SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते શુદ્ધિ માટે કાયોત્સર્ગમાં નમસ્કાર મંત્ર ચિંતવે, અથવા મજુદં પુષ્કા 'સાદૂ.. ઈત્યાદિ ચિતવે. - ત્યારબાદ વંદનાદિપૂર્વક (યોગવિધિની જેમ) સઝાય પઠાવીને એક મુહૂર્ત સુધી સ્વાધ્યાય જ કરે. પ્રશ્ન- ‘ ’ એમ વિધ્યર્થનો પ્રયોગ કરવાને બદલે અતિ એવો વર્તમાનકાળનો પ્રયોગ કેમ કર્યો ઉત્તર- ‘તુલાદંડમધ્યગ્રહણ' ન્યાયથી સૂત્રને ત્રણે કાળનો વિષય બનાવવા માટે આમ કર્યું છે. જેમ ત્રાજવાના દંડના મધ્ય ભાગને પકડવાથી આજુબાજુના બે પલ્લા પણ પકડાય છે, તેમ વર્તમાનકાળના પ્રયોગથી ભૂત અને ભવિષ્યકાળનો પણ પ્રયોગ થઈ જાય છે. સૂત્રો કેવળ વર્તમાનકાળનું જ સૂચન કરતા નથી, કિંતુ ત્રણે કાળનું સૂચન કરે છે. જેમ કે – સાધુઓ હમણાં જ આ પ્રમાણે સ્વાધ્યાય કરે છે એમ નહિ, ભૂતકાળમાં સાધુઓ આ રીતે સ્વાધ્યાય કરતા હતા અને ભવિષ્યમાં પણ કરશે. (સ્વાધ્યાય કરવાથી થતો લાભ કહે છે.) ભિક્ષામાં ઘણું ફરવાથી અને ગરમી આદિના કારણે શરીરના વાતાદિ દોષો વિષમ બને. એથી આવીને તુરત ભોજન કરવામાં આવે તો પેટપીડા, ઊલટી, ઝાડા યાવત મરણ પણ થાય. મુહૂર્ત સુધી સ્વાધ્યાય કરવાથી ત્યાં સુધીમાં વાતાદિ દોષો શાંત થઈ જાય= સમ બની જાય. આથી વાતાદિની વિષમતાથી થતા અનર્થો ન થાય, તથા શારીરિક થાક વગેરે પણ દૂર થાય. [૩૪૨] આલોચના દ્વાર પૂર્ણ થયું. दुविहो अ होइ साहू, मंडलिउवजीवओ अ इअरो अ । मंडलिउवजीवंतो, अच्छड़ जा पिंडिआ सव्वे ॥ ३४३ ॥ वृत्तिः- 'द्विविधश्चसावपि साधुः', कतमेन वैविध्येनेत्याह-'मण्डल्युपजीवकश्चेतरश्च'अनुपजीवकश्च, उपजीवको-मण्डलीभोक्ता अनुपजीवकः-कारणतः केवलभोक्ता, तत्र 'मण्डलिमुपजीवन्' मण्डल्युपजीवकः ‘तावत्तिष्ठति' गृहीतसमुदान एव 'यावत्पिण्डिताः सर्वे'-तन्मण्डलिभोक्तार इति गाथार्थः ॥ ३४३ ।। (હવે ર૩૦મી મૂલધાર ગાથામાં જણાવેલ ભોજનહારનું વર્ણન શરૂ કરે છે–) ૧. નફ છે મજુદું જ દૂ એ પદોથી શરૂ થતી ગાથાવાળો કોઈ ગ્રંથ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. વર્તમાનમાં દશવૈકાલિકના પાંચમા અધ્યયનના પહેલા ઉદ્દેશાની ૯૪મી ગાથાના ઉત્તરાર્ધના પહેલા ચરણમાં આ પદો જોવા મળે છે. તથા વર્તમાનમાં આના સ્થાને ગો નહિં અનાવના એ ગાથાનું ચિંતન કરાય છે. ૨. નમુAિRUT પરિત્તા, વત્તા નિરંથd 1 સાથે પવિત્તા, વીમેન મુળી | દશવૈકાલિક, અધ્યાય-૫, ઉદ્દેશો-૧ ગાથા-૯૩. ૩. v+ સ્થાપએ સંસ્કૃત પ્રેરક ધાતુ ઉપરથી પ્રાકૃતમાં પદૃવ ધાતુ બને છે. તેનો અર્થ “શરૂ કરવું” એવો છે. પ્રસ્તુતમાં સઝાય પઠાવવી એટલે સ્વાધ્યાયનો પ્રારંભ કરવો એવો શબ્દાર્થ થાય. અહીંએ શબ્દાર્થનપકડતાં સઝાયપઠાવવી એટલે સ્વાધ્યાય કરવા માટે પ્રારંભમાં વસતિ જોવી, સ્વાધ્યાય કરવા ગુરુને નિવેદન કરવું જણાવવું, વંદન કરવું વગેરે વિધિ કરવી એવો અર્થ સમજવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy