________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૭૨
કુસુંબી (વનસ્પતિ વિશેષ) અને સર્ષ એ ચારનું તેલ, એમ તેલ વિગઈના ચાર પ્રકાર છે. ડોલ વગેરેનું તેલ વિગઈ નથી. ડોલ એટલે મહુડાનું ફલ. [૩૭૩] ગોળ વિગઈના દ્રવ (ઢીલો ગોળ) અને પિંડ (કઠણ ગોળ) એમ બે ભેદ છે. મદિરા વિગઈના કાષ્ઠનિષ્પન્ન અને પિષ્ટનિષ્પન્ન એમ બે પ્રકારો છે. વનસ્પતિ, શેરડી, મહુડો, દ્રાક્ષ વગેરેમાંથી બનતી મદિરા કાઇનિષ્પન્ન છે અને તેને સીધું કહેવામાં આવે છે. પિષ્ટ એટલે લોટ. લોટને કોહવડાવીને બનતી મદિરા પિષ્ટનિષ્પન્ન છે, અને તેને સુરા કહેવામાં આવે છે. મધમાખીઓનું, કુતીયા (તેવા પ્રકારના ઉડતા) જીવોનું અને ભમરીઓનું, એમ મધ વિગઈના ત્રણ પ્રકારો છે. [૩૭૪] જલચર, સ્થલચર અને ખેચર એ ત્રણ પ્રકારના પ્રાણીઓનું માંસ, એમ માંસ વિગઈના ત્રણ પ્રકારો છે. અથવા માંસ વિગઈના માંસ, ચરબી અને લોહી, એમ ત્રણ પ્રકાર છે. તેલ (કે ઘી)થી ભરેલાં તવામાં પહેલાં ત્રણ વાર = ત્રણ ઘાણ સુધી તળેલાં ઘારી, વડા વગેરે દ્રવ્યો અવગાહિમ (પક્વાન્ન કે કડા) વિગઈ છે. [૩૭૫] ચોથા ઘાણ પછી તે દ્રવ્યો વિગઈ રૂપ નથી = નિવિયાતા છે. આથી તે (ચોથા ઘાણ પછીનાં) દ્રવ્યો સર્વ વિગઈઓના પણ ત્યાગી સાધુઓને કહ્યું. સર્વ વિગઈઓના ત્યાગીને તે દ્રવ્યો વાપરવામાં કોઈ દોષ નથી. છતાં તે દ્રવ્યો સર્વ વિગઈઓના ત્યાગમાં પ્રાયઃ વાપરવાની આચરણા નથી. કારણ કે દ્રવ્યો ચોથા ઘાણ પછીના છે કે કેમ તેનો ચોક્કસ નિર્ણય થવો કઠીન છે. (જો ચોથા ઘાણ પછીના છે એવો ચોક્કસ નિર્ણય થાય તો ખપી શકે એમ પ્રવચનસારોદ્ધારમાં જણાવ્યું છે.) [૩૭૬] પુડલો વગેરે એક જ દ્રવ્યથી તાવડી પૂરાઈ જાય તે રીતે તળેલ પુડલો વગેરે દ્રવ્યો પહેલા ઘાણમાં તળેલ હોય તે વિગઈ ગણાય, બીજા વગેરે ઘાણમાં તળેલ હોય તે નિવિઆતું ગણાય અને તે પણ સર્વ વિગઈના ત્યાગીને કલ્પે. તે વિગઈ ન ગણાય, કિંતુ લેપકૃત દ્રવ્ય ગણાય. [૩૭૭
દહીંની તર વિગઈ છે. દહીંની (માખણ કાઢેલી) તક્ર-છાશ વિગઈ નથી. એટલું જ (= અંદર ચોખા વગેરે કંઈ પણ નાખ્યા વિનાનું) દૂધ વિગઈ છે. જેમાં કંઈ પણ નાખ્યું ન હોય તેવું માખણ અને પક્વાન્ન પણ વિગઈ છે. [૩૭૮] ધૃતઘટ્ટ (= ઉકાળેલા ઘીની ઉપર જામેલો મેલ) વિગઈ છે. કેટલાકો વિસ્પન્દનને વિગઈ ગણે છે. વિસ્પંદન એટલે અર્ધા બાળેલા ઘીમાં ચોખા નાખીને બનાવેલ દ્રવ્યવિશેષ. તલની સુકુમારિકા (ઉકાળેલા તેલની ઉપર જામેલ મેલ) અને ગોળની ચાસણી, ખાંડ, શાકર વગેરે વિગઈ નથી. [૩૭] દારુનો ખોલ (ધીની કીટ્ટીની જેવી કીટ્ટી) અને મધનું મીણ વિગઈ નથી. માંસનો પિંડ કે જેને કાલિજ્જ કહેવામાં આવે છે, તે વિગઈ નથી. માંસનો અવયવ કે જેને રસ કહેવામાં આવે છે, તે (ચરબી) અવશ્ય વિગઈ છે. [૩૮૦] प्रासङ्गिकमाह
खज्जूरमुद्दियादाडिमाण पिल्लुच्छुचिंचमाईणं ।
पिंडरसय न विगइओ, नियमा पुण होंति लेवकडा ॥ ३८१ ॥ ૧, નવું તેલ કે નવું ઘી ન ઉમેરવું જોઈએ. નવું તેલ કે ઘી ઉમેરીએ તો ઉમેર્યા પછી પ્રથમના ત્રણ ઘાણનાં દ્રવ્યો વિગઈ ગણાય, અને
ચોથા ઘાણથી નિવિઆતાં ગણાય ૨. બુ. ક. . ૧ ગા. ૧૭૦૯ થી ૧૭૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org