SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૧૩ ताहे उड्डाहो, चउत्थरसियं वा परिमियं नीयं, अहवा जा सा जतणा तं न करेइ, अंतरा अथंडिले वोसिरिज्जा, एस भावासण्णो, तओ दोसत्ति गाथार्थः ॥ ४२३ ।। હવે ‘આસન્ન' દ્વાર કહે છે : આસન્નના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. ઘર, દેવમંદિર આદિની નજીક મળવિસર્જન કરવું તે દ્રવ્યઆસન્ન છે. દ્રવ્યાસન્નથી સંયમવિરાધના અને આત્મવિરાધના થાય. ઘર-દેવમંદિર વગેરેની નજીક મળવિસર્જન કરવાથી ગૃહસ્થો મળને ત્યાંથી દૂર કરી નાખે અને તે સ્થાનને પાણીથી ધુવે એથી સંયમવિરાધના થાય, અને માર મારે વગેરેથી આત્મવિરાધના થાય. તીવ્ર હાજત થાય ત્યાં સુધી ઉપાશ્રયમાં બેસી રહે=āડિલ ન જાય તે ભાવથી આસન્ન છે. ભાવાસન્નથી આત્મવિરાધના, પ્રવચનવિરાધના અને સંયમવિરાધના થાય. તીવ્ર હાજત થયા પછી જાય તો હાજતને રોકી ન શકવાથી ચંડિલ ભૂમિ સુધી પહોંચી ન શકે, તેથી ઘર વગેરેની પાસે મળવિસર્જન કરે. તેથી શાસનની હીલના થતાં પ્રવચનની વિરાધના થાય, તથા પૂર્વે કહ્યું તેમ આત્મવિરાધના અને સંયમવિરાધના પણ થાય. હવે પરાણે હાજતને રોકે તો રોગ વગેરે થવાથી આત્મવિરાધના થાય. અહીં વૃદ્ધોનો અભિપ્રાય આ પ્રમાણે છે- “ભાવાસન્ન એટલે દૂર ન જઈ શકાય તેવી હાજત થાય ત્યાં સુધી બેસી રહે. પછી દોડવા માંડે. બ્રાહ્મણ વગેરે ગૃહસ્થો તેને દોડતો જતો જોઈને હસે, અને તેની પાસે આવીને વંદન કરીને ધર્મ પૂછે, આ વખતે સાધુ હાજત રોકે તો મરણ પામે (કે રોગનો ભોગ બને), અને વચ્ચે જ મલવિસર્જન કરે તો શાસનની હીલના થાય. અથવા (ઉતાવળના કારણે) છાશની આશવાળું પાણી બહુ ઓછું લે, અથવા (પાણી લાવવા સંબંધી) યતના ન કરે, અસ્પંડિલભૂમિમાં મળવિસર્જન કરે, ભાવાસન્નથી આવા (અનેક) દોષો લાગે.” [૪૨૩] बिलवज्जियमाह हुंति बिले दो दोसा, तसेसु बीएसु वावि ते चेव । संजोगओ अदोसा, मूलगमा होति सविसेसा ॥४२४ ॥दारं॥ वृत्तिः- 'भवतो बिल' इति बिलवति स्थण्डिले 'द्वौ दोषौ', सर्पोदेरात्मविराधना पिपीलिकादिव्यापत्तितः संयमविराधनेति, तथौघतः त्रसेषु'-कृम्यादिषु 'बीजेषु चापि'-शाल्यादिषु आकीर्णे स्थण्डिले 'त एव' दोषाः संयमविराधनादयः 'संयोगतश्च' अन्योऽन्यसंगस्तद्योगेन 'दोषा मूलगमात्' सकाशाद् भवन्ति सविशेषाः', तदन्यसंयोगिसत्कदोषसद्भावादिति गाथार्थः ॥ ४२४ ।। બિલવર્જિત (અને ત્ર-પ્રાણ-બીજ રહિત) દ્વાર કહે છે- બિલવાળી ચંડિલભૂમિમાં ત્યાં રહેલા સર્પાદિના દંશ વગેરેથી આત્મવિરાધના અને કીડી આદિ જીવોના નાશથી સંયમવિરાધના એમ બે દોષો થાય. કૃમિ વગેરે ત્રસ જીવોથી અને ડાંગર વગેરે બીજથી વ્યાપ્ત ભૂમિમાં પણ (સંયમ વિરાધના વગેરે) તે જ દોષો થાય. (જીવોનો નાશ થવાથી સંયમવિરાધના અને કીડી વગેરેના દંશ વગેરેથી આત્મવિરાધના થાય.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy