SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રતીત્યપ્રક્ષિત આગારમાં આંગળીમાં લઈને તેલ કે ઘીથી (કણક વગેરેને) ચોપડે-ઝૂંપે તો નિવિના પચ્ચક્ખાણવાળાને કલ્પે, જો ધા૨ કરીને ચોપડે તો જરા પણ ન કલ્પે. ૨૨૮ ] પારિષ્ઠાપનિકા આગારનું સંક્ષેપથી વર્ણન પૂર્વે કર્યું જ છે. આ બધી વૃદ્ધપરંપરા છે. પ્રાસંગિક વર્ણનથી સર્યું. હવે પ્રસ્તુત વિષયને શરૂ કરીએ છીએ. [૫૧૧] आह-इह आकारा एव किमर्थमित्याह वयभंगे गुरुदोसो, थेवस्सवि पालणा गुणकरी अ । गुरुलाघवं च नेअं, धम्मम्मि अओ उ आगारा ॥ ५१२ ॥ वृत्ति: - ' व्रतभङ्गो गुरुदोषः ' भगवदाज्ञाविराधनात्, 'स्तोकस्यापि पालना' व्रतस्य 'गुणकारिणीच', विशुद्धकुशलपरिणामरूपत्वाद्, 'गुरुलाघवं च विज्ञेयं धर्मे', एकान्तग्रहस्य प्रभूतापરિત્વનાશોમનત્વાત્, ‘યત’ તવેવ મતઃ’-સ્માત્ રળાવું ‘આવારા' કૃતિ થાર્થ: ॥ ૧૨॥ પ્રત્યાખ્યાનમાં આગારો શા માટે છે એ જણાવે છે— નિયમભંગથી અશુભ કર્મબંધ વગેરે મોટા દોષો લાગે છે. કારણ કે તેમાં ભગવાનની આજ્ઞાની વિરાધના છે. જ્યારે નાના પણ નિયમના પાલનથી કર્મનિર્જરા આદિ મહાન લાભ થાય છે. કારણ કે તેમાં વિશુદ્ધ શુભઅધ્યવસાય હોય છે. ધર્મમાં લાભાલાભ જાણવો જોઈએ. અર્થાત્ ધર્મમાં લાભાલાભનો વિચાર કરી જે રીતે અધિક લાભ થાય તેમ કરવું જોઈએ. એકાંત આગ્રહથી ઘણું નુકસાન થતું હોવાથી એકાંત આગ્રહ રાખવો એ અયોગ્ય છે. આથી જ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવામાં આવ્યા છે, કે જેથી નિયમભંગ ન થાય. ભાવાર્થ- કોઈને ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યા પછી અચાનક કોઈ રોગ થવાથી અતિશય અસમાધિ થઈ; તેને ઔષધ આદિથી સમાધિ આપવામાં આવે તો ઘણી કર્મનિર્જરા થાય. કારણ કે નિર્જરા સમાધિથી થાય છે. જો ઔષધાદિથી સમાધિ ન આપવામાં આવે તો તે તપથી નિર્જરા અલ્પ થાય, અને અસમાધિને કારણે અશુભ કર્મબંધ વગેરે નુકશાન થાય. એટલે આવા આગાઢ સંયોગોમાં તપથી કર્મનિર્જરારૂપ લાભ માટે સમાધિ જાળવવા ઔષધ આદિનું સેવન કરવું યોગ્ય છે. હવે જો ઉપવાસના પ્રત્યાખ્યાનમાં કોઈ છૂટ જ ન હોય તો ઔષધ આદિનું સેવન ન થઈ શકે, અને કરે તો વ્રતભંગ થાય. આથી આગારો ન હોય તો આવા સંયોગોમાં અસમાધિ કે વ્રતભંગ થાય. બંનેથી અશુભ કર્મબંધ વગેરે નુકસાન થાય. પણ જો આગારો હોય તો ઔષધનું સેવન કરી શકાય. આગારોથી ઔષધનું સેવન કરવા છતાં વ્રતભંગ ન થાય. એટલે આગારોથી સમાધિ જળવાય અને વ્રતભંગ પણ ન થાય એ બંને લાભ થાય. આ રીતે દરેક પ્રત્યાખ્યાન માટે સમજવું. આમ લાભાલાભનો વિચાર કરીને અધિક લાભ થાય તેમ વર્તવું જોઈએ. માટે જ પ્રત્યાખ્યાનમાં આગારો રાખવામાં આવ્યા છે. [૫૧૨] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy