SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ગુરુ ધર્મકથા વગેરેના કારણે વ્યાક્ષિપ્ત હોય, તેમનું મુખ અવળું હોય, વિકથા વગેરેથી પ્રમાદમાં હોય, ત્યારે આલોચના ન કરવી. કારણ કે આવી સ્થિતિમાં ગુરુ દોષોનું અવધારણ ન કરી શકેઃસ્થિર ચિત્તે સાંભળી ન શકે. ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના ન કરવી. કારણ કે ગુરુ શારીરિક દષ્ટિએ અસહિષ્ણુ હોય તો આલોચના સાંભળવામાં સમય જતાં આહાર ઠંડો થઈ જાય વગેરે દોષો થવાનો સંભવ છે. ટબ વગેરેમાં વડીનીતિ કરતા હોય ત્યારે આલોચના ન કરવી જોઈએ. કારણ કે સાધુની વિદ્યમાનતાના કારણે ક્ષોભ થવાથી ઝાડો ન ઉતરે, અથવા ઝાડો રોકી રાખે તો રોગ થાય, યાવતું મૃત્યુ પણ થાય, ઈત્યાદિ દોષોનો સંભવ છે. [૩૨૭] उक्तार्थप्रकटनार्थं चाह भाष्यकार: कहणाई वक्खित्ते, विगहाई पमत्त अनओ व मुहे । अंतर अकारगं वा, नीहारे संक मरणं वा ॥ ३२८ ॥ दारं ॥ વૃત્તિ:- 1 વ્યારાતા || ઉક્ત અર્થને સ્પષ્ટ કરવા ઓઘનિયુક્તિના ભાષ્યકાર કહે છે– ગુરુ ધર્મકથા વગેરેથી વ્યાક્ષિપ્ત હોય, બીજા કોઈ તરફ મુખ હોય, વિકથા વગેરેથી પ્રમત્ત હોય ત્યારે આલોચના ન કરે. ગુરુ આહાર કરતા હોય ત્યારે આલોચના ન કરે. કારણ કે આલોચના સાંભળે તેટલો સમય આહાર કરવામાં અંતરાય થાય, અથવા આહાર ઠંડો થાય. ગુરુ નીહાર કરતા હોય ત્યારે પણ આલોચના ન કરે. કારણ કે સાધુથી થયેલ ક્ષોભથી ઝાડો ન ઉતરે, અથવા ઝાડો રોકી રાખે તેથી મરણ પણ થાય. [૩૨૮] अव्वक्खित्तं संतं, उवसंतमुवट्ठियं च नाऊणं । अणुनविउं मेहावी, आलोएज्जा सुसंजए ॥ ३२९ ॥ वृत्तिः- 'अव्याक्षिप्तं सन्तमुपशान्तमुपस्थितं च ज्ञात्वा अनुज्ञाप्य मेधावी आलोचयेत् सुसंयत' इति गाथासमासार्थः ।। ३२९ ॥ આથી બુદ્ધિશાલી સુસાધુ ગુરુને અવ્યાક્ષિપ્ત, ઉપશાંત અને ઉપસ્થિત થયેલા જાણીને પૂછીને આલોચના કરે. ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. [૩૨૯] व्यासार्थमाह कहणाइ अवक्खित्तं, कोहादुवसंत वट्ठियमुवत्तं । संदिसहत्ति अणुण्णं, काऊण विदिन्न आलोए ॥३३० ॥ दारं ।। वृत्तिः- 'धर्मकथादिना अव्याक्षिप्तं'-निर्व्यापारं, 'क्रोधादिनोपशान्तं', तदनासेवनेन, 'उपस्थितम्-उपयुक्तमा'लोचनाश्रवणे, तमित्थभूतं विज्ञाय 'सन्दिशतेत्येवमनुज्ञां कृत्वा वितीर्णे' दत्ते प्रस्ताव इति गम्यते ततः 'आलोचयेत्' निवेदयेदिति गाथार्थः ॥ ३३० ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy