________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૧૨૭
ક્ષેત્ર અભિગ્રહને કહે છે–
હવે કહેવાશે તે ગોચર ભૂમિઓ પ્રમાણે ફરતાં જે મળે તે જ લેવાનો નિયમ, અથવા ઉંબરાની વચ્ચે ઉભા રહીને (ચંદનબાળાએ શ્રી મહાવીરસ્વામીને વહોરાવ્યું હતું તેમ) વહોરાવે તો જ લેવાનો નિયમ, અથવા સ્વગ્રામ કે પરગ્રામમાંથી જે મળે તે જ લેવાનો નિયમ, અથવા અમુક ધારેલા ઘરોમાંથી જે મળે તે જ લેવાનો નિયમ, એ વગેરે) ક્ષેત્રઅભિગ્રહ છે. [૨૯૯] गोचरभूमिप्रतिपादनायाह
उज्जुग १ गंतुं पच्चागइआ २ गोमुत्तिआ ३ पयंगविही ४ ।
पेडा ५ य अद्धपेडा ६, अभितर ७ बाहि संबुक्का ८ ॥३०० ॥ वृत्ति:- 'ऋज्वी गत्वाप्रत्यागतिर्गोमूत्रिका पतङ्गविथि: पेडा चार्द्धपेडा अभ्यन्तरबहिःसंबुक्के ति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चायम्-"उज्जुगा आदिओ चेव हिंडतो उज्जुगं जाति तोंडाउ सन्नियट्टइ, गंतुं पच्चागइयाए तोंडं गंतूण तत्थ गहणं करेति आइओ सन्नियट्टइ, गोमुत्तिया वंकोवलिया, पयंगविही अणियया पयंगुडणसरिसा, पेडा पेलिगा इव चउक्कोणा, अद्धपेडा इमीए चेव अद्धसंठिया घरपरिवाडी, अभितरसंबुक्का बाहिरसंबुक्का य संखणाहिवित्तोवमा, एगीए अंतो आढवति बाहिरओ सनियट्टइ, इयराए विवज्जउ'त्ति ॥ ३०० ॥
ગોચર ભૂમિઓને જણાવે છે
ઋજવી, ગ–ાપ્રત્યાગતિ, ગોમૂત્રિકા, પતંગવીથિ, પેટા, અર્ધપટા, અત્યંતરસંબૂકા અને બહિઃશબૂકા એ આઠ ગોચર ભૂમિઓ છે. આ ગાથાનો અક્ષરાર્થ છે. ભાવાર્થ તો વૃદ્ધસંપ્રદાયથી જાણવો. વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે- ૧-ઋજવી એટલે સરળ. ઉપાશ્રયમાંથી નીકળેલો સાધુ સીધા માર્ગે એકશ્રેણિમાં રહેલા ઘરોમાં ક્રમશઃ ફરતાં છેલ્લા ઘર સુધી આવે, આટલા ઘરોમાંથી ભિક્ષા ન મળે તો પણ બીજે ક્યાંય ગયા વિના સીધા માર્ગે ઉપાશ્રયમાં પાછો આવે તે ઋજવી. જેમાં ૨ગત્વા=એક શ્રેણિમાં ફરી પ્રત્યાગતિ પાછા ફરતાં બીજી શ્રેણિમાં વહોરો આવે તે ગત્યાપ્રત્યાગતિ. ઋજવીની જેમ એક ગૃહશ્રેણિમાં ફર્યા પછી પાછો ફરતો સાધુ સીધા માર્ગે બીજી ગૃહશ્રેણિમાં છેલ્લા ઘર સુધી ફરીને ઉપાશ્રયમાં આવે તે ગ–ાપ્રત્યાગતિ. ૩-ગોમૂત્રિકા એટલે બળદના જમીન ઉપર પડેલા પેશાબના આકારના જેવી. સામ સામે શ્રેણિમાં રહેલાં ઘરોમાં ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, પુનઃ જમણી શ્રેણિના ઘરથી ડાબી શ્રેણિના ઘરમાં, વળી પુનઃ ડાબી શ્રેણિના ઘરથી જમણી શ્રેણિના ઘરમાં, એમ બંને શ્રેણિઓમાં એક એક ઘર ક્રમશઃ ફરે તે ગોમૂત્રિકા. ૪-જેમાં પતંગની જેમ વીથિ ફરવાનો માર્ગ હોય તે પતંગવીથિ. જેમ પતંગ ઉડી ઉડીને અનિયત ગતિથી ઉડે-ફરે તેમ સાધુ વચ્ચે વચ્ચે ઘરો છોડીને અનિયત ક્રમથી ફરે તે પતંગવીથિ. પ-પેટા એટલે પેટી. પેટી જેવા ચોરસ વિભાગમાં ઘરોને કલ્પીને વચ્ચેના ઘરો છોડી દે અને છેડે રહેલા ઘરોમાં ચારેય દિશામાં સમશ્રેણિએ ફરે તે પેટા. ૬-અર્ધપેટાના આકાર જેવું પરિભ્રમણ જેમાં થાય તે અર્ધપેટા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org