________________
૨૪૮ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
શુભયોગ કર્મક્ષયનું કારણ હોવાથી સાધુ શું કરે છે તે કહે છે
ભિક્ષાસંબંધી અતિચારોનું ચિંતન શુભયોગ છે. આથી સાધુ ભિક્ષા લેતી વખતે (દોષો ટાળવામાં) ઉપયોગવાળો હોવા છતાં અમ્મલિત ચારિત્રના પાલન માટે ચારિત્રમાં સૂક્ષ્મ પણ કોઈ અલના ન રહી જાય એ ઉદેશથી ભિક્ષાસંબંધી અતિચારો ચિંતવે છે. [૩૨૩] पक्षान्तरमाह
कायनिरोहे वा से, पायच्छित्तमिह जं अणुस्सरणं ।
तं विहिआणुट्ठाणं, कम्मक्खयकारणं परमं ॥ ३२४ ॥ वृत्तिः- 'कायनिरोधो वा'-ऊर्ध्वस्थानादिलक्षण: 'से' तस्य कायिकाद्युत्सर्गकर्तुः सामान्यागतस्य वा 'प्रायश्चित्तमिह' कायिकादीर्यापथिकायां 'यत्पुनः स्मरणं' सामुदानिकातिचाराणामिति गम्यते 'तद्विहितानुष्ठान'मेव यतीनां, एतच्च 'कर्मक्षयकारणं परम 'मिति गाथार्थः ।। ३२४ ।।
બીજો વિકલ્પ કહે છે
અથવા ભિક્ષાટનમાં લઘુનીતિ આદિ કરનારનું કે સામાન્યથી (= લઘુનીતિ આદિ કર્યા વિના ભિક્ષાટન કરીને) આવેલાનું લઘુનીતિ આદિની ઈરિયાવધિમાં કેવળ (= લોગસ્સના ચિંતન વિના) કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત્ત છે તથા ભિક્ષાસંબંધી અતિચારોનું ચિંતન એ તો સાધુઓનું વિહિત જ અનુષ્ઠાન છે, અર્થાત્ દોષો લાગ્યા હોય કે ન લાગ્યા હોય, પણ ભિક્ષા લઈ આવ્યા પછી દોષોનું ચિંતન કરવું એવું વિધાન છે. કેમ કે એ કર્મક્ષયનું શ્રેષ્ઠ કારણ છે. [૩૨૪] पराभिप्रायमाशङ्क्य परिहरनाह
जइ एवं ता किं पुण, अन्नत्थवि सो न होइ नियमेण ।
पच्छित्तं होइ च्चिअ, अणिअमओ जं अणुस्सरणे ॥ ३२५ ॥ वृत्ति:- 'यद्येवं' कायनिरोध एव तत्र प्रायश्चित्तं तत्किपुनरन्यत्रापि'-भिक्षाटनादिव्यतिरेकेण कायिकागमनादौ 'असौ'-कायनिरोध एव चतुर्विंशतिस्तवानुस्मरणशून्यो 'न भवति नियमेन' अवश्यंतया 'प्रायश्चित्त 'मिति ? अत्र गुरुराह-'भवत्येव', न च भवति, कुत इत्याह-'अनियम एव यद्' यस्माद् ‘अनुस्मरणे', तथाहि-न चतुर्विंशतिस्तव एव तत्रापि चिन्त्येत, अपि तु यत्किञ्चित्कुशलमिति एतावता च नः प्रयोजनमित्यलं प्रसङ्गेन इति गाथार्थः ॥ ३२५ ॥
બીજાના અભિપ્રાયને મનમાં કલ્પીને તેનું નિરાકરણ કરે છે–
જો ભિક્ષાટનમાં લઘુનીતિ આદિની ઈરિયાવહિમાં કેવળ (= લોગસ્સના ચિંતન વિના) કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત્ત છે. તો ભિક્ષાટન આદિ સિવાય પણ લઘુનીતિ આદિની ઈરિયાવધિમાં ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ)ના ચિંતન વિના કેવળ કાયોત્સર્ગ જ પ્રાયશ્ચિત્ત ન થાય? અહીં ગુરુ ઉત્તર આપે છે કે થાય જ, અર્થાત્ ભિક્ષાટનાદિ સિવાય પણ લઘુનીતિ આદિની ઈરિયાવહિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org