________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૦૭
वृत्तिः- 'परिचिन्तितानतिचारान् सूक्ष्मानपि' पृथिव्यादिसङ्घट्टनादीन्, कथञ्चिदापतितान् बादरानपि, 'भवार्णवादुद्विग्नाः' सन्तः 'अथात्मशुद्धिनिमित्त'मालोचयन्तीति वर्त्तते વિશુદ્ધભાવ:' સન્ત:, “યતો મfunતમદ્ધિતિ પથાર્થ છે. ૪૨ किं तदित्याह
विणएण विणयमूलं, गंतूणायरिअपायमूलंमि ।
जाणाविज्ज सुविहिओ, जह अप्पाणं तह परंपि ॥ ४६० ॥ वृत्तिः- "विनीयतेऽनेन' कर्मेति विनयः-पुनस्तदकरणपरिणामः तेन 'विनयमूलं' संवेगं 'गत्वा' प्राप्य 'आचार्यपादमूले' आचार्यान्तिक एव 'ज्ञापयेत् सुविहितः'-साधुर्यथाऽऽत्मानं तथा परमपि' विस्मृतं समानधाम्मिकमिति गाथार्थः ॥ ४६० ॥
સર્વ સાધુઓ વંદન કર્યા પછી કેડથી નમીને બંને હાથથી રજોહરણ પકડીને ઉપયોગપૂર્વક (દીક્ષાપર્યાયના) ક્રમ પ્રમાણે જ આલોચના કરે. સંસારરૂપ સમુદ્રથી ઉગ પામીને અને વિશુદ્ધભાવવાળા બનીને કાયોત્સર્ગમાં ચિંતવેલા પૃથ્વી સંઘટ્ટ વગેરે સૂક્ષ્મ અને કોઈ પણ રીતે થઈ ગયેલા બાદર પણ અતિચારોની આત્મશુદ્ધિ માટે આલોચના કરે. કારણકે અરિહંતોએ કહ્યું છે કેસાધુ સંવેગ પામીને આચાર્યની (ગુરુની) જ પાસે જઈને ફરી તે દોષ ન કરવાના પરિણામથી અતિચારોને જણાવે. સાધુ જેમ સ્વયં પોતાને = પોતાના દોષોને આચાર્યને જણાવે, તેમ બીજા કોઈ સાધુ આલોચના કરવાનું ભૂલી ગયા હોય તો તેમને પણ જણાવેયાદ કરાવે. [૪૫૮ થી ૪૬૦] आलोचनागुणमाह
कयपावोऽवि मणूसो, आलोइअनिदिओ गुरुसगासे । __ होइ अइरेगलहुओ, ओहरिअभरोव्व भारवहो ॥ ४६१ ॥ वृत्तिः- 'कृतपापोऽपि' सन् 'मनुष्य: आलोचितनिन्दितो 'गुरोः सकाशे' आचार्यान्तिक एव भवति अतिरेकलघुः', काङ्गीकृत्य, अपहृतभरइव भारवहः कश्चिदिति गाथार्थः ॥ ४६१ ।।
આલોચનાથી થતા લાભને કહે છે
જેણે પાપ કર્યું હોય તેવો પણ મનુષ્ય જો (ગીતાર્થ) ગુરુ પાસે (નિર્મળભાવે) આલોચના તથા આત્મનિંદા કરે, તો કર્મોથી અતિશય હલકો થઈ જાય છે. કોની જેમ ? ભાર ઉપાડનાર ભાર ઉતારીને હલકો થાય છે તેમ. ૧. આલોચના કરતાં પહેલાં સંવેગ ઉત્પન્ન કરવા કેવી વિચારણા કરવી જોઈએ એ વિષે આલોચના પંચાશક (ગા. ૪૨ થી ૪૫)માં
નીચે મુજબ જણાવ્યું છે. “જીવો શલ્યસહિત મરીને અનાદિ-અનંત સંસારરૂપ અતિશય ગહન જંગલમાં પ્રવેશ કરે છે, અને તેમાં અત્યંત લાંબા કાળ સુધી ભટકે છે. (૪૨) જિનાજ્ઞામાં સારી રીતે રહેલા જીવો આલોચના કરીને તેનાથી સેંકડો ભવોનાં કર્મો ખપાવીને સિદ્ધસ્થાનને પામે છે. (૪૩) યુક્તિયુક્ત આ આલોચના જિનેશ્વરોએ કહી છે. તેથી એ અવશ્ય ભાવારોગ્ય આપનારી છે. મેં આલોચના જાણી તેથી હું ધન્ય છું. (૪૪) આથી હું નિદાન રહિત બનીને ભયંકર ફળ આપનાર સંપૂર્ણ ભાવશલ્યને જ્ઞાનકુંજ ગુરુ સમક્ષ વિધિપૂર્વક પ્રગટ કરીને દૂર કરું.” (૪૫)
છે. “જીવો શલ્ય વિકાસ સારી રીતે રહેલા
છે. તેથી એ અવશ્ય ભજવશલ્યને જ્ઞાનકુંજ ગુરુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org