________________
૨૦૦ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते તેમાં પહેલાં (ઝોળી વગેરે પાત્ર સંબંધી ઉપકરણો સહિત) પાત્ર અને માત્રકનું, પછી પોતાની ઉપધિનું અને છેલ્લે ચોલપટ્ટાનું પડિલેહણ કરે. [૪૩૭]
पट्टग मत्तग सगउग्गहो अ गुरुमाइआणऽणुण्णवणा ।
तो सेसभाणवत्थे, पाउंछणगं च भत्तट्ठी ॥ ४३८ ॥ वृत्तिः- 'पट्टगं' चोलपट्टे अणाउत्तपरिसोहणत्थं 'मत्तगं' क्षुल्लभाजनं विसुवावणनिमित्तं 'सगमोग्गहो य' स्वप्रतिग्रहं च जीयं ति कट्ट, 'सुपां सुपो भवन्ती'ति विभक्तिव्यत्ययः, पाठान्तरं वा 'पढें मत्तं सगमोग्गहं च' 'गुर्वादीनां' ततोऽनुज्ञापनेति, ततः शेषो'पकरणं 'भाजनवस्त्राणि 'पादपुञ्छनं च' रजोहरणं च 'भक्तार्थिनः' प्रत्युपेक्षन्त इति गाथार्थः ॥ ४३८ ॥
ભક્તાર્થી સાધુ મુહપત્તિ અને શરીરનું પડિલેહણ કરીને ચોલપટ્ટાનું પડિલેહણ કરે, પછી માત્રક અને પાત્રનું પડિલેહણ કરે, પછી ગુરુ વગેરેની ઉપધિનું પડિલેહણ કરે, પછી ગુરુની અનુજ્ઞા મેળવે, અર્થાત્ પોતાની પડિલેહણા માટે (“ઉપધિ સંદિસાહું? ઉપધિ પડિલેહું? એમ) આદેશ માગે, તે પછી શેષ ઉપકરણો, પાત્રનાં વસ્ત્રો અને છેલ્લે રજોહરણ, એ ક્રમે ભક્તાર્થીઓ પડિલેહણ કરે.
પ્રશ્ન-સાંજની પ્રતિલેખનામાં ચોલપટ્ટાનું પડિલેહણ અભક્તાર્થીને છેલ્લું કરવાનું કહ્યું, જ્યારે ભક્તાર્થીને કાયાની પ્રતિલેખના કર્યા પછી કરવાનું કહ્યું. આવું શું કારણ?
ઉત્તર- (માઉત્તપરિસોરથિંક) ભક્તાર્થીને ભોજન કરવામાં અનુપયોગથી ચોલપટ્ટામાં આહારનો ડાઘ વગેરે કંઈ રહી ગયું હોય તો જોવા માટે (સાફ કરવા માટે) ભક્તાર્થીને કાયા પછી ચોલપટ્ટાની પડિલેહણા કરવાની કહી છે.
પ્રશ્ન- અભક્તાર્થીને પહેલાં પાત્રનું અને પછી માત્રકનું પડિલેહણ કરવાનું કહ્યું, જ્યારે ભક્તાર્થીને પહેલાં માત્રકનું અને પછી પાત્રનું પડિલેહણ કરવાનું કહ્યું, આવું શું કારણ?
ઉત્તર-માત્રકને ‘વિસુવાવનિમિત્ત' એટલે વાપરેલું હોવાથી વિશેષતયા 'સુકાવવા માટે પહેલું કરે, પછી સામોદો એટલે પોતાનું પાત્ર કરે, “ની તિ ” એટલે એવી જીત–આચરણા હોવાથી (પહેલાં માત્રક પછી પાત્ર) એ ક્રમથી કરે. [૪૩૮].
जस्स जया पडिलेहा, होइ कया सो तया पढइ साहू ।
परिअट्टेइ अ पयओ, करेइ वा अण्णवावारं ॥ ४३९ ॥ वृत्तिः- 'यस्य' साधोः 'यदा प्रतिलेखना भवति कृता स तदा पठति साधुः' सूत्रधनत्वात्, 'परावर्त्तयति वा प्रयतो' यत्नपरः, करोति वाऽन्यव्यापारं' साधुसम्बन्धिनमेवेति गाथार्थः ॥ ४३९ ॥
(પડિલેહણ પછીનું કર્તવ્ય જણાવે છે–)
જે સાધુને જ્યારે પ્રતિલેખના પૂર્ણ થઈ જાય ત્યારે પ્રયત્નશીલ તે સાધુ (નવું) સૂત્ર ભણે, ૧. માત્રકનું પહેલા પડિલેહણ કરવાથી સુકાયું છે કે ભિનું છે તેનો ખ્યાલ આવી જાય. ભિનું જણાય તો સુકાવી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org