________________
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જ ઉપયોગવાળા, હવે કહેવાશે તે દ્રવ્યાદિ અભિગ્રહોથી યુક્ત સાધુઓ મોક્ષના ઉદ્દેશથી (અને) સર્વભાવથી ભિક્ષા માટે ફરે. અહીં “મોક્ષના ઉદ્દેશથી' એમ કહીને એ સૂચિત કર્યું છે કે ભિક્ષાટન રૂપ અનુષ્ઠાન મોક્ષ માટે વિહિત છે, અર્થાત્ જિનેશ્વરોએ મોક્ષ મેળવવા માટે ભિક્ષાટન કરવાનું કહ્યું છે, સ્વાદપોષણ આદિ માટે નહિ.
પ્રશ્ન- સર્વમાન=સર્વભાવથી એ પદનો શો અર્થ છે?
ઉત્તર- સર્વભાવથી એટલે સર્વભાવોના ઉદ્દેશથી (=ભાવનાથી), અર્થાત ભિક્ષા મેળવીને આહારથી દેહનું પોષણ કરીને હું વેયાવચ્ચ વગેરે સર્વભાવોની યોગોની સાધના કરીશ એવા ઉદ્દેશથી સાધુઓ ભિક્ષા માટે ફરે. કારણ કે જેમ ભિક્ષાટન મોક્ષ માટે છે, તેમ સાધુઓની વેયાવચ્ચ વગેરે સર્વભાવો ( યોગો કે અનુષ્ઠાનો) પણ મોક્ષ માટે છે. આનાથી એ સૂચિત કર્યું છે કે ભિક્ષાટનનો પરંપર ઉદ્દેશ મોક્ષ છે, અને અનંતર ઉદ્દેશ વેયાવચ્ચ વગેરે સર્વભાવ છે. શ્લોકમાં મોવરઉર્દી પદથી પરંપર ઉદ્દેશ અને સવ્વપાવેd પદથી અનંતર ઉદ્દેશ જણાવ્યો છે. [૨૯૭] अभिग्रहानाह
लेवडमलेवढं वा, अमुगं दव्वं व अज्ज घिच्छामि ।
अमुगेण व दव्वेणं, अह दव्वाभिग्गहो चेव ॥ २९८ ॥ वृत्तिः- 'लेपवत्' जगादि तन्मिश्रं वा 'अलेपवद्वा' तद्विपरीतम् 'अमुकं द्रव्यं वा' मण्डकादि 'अद्य ग्रहीष्यामि, अमुकेन वा द्रव्येण' दीकुन्तादिना 'अथ' अयं 'द्रव्याभिग्रहो' नाम साध्वाचरणाविशेष इति गाथार्थः ।। २९८ ।।
(દ્રવ્યાદિ અભિગ્રહવાળા સાધુ એમ કહ્યું, તેથી હવે સાધુના દ્રવ્યાદિ અભિગ્રહોને વર્ણવે છે, તેમાં પહેલાં) દ્રવ્ય અભિગ્રહો કહે છે
આજે હું “લેપવાળા=ચિકાસવાળાં રાબ વગેરે, અથવા લેપમિશ્રિત, અથવા લેપરહિત= રૂક્ષ કઠોળ વગેરે, અથવા ખાખરો વગેરે અમુક જ દ્રવ્યો લઈશ” એવો નિયમ, અથવા “કડછી, ભાલાની અણી વગેરે અમુક જ દ્રવ્યથી વહોરાવે તો લઈશ” એવો નિયમ, એ (વગેરે) દ્રવ્યઅભિગ્રહ છે. [૨૯૮] क्षेत्राभिग्रहमाह
अट्ठ उ गोअरभूमी, एलुगविक्खंभमित्तगहणं च ।
सग्गामपरग्गामे, एवइअ घरा य खित्तंमि ॥ २९९ ॥ वृत्तिः- 'अष्टौ गोचरभूमयो' वक्ष्यमाणलक्षणाः तथा 'एलुकविष्कम्भमात्रग्रहणं च', यथोक्तं "एलुकं विक्खंभइत्ता' तथा 'स्वग्रामपरग्रामयोरेतावन्ति च गृहाणि क्षेत्र' इति क्षेत्रविषयोऽभिग्रह इति गाथार्थः ॥ २९९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org