________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૩૨
છે. અર્થાત્ તેનો જ એક ભવ પૂરતો નથી હોતો. તેનું હૃદય આંતરશત્રુઓથી પરાભૂત નથી હોતું. તે પરોપકાર કરવામાં તત્પર રહે છે. આથી સુભટભાવનું દષ્ટાંત તુચ્છ છે.
પ્રશ્ન- અહીં આવું તુચ્છ દષ્ટાંત કેમ લીધું ?
ઉત્તર- સુભટના અને સાધુના અધ્યવસાયની સમાનતા બતાવવા માટે જ લીધું છે. અર્થાત સુભટને યુદ્ધમાં જેવો ભાવ હોય છે તેવો ભાવ સાધુને સામાયિકમાં હોય છે એ બતાતવા પૂરતું જ એ દષ્ટાંત લીધું છે. [૫૨૦] यत एवेदमित्थं महदत एवाह
एत्तोच्चिअ पडिसेहो, दढं अजोगाण वनिओ समए ।
एअस्स पाइणोऽविअ, बीअंति विही एसऽइसइणा ॥५२१ ॥ वृत्तिः- 'अत एव' महत्त्वात् कारणात् 'प्रतिषेधो'-निषेधो दानं प्रति 'दृढम्' अत्यर्थम् 'अयोग्यानां' क्षुद्रसत्त्वानां वर्णितः समये' सिद्धान्ते 'एतस्य' सामायिकस्य, तथा पातिनोऽपि च' प्रतिपातवतोऽपि चावश्यन्तया 'बीज'मित्यवन्ध्यं मुक्तिबीजमितिकृत्वा 'विधिश्च' दानं प्रति 'अतिशायिना' केवलिनाऽस्य वर्णितः, सिंहजीवाभीरादौ न भङ्गदोषा अत्र, विशेषतः प्रकृत्यैव तद्भावाद्, गुणांशस्याधिकत्वात् मारणात्मकसन्निपाते स्मृतिकार्यौषधदानवदिति गाथार्थः ।। ५२१ ।।
આ પ્રમાણે સામાયિક મહાન હોવાથી જ શું કહ્યું છે તે જણાવે છે–
સામાયિક એ રીતે મહાન હોવાથી જ શાસ્ત્રોમાં અયોગ્યને સત્ત્વહીન જીવોને સામાયિક આપવાનો નિષેધ કર્યો છે.
પ્રશ્ન- સત્વરહિતને સામાયિક આપવાનો નિષેધ છે તો શ્રી મહાવીર ભગવાને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં જે સિંહને મારી નાખ્યો હતો તે સિંહનો જીવ ખેડૂત દીક્ષા છોડી દેવાનો છે એમ જાણવા છતાં ગૌતમસ્વામીને મોકલીને તે ખેડૂતને દીક્ષા કેમ અપાવી ?
ઉત્તર-ભગવાન જેમ દીક્ષા છોડી દેવાનો છે એમ જાણતા હતા, તેમ થોડો સમય પણ દીક્ષાનો સ્વીકાર એના માટે મુક્તિનું બીજ બની જશે, અર્થાત્ થોડો સમય પણ દીક્ષા પાળવાથી ભવિષ્યમાં ચોક્કસ બહુ જલ્દી તેનો ઉદ્ધાર થશે એમ પણ જાણતા હતા. વિશિષ્ટ ઉપકાર થશે એમ જાણીને શ્રી મહાવીર ભગવાને ખેડૂતને દીક્ષા અપાવી હોવાથી તેમાં દોષ નથી, બલ્ક લાભ છે. અલબત્ત, દીક્ષા છોડવાથી નુકશાન થયું. પણ નુકશાન કરતાં લાભ અધિક થયો. જેનું મરણ નજીક છે એવા સન્નિપાત રોગવાળાને મગજ સુધારવા તેવા ઔષધ આપવામાં અધિક લાભ છે, આવો રોગી મરવાનો છે તે વાત નક્કી છે. આથી ઔષધની મહેનત વગેરે આખરે નિરર્થક છે. છતાં જેટલો ૧. આથી જ લલિતવિસ્તરા, શ્રાવકધર્મપ્રકરણ વગેરે ગ્રંથોમાં ધર્મની યોગ્યતા માટે જરૂરી ગુણોમાં સામર્થ્યનો પણ સમાવેશ કર્યો છે. ૨. સમ્યકત્વ મુક્તિનું (અવંધ્ય) બીજ છે. ખેડૂતને થોડો સમય દીક્ષાપાલન દરમિયાન સમ્યકત્વની પ્રાપ્તિ થઈ ગઈ એ મોટો
લાભ થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org