SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते कित्तइस्सामि' । एष तावद् गाथाप्रस्ताव: समुदायार्थश्च || अधुनाऽवयवार्थोऽभिधीयते-नत्वा प्रणम्य, कं? इत्याह- वर्द्धमानं-वर्तमानतीर्थाधिपति तीर्थकरं, तस्य हि भगवत एतन्नाम, यथोक्तं‘મમાપિ નંતિ વૈદ્ધમા' રૂત્યા, ઋથે “નવા” ત્યત બાદ- “સનોવાલાયો:'सम्यगिति प्रवचनोक्तेन विधिना, मनोवाक्काययोगैमनोवाक्कायव्यापारैः, अनेनैवंभूतमेव भाववन्दनं भवतीत्ये-तदाह च, मनोवाक्काययोगैरसम्यगपि नमनं भवतीति सम्यग्ग्रहणं; आह-एवमपि सम्यगित्येत-देवास्तु, अलं मनोवाक्काययोगग्रहणेन, सम्यग्नमनस्य तदव्यभिचारित्वात्, नैतदेवम्, एकपद-व्यभिचारेऽपि “अब्द्रव्यं पृथिवीद्रव्यम्" इत्यादौ विशेषणविशेष्यभावदर्शनादिति । न केवलं वर्धमानं नत्वा, किन्तु सङ्ख च-सम्यग्दर्शनादिसमन्वितप्राणिगणं च नत्वा, किम् ? इत्याहपञ्चवस्तुकं यथाक्रमं कीर्तयिष्यामि, प्रव्रज्याविधानादीनि पञ्चवस्तूनि यस्मिन् प्रकरणे तत्पञ्चवस्तु, पञ्चवस्त्वेव पञ्चवस्तुकं ग्रन्थं, यथाक्रममिति यो यः क्रमो यथाक्रमः यथापरिपाटि, कीर्तयिष्यामिસંશદ્યષ્યામિ | તિ ગાથાર્થ: I ? / ટીકાકારનું મંગલાચરણ મનુષ્ય, સુર અને અસુરોથી પૂજાયેલા શ્રી વીર જિનને પ્રણામ કરીને પંચવસ્તુક ગ્રંથની “શિષ્યહિતા” નામની વ્યાખ્યા (ટીકા) કરું છું. ગ્રંથકારનું મંગલ અહીં પંચવસ્તુક નામના પ્રકરણની (ગ્રંથની) રચનાનો પ્રારંભ કરવાની ઇચ્છાવાળા આચાર્ય (શ્રી હરિભદ્રસૂરિ) મહારાજે શિષ્ટાચારના પાલન માટે અને વિઘ્નસમૂહની શાંતિ માટે મંગલ તથા પ્રયોજન આદિ (ત્રણ)ને જણાવવા માટે પહેલી ગાથા આ પ્રમાણે કહી છે– વર્તમાન તીર્થાધિપતિ શ્રી વર્ધમાનસ્વામીને અને શ્રી સંઘને મન-વચન-કાયાથી સમ્ય નમસ્કાર કરીને પંચવસ્તુક નામના ગ્રંથને ક્રમશઃ કહીશ. ગ્રંથના પ્રારંભમાં મંગલ, પ્રયોજન, અભિધેય અને સંબંધ એ ચાર અનુબંધનો નિર્દેશ કરવો જોઈએ. તેમાં શિષ્ટાચારના પાલન માટે અને વિપ્નના નાશ માટે (ભાવ) મંગલ કરવું જોઈએ. “કોઈ ઇષ્ટ કાર્ય કરવું હોય ત્યારે ઈષ્ટદેવને નમસ્કાર કરીને તે કાર્યનો પ્રારંભ કરવો.” એવો શિષ્ટ પુરુષોનો આચાર છે. આ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ) મહારાજ પણ શિષ્ટ પુરુષ છે. તેથી મંગલ કરવું જોઈએ. તથા કલ્યાણકારી કાર્યોમાં ઘણાં વિઘ્નોનો સંભવ છે. કહ્યું છે કે – “મોટાઓને પણ કલ્યાણકારી કાર્યોમાં ઘણાં વિઘ્નો આવે છે. અકલ્યાણકારી કાર્યોમાં વિનો ક્યાંય ભાગી જાય છે.” આ ગ્રંથ સમ્યજ્ઞાનનો હેતુ હોવાથી કલ્યાણકારી છે. આથી વિપ્નસમૂહના નાશ માટે પણ મંગલ કરવું જોઈએ. અહીં “મઝા વર્તમાનું સમ્મ મેળવવાનો સંઘ " એ પદોથી ઈષ્ટ દેવતાની સ્તુતિ રૂપ ભાવમંગલ કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy