________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૨૭ लेवालेव ३ गिहत्थसं? ४ उक्खित्तविवेग ५ पडुच्चमक्खिएणं ६ पारिद्धावणिया ७ मयहर ८ सव्वसमाहिवत्तियागारेणं ९ वोसिरइ, तत्थ अणाभोगसहसाकारा लेवालेवा तहेव दट्ठव्वा, गिहत्थसंसट्ठस्स उ इमो विही-खीरेण जइ कुसणिओ कूरो लब्भइ, तस्स जइ कुंडगस्स ओदणाउ चत्तारि अंगुलाणि दुद्धं ताहे निव्विगइयस्स कप्पइ, पंचमं त्वारद्धं विगतीयं, एवं दहिस्सवि वियडस्सवि, केसुवि विसएसु वियडेण मीसिज्जइ ओदणो ओगाहिमगो वा, फाणियगुलस्स तिल्लघयाण य एएहिं कुसिणिए जइ अंगुलं उवरिं अच्छइ तो वट्टइ, परेण न वट्टइ, महुस्स पोग्गलरसगस्स य अद्धअंगुलेण संसट्ठे होइ, पिंडगुलस्स नवणीयस्स य अ(द्दा)मलमित्तं संसट्ठ, जइवि बहूणि एतप्पमाणाणि कप्पंति, एगंपि वडुं न कप्पइ, उक्खित्तविवेगो जहा आयंबिलये उद्धरिङ तीरइ सेसेसु णत्थि, पडुच्च मक्खियं पुण जइ अंगुलिए गहाय मक्खेइ तिल्लेण वा घएण वा ताहे निव्विगइयस्स कप्पइ, अह धाराए छुभइ मणागंपि न कप्पइ, पारिट्ठावणियागारो उ लेसओ भणिओ एव इति वृद्धसम्प्रदायः, कृतं प्रसङ्गेन, प्रकृतं प्रस्तुमः ॥ ५११ ॥
નિવિના પ્રત્યાખ્યાનમાં આઠ કે નવ આગારો છે. તેમાં કઠિન માખણ, અવગાહિમ (પક્વાન્ન), કપડાથી છાણેલું દહીં, માંસ, ઘી અને ગોળ આ છ વિગઈઓને આશ્રયીને નિવિના પ્રત્યાખ્યાનમાં નવ આગારો છે. અહીં કઠિન શબ્દનો અન્વય માખણ વગેરે દરેક શબ્દ સાથે કરવો. બાકીની ઢીલી વિગઈઓને આશ્રયીને આઠ આગારો છે. કારણ કે ઢીલી વિગઈ વસ્તુ ઉપરથી ઉપાડીને દૂર ન કરી શકાય. નિવિમાં આયંબિલના આઠ અને પ્રતીત્યમ્રક્ષિત એ નવ આગારો છે. તેમાં અનાભોગ વગેરે આગારોનો અર્થ પૂર્વ મુજબ જ જાણવો.
ગૃહસ્થસંસ્કૃષ્ટ આગારમાં નિવિના પચ્ચકખાણ માટે વિશેષ આ પ્રમાણે છે
દૂધ સાથે મેળવેલ ભાત મળે ત્યારે વાસણમાં દૂધ, ભાતની ઉપર જો ચાર આંગળ તરતું હોય તો વિગઈ ત્યાગવાળાને તે દૂધ કલ્પે, પણ પાંચ આંગળ કે તેનાથી પણ વધારે તરતું હોય તો તે દૂધ વિગઈ બને. એ પ્રમાણે દહીં અને મદ્ય અંગે પણ સમજવું. કોઈક દેશોમાં મદ્યની સાથે ભાત કે પફવાન્ન ભેળવવામાં આવે છે.
પ્રવાહી ગોળ, તેલ કે ઘી સાથે ભાત આદિ ભેળવેલ હોય ત્યારે પ્રવાહી ગોળ વગેરે ભાત આદિ ઉપર એક આંગળ સુધી તરે તો કહ્યું, તેનાથી વધારે તરે તો ન કલ્પે- વિગઈ ગણાય. ભાત આદિ વસ્તુ સાથે ભેળવેલ મઘ કે માંસરસ તેના ઉપર અર્ધા આંગળ સુધી તરે તો સંસૃષ્ટ (નિવિયાતું) થાય. અન્ય વસ્તુ સાથે કઠીન ગોળના કે માખણના લીલા આમળા જેવડા નાના ટુકડાઓ મિશ્રિત કરેલા હોય તો તે ટુકડા સંસૃષ્ટ (નિવિયાતા) બને. ઘણા ટુકડાઓ પણ આટલા નાના હોય તો જ કહ્યું. એક પણ મોટો ટુકડો ન કલ્પે.
ઉત્સિતવિવેક એ આગાર આયંબિલમાં કહ્યું તેમ જે વિગઈ ઉપાડીને જુદી કરી શકાય તે વિગઈઓને આશ્રયીને છે. બાકીની વિગઈઓને આશ્રયીને નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org