિત છે. સ્પર્શન આદિ પાંચેય શુદ્ધિઓથી પૂર્ણ કરવું તે (પ્રત્યાખ્યાનની આરાધના થવાથી) ૬. આરાધિત છે.
ટીકાના ‘આરત્યાધાન' પદનો અર્થ આ પ્રમાણે છે- માત્તાધાન એટલે લીધેલ કલ્યાણને (= પ્રત્યાખ્યાનને) સંસ્કારિત કરવાથી. પ્રત્યાખ્યાન લીધું તે કલ્યાણ લીધું કહેવાય. પચ્ચક્ખાણનો સમય પૂર્ણ થયા પછી પણ થોડો સમય વીત્યા બાદ ભોજન કરવાથી લીધેલું પ્રત્યાખ્યાન (= લીધેલું કલ્યાણ) સંસ્કારિત બને છે. [૫૪૭ થી પ૫૦].
एअं पच्चक्खाणं, विसुद्धभावस्स होइ जीवस्स ।
चरणाराहणजोगा, निव्वाणफलं जिणा बिंति ॥५५१॥ वृत्तिः- 'एतत् प्रत्याख्यानम्'-अनन्तरोदितं 'विशुद्धभावस्य' सतो भवति जीवस्या'वश्यं, तथा चरणाराधनयोगात्' कारणात् निर्वाणफलं' मोक्षफलं' जिना ब्रुवते' एवमिति गाथार्थः ।। ५५१ ।।
આ પ્રત્યાખ્યાન વિશુદ્ધ ભાવવાળા જીવને હોય છે, અને ચારિત્રની આરાધના થવાથી અવશ્ય મોક્ષફલવાળું બને છે, એમ જિનેશ્વરો કહે છે. [૫૫૧] एवं प्रस्तुतोपयोगि प्रासङ्गिकमभिधाय प्रस्तुतशेषमाह
थुइदाणं जह पुट्वि, वंदति तओ अ चेइए सम्मं ।।
बहुवेलं च करेंती, पच्छा पेहंति पुञ्छणगं ॥ ५५२ ॥ वृत्तिः- स्तुतिदानं प्रतिक्रमणपर्यन्ते 'यथा पूर्व'मिति यथा प्रादोषिक उक्तं तथैवावसेयं, वन्दन्ते 'ततश्च' तदनन्तरं च चैत्यानि 'सम्यग्'अस्खलितादिप्रकारेण, बहुवेलां च कुर्वन्ति, तदनन्तरं च पश्चात् प्रेक्षन्ते सूत्रविधिना 'पुञ्छनं' रजोहरणमिति गाथार्थः ॥ ५५२ ॥
આ પ્રમાણે પ્રસ્તુત વિષયમાં ઉપયોગી પ્રાસંગિક કહીને બાકી રહેલ પ્રસ્તુત વિષય કહે છે
પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી સાંજના પ્રતિક્રમણની વિધિમાં કહ્યું તેમ ત્રણ સ્તુતિ કહે, પછી અસ્મલિતાદિગુણોથી યુક્ત સૂત્રો બોલીને ચૈત્યવંદન (દવવંદન) કરે, પછી “બહુવેલ'ના આદેશો માંગે. પછી સૂત્રોક્ત વિધિથી રજોહરણનું પ્રતિલેખન કરે. [૫૫૨].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org