________________
૨૩૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
આશંસા ન હોય તો આવી મર્યાદા શા માટે રાખે? આથી સામાયિક આશંસાથી રહિત છે એમ કેમ કહેવાય ?
ઉત્તર- સામાયિકમાં જીવનપર્યત એવી જે મર્યાદા રાખવામાં આવે છે તે પછી પાપ કરવાની આશંસાથી નહિ, કિંતુ પ્રતિજ્ઞાભંગના ભયથી રાખવામાં આવે છે. કારણ કે જીવન પૂર્ણ થયા પછી (મોક્ષમાં ન જાય તો) અવશ્ય પાપ થવાનું છે. આથી સામાયિકમાં કાળની મર્યાદા હોવા છતાં તે નિરભિમ્પંગ = આશંસાથી રહિત છે.
પ્રશ્ન- ૫૧૮મી ગાથાને આ (૫૧૯મી) ગાથા સાથે શો સંબંધ છે ?
ઉત્તર- ૫૧૮મી ગાથામાં કહેલા વિષયનું જ આ ગાળામાં સમર્થન કર્યું છે. ૫૧૮મી ગાથામાં કહેલ “બધા પ્રત્યે સમભાવ થાય તો જ સામાયિક થાય” અને “તે જીવનપર્યત હોય” એ બે વિષયોનું આ ગાથામાં અનુક્રમે પૂર્વાર્ધથી અને ઉત્તરાર્ધથી સમર્થન કર્યું છે. [૫૧] निदर्शनमाह
मरणजयज्झवसिअसुहडभावतुल्लमिह हीणनाएणं ।
अववायाण न विसओ, भावेअव्वं पयत्तेणं ॥५२० ॥ वृत्तिः- 'मरणजयाध्यवसितसुभटभावतुल्यं' मर्त्तव्यं वा जयो वा प्राप्तव्य इति प्रवृत्तसुभटाध्यवसायसदृशं इह' लोके हीनज्ञातेन' तुच्छोदाहरणेन, एकाग्रतामात्रमाश्रित्य, यतश्चैवमतः 'अपवादानाम्' आकारसंज्ञितानां 'न विषयः', तथाविधैकरूपत्वाद्, 'भावयितव्यम्' भावनीयमेतत्प्रयत्नेन', न ह्युपेयविशेषे उपायविशेषतः प्रवर्त्तमान आशङ्कावान् भवतीति गाथार्थः ।। ५२० ॥
દૃષ્ટાંત કહે છે–
સામાયિક સુભટભાવ તુલ્ય છે, અર્થાત્ સામાયિકનો સ્વીકાર કરનારમાં યુદ્ધ વખતે સુભટના હૃદયમાં જેવો ભાવ હોય છે તેવો ભાવ હોય છે. યુદ્ધ માટે તૈયાર થયેલા સુભટના હૃદયમાં “મરવું યા જય મેળવવો” એ બે નિર્ણય હોય છે. આવા નિર્ણયવાળા સુભટને યુદ્ધમાં શત્રુનો હલ્લો આવશે તો પાછા હઠી જઈશું, સંતાઈ જઈશું વગેરે છટકબારીના વિચારો આવતા જ નથી. તેમ સાધુને પણ સામાયિકમાં “મરવું યા કર્મરૂપ શત્રુ ઉપર વિજય મેળવવો” એવો નિર્ણય હોય છે, અર્થાત્ મરણના ભોગે પણ સામાયિકનું પાલન કરવું એવો દઢ નિર્ણય હોય છે. સુભટભાવરૂપ દષ્ટાંતથી સામાયિક આગારોનો વિષય નથી, અર્થાત્ સામાયિકમાં આગારો નથી. વિદ્વાનોએ આ વિષયને બરોબર વિચારવો. સુભટભાવનું દષ્ટાંત તુચ્છ છે.
પ્રશ્ન- સુભટભાવનું દષ્ટાંત તુચ્છ કેમ છે?
ઉત્તર- કારણ કે સુભટભાવથી થતો જય માત્ર એક ભવ પૂરતો જ હોય છે, બાહ્યશત્રુ ઉપર વિજય મેળવવા છતાં તેનું હૃદય રાગાદિ આંતરશત્રુઓથી પરાભૂત હોય છે. સુભટ લડાઈ દ્વારા પરના અપકારમાં તત્પર રહે છે. જયારે સામાયિકવાળા જીવની પ્રવૃત્તિ આ ત્રણેથી વિપરીત હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org