________________
૨૨૪ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પુરિમઢ- પ્રત્યાખ્યાનમાં સૂર્યોદયથી બે પ્રહર સુધી આહારનો ત્યાગ થાય છે. તેમાં ઉપર્યુક્ત છ અને મહત્તરાકાર એ સાત આગારો છે.
મહત્તરાકાર- મહત્તર એટલે અન્યથી મહાન-અધિક. અધિક લાભ માટે જે કરાય તે મહત્તરાકાર. આનો ભાવ એ છે કે- કોઈ સાધુએ ઉપવાસનું પ્રત્યાખ્યાન કર્યું, પછી કોઈ મોટું કાર્ય આવી પડ્યું. આ વખતે આચાર્ય તેને કહે કે તારે આજે અમુક ગામ જવાનું છે. સાધુ કહે કે મારે આજે ઉપવાસ છે. હવે જો તે ઉપવાસી સમર્થ હોય તો ઉપવાસ કરીને પણ જાય. જો તે સમર્થ ન હોય તો બીજો ઉપવાસી કે ભોજન કરનાર જે સમર્થ હોય તે જાય. પણ જો અસમર્થ ઉપવાસી સિવાય બીજો કોઈ તે કાર્ય કરવા સમર્થ ન હોય તો તે ઉપવાસીને જ ગુરુ પારણું કરાવીને મોકલે. આવા સંયોગોમાં ઈચ્છા વિના ખાનાર ઉપવાસીને ઉપવાસમાં જેટલી નિર્જરા થાય તેટલી નિર્જરા થાય. આવાં કારણો માટે મહત્તરાકાર આગાર છે.
એકાસન-એટલે ઢેકા ન હાલે તેમ સ્થિર બેસીને એક વાર ભોજન કરવું. તેમાં નવકારશીના બે અને પુરિમઢના છેલ્લા બે તથા સાગારિકાકાર, આકુંચનપ્રસારણ, ગુરુઅભ્યત્થાન અને પારિષ્ઠાપનિકાકાર એ ચાર, એમ કુલ આઠ આગારો છે.
સાગારિકાકાર- આમાં સાગારિક અને આકાર એ બે શબ્દો છે. સાગારિક એટલે ગૃહસ્થ. ગૃહસ્થના કારણે જે આગાર કરાય તે સાગરિકાકાર. જેમકે સાધુએ અર્થે ભોજન કર્યું તેટલામાં ત્યાં કોઈ ગૃહસ્થ આવે, જો તે જરા વારમાં જશે એમ લાગે તો ભોજન બંધ કરીને તેના જવાની થોડી રાહ જુએ. પણ જો તે અધિકવાર રોકાવાનો હોય તો રાહ જોવામાં ઘણો વખત જવાથી સ્વાધ્યાયમાં વ્યાઘાત થાય = એટલો સમય સ્વાધ્યાય ઓછો થાય, માટે ત્યાંથી ઉઠીને બીજા સ્થળે જઈને ભોજન પૂર્ણ કરે.
આકુંચન-પ્રસારણ- ભોજન કરતાં હાથ-પગને સંકોચે કે પહોળા કરે, અથવા મસ્તક (વગેરે) આમતેમ હલાવે તો પણ પ્રત્યાખ્યાન ન ભાંગે.
ગુરુ-અભ્યત્થાન-ઊભા થઈને વિનય કરવા લાયક આચાર્ય કે પ્રાપૂર્ણક આવે તો ભોજન કરતાં કરતાં પણ ઊભો થાય તો તેના પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય.
પારિષ્ઠાપનિકાકાર- આહાર પરઠવવો પડે તેમ હોય ત્યારે પચ્ચકખાણવાળો પણ સાધુ તે આહાર કરે તો તેના પ્રત્યાખાનનો ભંગ ન થાય. બાકીના આગારોનો અર્થ પૂર્વ મુજબ જ છે. [૫૦૮]
सत्तेकट्ठाणस्स उ, अद्वेवायंबिलस्स आगारा ।
पंच अभत्तट्ठस्स उ, छप्पाणे चरिम चत्तारि ।। ५०९ ॥ वृत्तिः- 'ससैकस्थानस्य तु' एकस्थानं नाम प्रत्याख्यानं, तत्र सप्ताकारा भवन्ति, इहेदं सूत्रम्-‘एगट्ठाण'मित्यादि, एगट्ठाणए जं जहा अंगोवंगं ठविअं तेण तहाठिएण चेव समुद्दिसियव्वं, आगारा से सत्त, आउंटणपसारणा नत्थि, सेसं जहा एक्कासणए । 'अठेवायामाम्लस्याकाराः'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org