________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम्]
[२२५
अणाभोगा० १ सहसा० २ लेवालेवेणं ३ उक्खित्तविवेगेणं ४ गिहत्थसंसट्टेणं ५ पारिद्धावणियागारेणं ६ मयहरागारेणं ७ सव्वसमाहिवत्तियागारेणं ८ वोसिरति, अणाभोगसहसक्कारा तहेव, लेवालेवो वा, जइ भाणे पुव्वं लेवाडगं गहिअं समुद्दिजें संलिहियं च जइ तेण आणेति ण भज्जइ, उक्खित्तविवेगो जइ आयंबिले पडइ विगतिमादि उक्खिवित्ता विकिंचउ, मा णवरि गलउ, अण्णं वा आयंबिलस्स अपाउग्गं जइ उद्धरिउं तीरइ उद्धरिए ण उवहम्मइ, गिहट्ठसंसठेऽवि जइ गिहत्थो डोवलियं भायणं वा लेवालेवाडं कुसणाईहिं तेण ईसित्ति लेवाडादीहि देति ण भज्जइ, जइ रसो आलक्खिज्जइ बहुओ ताहे ण कप्पइ, पारिद्धावणियमयहरगसमाहीओ तहेव । 'पञ्चाभक्तार्थस्य तु', न भक्तार्थोऽभक्तार्थः उपवास इत्यर्थः, तस्य पञ्चाकारा भवन्ति, इदं सूत्रम्-'सूरे उग्गए'इत्यादि, तस्स पंच आगारा-अणाभोग सहसाकार पारिद्धावण मयहर समाहित्ति, जइ तिविहस्स पच्चक्खाइ तो विकिंचणिया कप्पइ, जइ चउव्विहस्स पच्चक्खाइ पाणगं च नत्थि न वट्टइ, जइ पुण पाणगंपि उव्वरियं ताहे से कप्पइ, जइ तिविहस्स पच्चक्खाइ ताहे से पाणगस्स छ आगारा कीरंति-लेवाडेण वा अलेवाडेण वा अच्छेण वा बहलेण वा ससित्थेण वा असित्थेण वा वोसिरइ" प्रकटार्था एते छप्पि । एतेन षड् पान इत्येतदपि व्याख्यातमेव । 'चरमे चत्वार' इत्यत्र चरिमं दुविहं-दिवसचरिमं भवचरिमं च, दिवसचरिमस्स चत्तारि-अण्णत्थअणाभोगा सहस मयहर सव्वसमाहि, भवचरिमंजावज्जीवियं, तस्सवि एए चत्तारित्ति गाथार्थः ।। ५०९ ।।
એકઠાણ-પચ્ચકખાણમાં આકુંચન-પ્રસારણ સિવાય એકાસણમાં કહેલા સાત આગારો છે. આમાં ભોજન શરૂ કરતાં પહેલાં જેવી રીતે અંગોપાંગો રાખ્યાં હોય તે જ રીતે છેલ્લે સુધી રાખીને ભોજન કરવું.
આયંબિલમાં- નવકારશીના બે અને પુરિમઢના છેલ્લા બે તથા લેપાલેપ, ગૃહસ્થસંસૃષ્ટ, ઉલ્લિતવિવેક, પારિષ્ઠાપનિકાકાર એ ચાર એમ આઠ આગારો છે.
લેપાલેપ- પહેલાં પાત્રમાં લેપવાળું (સ્નિગ્ધ) ભોજન લાવીને ભોજન કરે. પછી તે પાત્રને લૂછીને = ઘસીને તેમાં જ આયંબિલનો આહાર લાવે તો (જરા તરા લેપ પાત્રમાં રહી જવા છતાં) પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય.
ઉસ્લિપ્તવિવેક-આયંબિલના આહાર ઉપર વિગઈ આદિ કંઈ મૂકે કે પડે તો તેને ઉપાડીને અલગ કરે, પણ ખાય નહિ. અથવા આયંબિલમાં ન ખપે તેવું બીજું કંઈ પડ્યું હોય અને તે ઉપાડી શકાય = અલગ કરી શકાય તેમ હોય તો અલગ કરે, અલગ કર્યા પછી તે આહાર વાપરવાથી પચ્ચકખાણનો ભંગ ન થાય.
ગૃહસ્થસંસૃષ્ટ-ડોયો કે અન્ય કોઈ વાસણ દૂધ વગેરેથી કંઈક ખરડાયેલ હોય, ત્યારે ગૃહસ્થ “જરાક માત્ર ખરડાયેલ છે” એમ વિચારીને તેનાથી આયંબિલનો આહાર વહોરાવે તો પચ્ચકખાણનો ભંગ ન થાય. પણ જો તેવા આહારમાં વિગઈનો સ્વાદ વધારે જણાય તો તે આહાર આયંબિલમાં ન કલ્પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org