________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૧૬ अभक्तार्थिनो ये न भुञ्जते इति 'ज्ञातव्याः, द्वयोरपि' चानयोः 'आदिप्रतिलेखना पुनर्मुखानन्तकं'-मुखवस्त्रिकां 'स्वकायं'स्वदेहं चाङ्गीकृत्य प्रवर्तत इति गाथार्थः ॥ ४३६ ।।
तत्तो अ गुरुपरिण्णागिलाणसेहाण जे अभत्तट्ठी ।
संदिसह पायमत्तअ, अत्तणो पट्टगं चरिमं ॥ ४३७ ॥ वृत्तिः- 'ततः' तदनन्तरं 'गुरुपरिज्ञाग्लानशिक्षकादीनां' प्रतिलेखनोपधेरिति गम्यते, 'ये अभक्तार्थिनस्त' एव कुर्वन्ति, तदनु 'सन्दिशते 'ति गुरुमापृच्छय 'पात्रमात्रके', तदनु 'आत्मन' उपधिं, तत्रापि 'पट्टकं चरमं', चोलपट्टकमिति गाथार्थः ॥ ४३७ ॥
મૂલદ્વાર ગાથા (૨૩૦)ના સ્પંડિલધારનું વ્યાખ્યાન કર્યું. હવે ‘આવશ્યક' વગેરે દ્વારા કહે છે–
યંડિલભૂમિથી આવીને ચોથો પ્રહર શરૂ થઈ ગયો હોય તો ઉપકરણોની પ્રતિલેખના કરે, “અન્યથા સ્વાધ્યાય કરે. [૪૩૪] અહીં પણ પ્રતિલેખનામાં પૂર્વે કહેલો જ વિધિ જાણવો. અહીં જે કંઈપણ વિશેષ છે તે સંક્ષેપથી જ કહીશ. [૩૫] અહીં પ્રતિલેખના કરનારા ભક્તાર્થી તે દિવસે ભોજન કર્યું હોય તે અને અભક્તાર્થી–ઉપવાસી એમ બે પ્રકારના જાણવા. તે બંનેને પ્રારંભની મુહપત્તિ અને સ્વકાય સુધીની પ્રતિલેખનાનો વિધિ સમાન છે. [૪૩] ત્યારબાદ અભક્તાર્થી ગુરુતપસ્વી-ગ્લાન-નવદીક્ષિત આદિની ઉપધિનું પડિલેહણ કરે. ત્યારબાદ સંવિસ૬ = “આપ આજ્ઞા આપો કે હું મારી ઉપધિનું પડિલેહણ કરું.” એમ ગુરુને પૂછીને પોતાની ઉપધિનું પડિલેહણ કરે.
૧. આનાથી સમજી શકાય છે કે સાધુ નકામો ન બેસી રહે. જેમ વેપારી પોતાના અનિવાર્ય શારીરિક-વ્યાવહારિક કામો કર્યા પછી
બચેલા સમયમાં વેપારની પ્રવૃત્તિ કરે છે, તેમ સાધુ તે તે સમયે કરવાની ક્રિયા કરીને જે સમય બચે તેમાં સ્વાધ્યાય (આદિ) કરે. આથી જ યતિદિનચર્યામાં કહ્યું છે કે “તે તે સમયે તે તે કાર્ય કરનાર સાધુ વચ્ચે સમય બચે તો સ્વાધ્યાય કરે.” નવરું પડેલું મન નખોદ વાળે. માટે સાધુએ મનને કોઈને કોઈ કાર્યમાં પરોવવું જોઈએ. આ વાત જેને સમજાય તેને જ વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજની નિમ્નોક્ત વાણીની મહત્તા સમજાય.
पैशाचिकमाख्यानं, श्रुत्वा गोपायनं च कुलवध्वाः । સંવરાત્પ, નિત્તર વ્યાકૃત: શાર્વ: | પ્ર. ૨. ગા. ૧૨૦ છે. પિશાચની વાત અને કુલવધૂના સંરક્ષણનો પ્રસંગ સાંભળીને સાધુએ સંયમની સાધનામાં સતત લીન રહેવું જોઈએ.
પિશાચની વાર્તા- કોઈ વણિકે મંત્રના પ્રભાવે એક પિશાચને (રાક્ષસને) વશ કરી લીધો. પિશાચે વણિકને કહ્યું- “હું તારો સેવક છું, પણ તારે મને કંઈને કંઈ કામ આપવું પડશે, નહિ તો હું તને સ્વાહા કરી જઈશ.” વણિકે મહેલ, બાગ, બગીચા આદિ તૈયાર કરાવી લીધા બાદ ઘરની બાજુમાં એક વાંસ ઊભો કરાવીને પિશાચને આજ્ઞા કરી, જ્યાં સુધી હું બીજું કામ ન સોપું ત્યાં સુધી તારે આ વાંસ ઉપર ચડ-ઉતર કર્યા કરવું. આથી વાણિયાના પ્રાણ લેવાનો અવસર આવ્યો જ નહિ, તેમ રાત-દિવસ સંયમના આચારોમાં લીન રહેનાર સાધુને પ્રમાદ આદિ અનાચારો જરા પણ હેરાન કરી શકતા નથી.
કુલવધૂ પ્રસંગ- પરદેશ ગયેલો પતિ વર્ષો થવા છતાં ન આવવાથી અકળાયેલી એક યુવતિએ કોઈ રંગીલા યુવાનના પ્રેમમાં પડવાનો વિચાર કર્યો. તેના સસરાને ખબર પડતાં સસરાએ પોતાની સ્ત્રી સાથે ખોટો (= દેખાવનો) અણબનાવ કરીને ઘરનો બધો કારભાર પૂત્રવધૂને સોંપી દીધો. આથી વહેલી સવારથી મોડી રાત સુધી સતત ઘરનાં કામો કરીને લોથપોથ બની જવાથી રાત્રે ઘસઘસાટ ઊંઘી જતી. સવારના વહેલા ઊઠીને ઘરના કામે લાગી જતી. આથી તેની વિષયેચ્છા શમી ગઈ. હવે તેને યુવાન યાદ પણ આવતો ન હતો. આમ, જે સાધુ પોતાના આચારોમાં સતત મશગુલ રહે છે તેને વિષય આદિ દોષો સતાવી શકતા નથી. અહીં ગાથામાં અને ટીકામાં પરિજ્ઞા શબ્દ છે. પરિજ્ઞા એટલે પ્રત્યાખ્યાનપરિજ્ઞા, પ્રત્યાખ્યાનપરિજ્ઞા એટલે ઉપચારથી પ્રત્યાખ્યાનપરિજ્ઞાવાળો-તપસ્વી.
કરા વાંસ ઉપર ચડીને પ્રસાદ આપવા છતાં ન આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org