________________
૨૪૬ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કાઉસ્સગ્ગ કેવી રીતે કરવો એ કહે છે–
કાઉસ્સગ્નમાં નીચે જાનથી ચાર આંગળ છેટે રહે અને ઉપર નાભિથી ચાર આંગળ છેટે (નીચે) રહે એ રીતે હાથની કોણીઓથી ચોલપટ્ટો કે પડલા ધારી રાખે, તથા જમણા હાથે મુહપત્તિ અને ડાબા હાથે રજોહરણ રાખીને પગના આગળના ભાગમાં (આંગળીના ભાગ આગળ) ચાર આંગલ (અને પાછળ તેથી કંઈક ઓછું) બે પગ વચ્ચે આંતરું રહે તેમ યોગ્ય સ્થાને ઊભો રહીને કાયોત્સર્ગ કરે. [૩૧૮-૩૧૯].
काउस्सग्गंमि ठिओ, चिंते समुदाणिए अईयारे ।
जा निग्गमप्पवेसो, तत्थ उ दोसे मणे कुज्जा ॥ ३२० ॥ वृत्तिः- स चैवं 'कायोत्सर्गे स्थितः' सन् 'चिन्तयेत् सामुदानिकानतिचारान्', समुदानंभिक्षामीलनं तत्र भवान् पुरःकादीन्, तदवधिमाहुः-'यावन्निर्गमप्रवेशौ', 'जा य पढमभिक्खा लद्धा जा य अवसाणिल्ला' 'तत्र तु दोषान्'-पुरःकादीन् ‘मनसि कुर्यात्', यतो निवेदनीयास्ते મુરરિતિ માથાર્થ: | ૩૨૦ |
આ રીતે કાયોત્સર્ગમાં રહેલો સાધુ ભિક્ષા માટે નીકળે ત્યાંથી આરંભી ઉપાશ્રયમાં પ્રવેશ કરે ત્યાં સુધીમાં ભિક્ષામાં લાગેલા પુર:કર્મ વગેરે અતિચારોને ચિતવે. (ક્યારે કયો અતિચાર લાગ્યો એમ યાદ કરે) અને પછી તે દોષોને મનમાં ધારી રાખે. કારણ કે તે દોષોની ગુરુ પાસે આલોચના કરવાની છે – તે દોષો ગુરુને કહેવાના છે. સમુદાન એટલે (જાદા જુદાં ઘરોમાં ફરીને) ભિક્ષા મેળવવી. [૩૨]
ते उ पडिसेवणाए, अणुलोमा होति विअडणाए अ ।
पडिसेवविअडणाए, इत्थं चउरो भवे भंगा ॥ ३२१ ॥ वृत्तिः- 'ते तु' दोषाः 'प्रतिसेवनया' आसेवनारूपया' ऽनुलोमा भवन्ति'-अनुकूला भवन्ति, 'विकटनया' आलोचनया 'च, प्रतिसेवनायां विकटनायां' च पदद्वये 'चत्वारो भङ्गा भवन्ति', तद्यथा-प्रतिसेवनयाऽनुलोमा विकटनया च, तथा प्रतिसेवनया न विकटनायां, तथा न प्रतिसेवनया विकटनायां, तथा न प्रतिसेवनया न विकटनयेति गाथार्थः ॥ ३२१ ॥
અહીં ચિંતનના આસવના અને આલોચના એ બે પદોથી ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે :
૧ આસેવનાથી અનુકૂળ, આલોચનાથી પણ અનુકૂળ. ૨ આસેવનાથી અનુકૂળ, આલોચનાથી અનુકૂળ નહિ. ૩ આસેવનાથી અનુકૂળ નહિ, આલોચનાથી અનુકૂળ. ૪ આસેવનાથી અનુકૂળ નહિ, આલોચનાથી પણ અનુકૂળ નહિ.
તેમાં જે ક્રમથી દોષોનું સેવન થયું હોય તે ક્રમથી દોષોને ચિંતવે એ આસવનાથી અનુકૂળ છે. પ્રાયશ્ચિત્તવૃદ્ધિના ક્રમથી દોષો ચિંતવે તે આલોચનાથી અનુકૂળ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org