________________
२०८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
ભાવાર્થ-જેમ ભાર ઉપાડનાર માણસ ભાર ઉતારવાથી ભારથી હલકો થાય છે, તેમ પાપી પણ મનુષ્ય ગુરુની પાસે પાપની આલોચના અને નિંદા કરીને કર્મથી અતિશય હલકો થઈ જાય છે. [૪૬૧]. कथमेतदेवमिति, अनोपपत्तिमाह
दुप्पणिहियजोगेहिं, बज्झइ पावं तु जो उ ते जोगे ।
सुप्पणिहिए करेई, झिज्जइ तं तस्स सेसंपि ॥ ४६२ ॥ वृत्तिः- 'दुष्प्रणिहितयोगैः' मनोवाक्कायलक्षणै 'बध्यते पापमेव, यस्तु' महासत्त्व 'स्तान् योगान्'-मनःप्रभृतीन् 'सुप्रणिहितान् करोति क्षीयते 'तत्' दुष्प्रणिहितयोगोपात्तं पापं 'तस्य' सुप्रणिहितयोगकर्तुः, 'शेषमपि' भवान्तरोपात्तं क्षीयते प्रणिधानप्रकर्षादिति गाथार्थः ।। ४६२ ।।
जो जत्तो उप्पज्जइ, वाही सो वज्जिएण तेणेव ।
खयमेइ कम्मवाहीवि नवरमेवं मुणेअव्वं ॥ ४६३ ॥ वृत्तिः- 'यो यत उत्पद्यते व्याधि'स्तैलादेः 'स वजितेन तेनैव क्षयमेति, कर्मव्याधिरपि नवरमेवं मन्तव्यो' निदानवर्जनेनेति गाथार्थः ॥ ४६३ ॥
આ વિષે યુક્તિ કહે છે–
અશુભ યોગોથી (= મન-વચન-કાયાથી) તો પાપ જ બંધાય. પણ જે મહાસત્ત્વવંત જીવ પોતાના યોગોને શુભ કરે છે, તેનાં અશુદ્ધયોગોથી વર્તમાનમાં અને ભવાંતરમાં પણ બંધાયેલાં પાપોનો વિશુદ્ધભાવોની વૃદ્ધિ થવાથી ક્ષય થાય છે. [૪૬૨] કારણ કે જે રોગ તેલ વગેરે જે કારણોથી ઉત્પન્ન થાય તે રોગ તે જ કારણોનો ત્યાગ કરવાથી નાશ પામે છે. એ જ રીતે કર્મ રૂપ રોગ પણ તેનાં २४ोनो (अशुभ मन-वयन-यानो) त्या ४२वाथी नापामे छे. [४६3]
ततश्च
उप्पण्णा उप्पण्णा, माया अणुमग्गओ निहंतव्वा ।
आलोअणनिंदणगरहणाहिं न पुणो अ बीअं च ॥ ४६४ ॥ वृत्तिः- 'उत्पन्नोत्पन्ना माया' अकुशलकर्मोदयेन 'अनुमार्गतो निहन्तव्या' स्वकुशलवीर्येण, कथमित्याह- आलोचननिन्दागर्हाभिः, न पुनश्च द्वितीयं' वारं तदेव कुर्यादिति गाथार्थः ॥ ४६४ ॥
તેથી શું કરવું તે જણાવે છે–
અશુભ કર્મના ઉદયથી પાપ થયું ન થયું કે તરત જ શુભ પુરુષાર્થ કરીને આલોચના, નિંદા જો કે માયા શબ્દનો અર્થ દંભ થાય છે. પણ અહીં પાપની આલોચનાનું પ્રકરણ હોવાથી અનુવાદમાં કારણમાં કાર્યના ઉપચારથી ‘પાપ અર્થ કર્યો છે. જો કે દંભ વિના આલોચના કરવી જોઈએ એ દૃષ્ટિએ અહીં માયા શબ્દનો માયા અર્થ પણ ઘટે છે. છતાં ગાથાના બીજા શબ્દોનો અર્થ જોતાં “પાપ” અર્થ વધારે સંગત જણાય છે. અથવા ઉક્ત ગાથાનો અર્થ આ પ્રમાણે છે. પાપની આલોચના માયા વિના કરવી જોઈએ. આથી અશુભ કર્મના ઉદયથી માયા ઉત્પન્ન થઈ ન થઈ કે તરત જ શુભ પુરુષાર્થ કરીને તેનો નાશ કરવો જોઈએ. માયાને દૂર કરીને આલોચના-નિંદા-ગોંથી પાપનો નાશ કરવો જોઈએ, અને ફરી (ભાવથી) તે પાપ ન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org