________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૮૨
પોતાના ઘરની ભિક્ષાનો નિષેધ કરે, અથવા જોનાર કોઈ સત્તાધારી પુરુષ હોય તો બીજાઓના ઘરની ભિક્ષાનો પણ નિષેધ કરાવે. ધર્માભિમુખ બનેલા કોઈના ધર્મના પરિણામનો નાશ થાય. પુરુષની આપાતવાળી ભૂમિમાં આ દોષો થાય. હવે સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં દોષ કહે છે. સ્ત્રી-નપુંસકના આપાતવાળી ભૂમિમાં જવાથી (મૈથુનસંબંધી) શંકા વગેરે દોષો થાય. (સાધુ ઉપર શંકા થાય કે આ સાધુ મૈથુન માટે કોઈને ભરમાવે છે અથવા સ્ત્રી-નપુંસક ઉપર શંકા થાય કે આ મૈથુન માટે સાધુને ઈચ્છે છે, અથવા બંને ઉપર શંકા થાય કે આ બંને પરસ્પર મૈથુન માટે અહીં આવ્યા છે.) તથા સાધુ સ્ત્રી કે નપુંસક સાથે મૈથુન સેવે અને કોઈ ગૃહસ્થ જુએ તો સાધુને પકડે, એથી શાસનની ઘણી હલના થાય. સાધુ પણ પોતાની હીલના થવાથી દીક્ષાત્યાગ કે આપઘાત વગેરે કરે. [૪૧૫] उक्तः पुरुषापातवति दोषः, तिर्यगापातवत्याह
आहणणाई दित्ते, गरहिअतिरिएसु संकमाईआ ।
एमेव य संलोए, तिरिए वज्जित्तु मणुआणं ॥ ४१६ ॥ વૃત્તિ - “મદિનના દસ રૂતિ fપતિર્થપતિવતીતિ માવા, “ર્જિતતિક્ષ' તિएडिकाद्यापातवति 'शङ्कादयो' दोषाः । संलोकवद्दोषानाह-'एवमेव च संलोक' इति तद्वत्येव स्थण्डिल इत्यर्थः, 'तिरश्चो वर्जयित्वा मनुष्याणामिति मनुष्यालोकवतीति गाथार्थः ॥ ४१६ ॥
પુરુષના (? મનુષ્યના) આપાતવાળી ચંડિલ ભૂમિમાં દોષો કહ્યા. હવે તિર્યંચના આપાતવાળી ભૂમિમાં દોષો કહે છે
દમ તિર્યંચ આપાતવાળી ભૂમિમાં પશુ શિંગડાથી મારે, મારના કારણે મૂર્છા આવી જાય, યાવત્ મૃત્યુ પણ થાય. ઘેટી વગેરે જાગુપ્સિત તિર્યંચના આપાતવાળી ભૂમિમાં જવાથી બીજાને મૈથુન સંબંધી શંકા થાય, વગેરે દોષો લાગે.
જે પ્રમાણે આપાતમાં દોષો કહ્યા, તે જ પ્રમાણે સંલોકમાં પણ તિર્યંચ સિવાય મનુષ્યો વિષે દોષો જાણવા.
ભાવાર્થ- તિર્યંચો જાએ તો પૂર્વોક્ત તિર્યંચના આપાતના દોષોમાંથી કોઈ દોષ થતો નથી. મનુષ્યોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના આપાતમાં પૂર્વે જે દોષો જણાવ્યા તે જ દોષો તેમના સંલોકમાં પણ જાણવા, અર્થાત્ જે સ્થડિલભૂમિમાં સ્ત્રીઓ પુરુષો કે નપુંસકો આવતા હોય તે અંડિલભૂમિમાં જવાથી થતા જે દોષો પૂર્વે જણાવ્યા, તે જ દોષો જે સ્થડિલભૂમિમાં સ્ત્રીઓ, પુરુષો કે નપુંસકો જોઈ શકતા હોય તે સ્થડિલભૂમિમાં જવાથી પણ લાગે. [૪૧૬] एतदेव व्याचष्टे
कलुसदवे असई अ व, पुरिसालोए हवंति दोसा उ । पंडित्थीसुऽवि एए, खुद्धे वेउव्वि मुच्छा य ॥ ४१७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org