SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ]. [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પાત્ર બહાર ધુવે એમ કહ્યું, આથી સાધુઓ ભોજન ગુપ્ત કરે છે એ સિદ્ધ થયું, ભોજન ગુપ્ત કેમ કરે છે ? એવી શંકાને દૂર કરવા ગુપ્ત ભોજનનું કારણ કહે છે ધનાદિના દાનથી નિવૃત્ત થયેલા, અર્થાત્ પુણ્ય અને પાપ એ બંનેનો ક્ષય કરવાની ઈચ્છાવાળા સાધુએ ગુપ્ત (= કોઈ ન દેખે તેમ) ભોજન કરવું જોઈએ. કારણ કે પ્રગટ (= બીજાઓ જુએ તેમ) ભોજન કરવાથી સાધુ પાસે ભોજન જોઈને ભિખારીઓ તેમની પાસે પણ ભોજનની માગણી કરે. આ વખતે જો સાધુઓ દયાથી ભોજન આપે તો તેમને અવશ્ય પુણ્યબંધ જ થાય. સાધુને પુણ્યબંધ પણ ઈષ્ટ નથી. કારણ કે પુણ્યબંધ સુવર્ણની બેડી સમાન છે. હવે જો માગણી કરવા છતાં ન આપે તો ભિખારીઓ ક્ષુદ્ર હોવાથી ફેષ પામે, શાસનની નિંદા-ટીકા કરે. આથી તે ભિખારીઓ સંસારમાં ભમીને અનેક અનર્થો પામે. પ્રગટ ભોજન કરે તો આમાં નિમિત્ત બનવાથી પરમાર્થથી તો આ અનિષ્ટ સાધુઓએ કર્યું ગણાય. માટે સાધુઓએ ભોજન ગુપ્ત કરવું જોઈએ. [૩૯૧] પાત્રધાવનાર પૂર્ણ થયું. मूलद्वारगाथायां पात्रकधावनद्वारं व्याख्यातं, तदनन्तरं यद् विधेयं तद्दर्शयति संवरणं तयणंतरमेक्कासणगेऽवि अप्पमायत्थं । आणाअणुहवसे, आगारनिरोहओ अण्णं ॥ ३९२ ॥ || પત્તાયુવત્તિ વાર મળે છે वृत्तिः- पात्रधावनानन्तरं 'प्रत्याख्यानं विधेयं', यद्यपि प्रागे वैकाशनकं प्रत्याख्यातं तथापि' भुक्त्वा प्रत्याख्यानं ग्राह्यं, 'अप्रमादार्थं', तथा ऽऽज्ञानुभवात् श्रेयः', एतदाकारनिरोधतश्चान्यत्'प्रयोजनं, 'सागारियागारेणं गुरुअब्भुट्ठाणेणं आउंटणपसारेणं पारिट्ठावणियागारेणं' इत्येते प्राक् आकारा गृहीताः तेषां निरोधार्थं पुनरपि प्रत्याख्यानं विधेयमिति ॥ ३९२ ॥ મૂલદ્વારગાથા (૨૩૦)માં જણાવેલ પાત્રધાવનારનું વ્યાખ્યાન કર્યું. હવે પાત્રો ધોયા પછી શું કરવું તે જણાવે છે પાત્રો ધોયા પછી તિવિહારનું પચ્ચકખાણ કરવું. જો કે પહેલાં તિવિહાર એકાસણાનું પચ્ચખાણ કર્યું હોવાથી એકાસણાના પચ્ચકખાણની સાથે તિવિહારનું પણ પચ્ચખાણ કર્યું છે. તો પણ ભોજન કર્યા પછી અપ્રમાદ, જિનાજ્ઞાપાલન અને આગારનિરોધ થાય એ માટે પુનઃ તિવિહારનું પચ્ચકખાણ કરવું જોઈએ. એકાસણાના પચ્ચકખાણમાં સરકારે, ગુરુભુટ્ટાણે, માટપારે અને પરિવારે એ આગારો રાખ્યા હતા. તિવિહારના પચ્ચખાણમાં આ આગારો નથી રખાતા. માટે ભોજન કર્યા પછી આ આગારોનો નિરોધeત્યાગ કરવા તિવિહારનું પચ્ચખાણ કરવું જોઈએ. [૩૯૨). अधुना विचारद्वारमाह कालमकाले सण्णा, कालो तइयाएँ सेसगमकालो । पढमापोरिसि आपुच्छ पाणगमपुप्फि अण्ण दिसिं ॥ ३९३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy