________________
૨૩૦ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
જિનેશ્વરોની આવી આજ્ઞા કેમ છે એ કહે છે–
જેમ જે ઔષધ કરવાથી રોગ મટે તે ઔષધ રોગનાશનો ઉપાય છેરોગ નાશ માટે તે ઔષધનો ઉપયોગ કરાય છે, તેમ જે અનુષ્ઠાનથી રાગાદિ દોષો ઘટે અને પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય થાય તે અનુષ્ઠાન મોક્ષનો ઉપાય છે=મોક્ષપ્રાપ્તિ માટે તે ઉપાય કરવો જોઈએ. ઉત્તમવૈદ્યશાસ્ત્રમાં
દેશ, કાલ અને રોગને આશ્રયીને તેવી સ્થિતિ સર્જાય છે કે જેમાં ન કરવા જેવું કરવા લાયક બને, અને કરવા જેવું કાર્ય છોડવું પડે.” उक्तमानुषङ्गिकं, प्रकृतमाह
विटिअ बंधणधरणे, अगणी तेणे अ दंडिअक्खोहे ।
उउबद्धधरणबंधण वासासु, अबंधणे ठवणा ॥ २८२ ॥ वृत्तिः- 'विण्टिकाबन्धन'मिति प्रत्युपेक्ष्योपधि कार्य, 'धारणं' च पात्रस्य, 'तं च रयत्ताणंपि संवलित्ता धारिज्जइ न निक्खिप्पइ' किमित्येतदेवमित्याह-'अग्नौ स्तेने दण्डिकक्षोभे च' दोषसम्भवात्, अग्न्यादयश्च प्राय ऋतुबद्धे भवन्ति, न वर्षाकाले, इत्यत आह-'ऋतुबद्धे धारणबन्धने', धारणं पात्रस्य बन्धनं तूपधेः, 'वर्षास्वबन्धनो पधे: ‘स्थापना' च पात्रस्य, अन्ये त्वाहुः--'ठवणा य पुण मत्तयस्से'ति गाथासमुदायार्थः ॥ २८२ ॥
આટલું આનુષંગિક કહ્યું, હવે પ્રસ્તુત કહે છે–
ઉપધિનું પડિલેહણ કરીને વિટિયો બાંધવોઃઉપધિ બધી ભેગી વીંટીને બાંધી દેવી. પાત્ર પોતાની પાસે રાખવું. રજસ્ત્રાણ પણ વાળીને પાસે રાખવું, દૂર ન મૂકવું. તેમ ન કરવાથી આગ, ચોર અને રાજ્યના ભય પ્રસંગે દોષો લાગે. (કેવી રીતે દોષો લાગે તે હવે કહેશે.) અગ્નિ વગેરે પ્રાયઃ શેષકાળમાં સંભવે, વર્ષાકાલમાં નહિ. આથી જ ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે કે ઋતુબદ્ધ કાળમાં પાત્રાને પાસે રાખવું અને ઉપધિને બાંધવી. વર્ષાકાલમાં ઉપધિન બાંધવી અને પાત્ર પોતાનાથી દૂર મૂકવું. બીજાઓ તો કહે છે કે (વર્ષાકાલમાં) માત્રક પણ પોતાનાથી દૂર મૂકવું. આ પ્રમાણે ગાથાનો સંક્ષેપથી અર્થ કહ્યો. [૨૮૨] अवयवार्थं त्वाह
रयताण भाणधरणं, उउबद्धे निक्खिविज्ज वासासु ।
अगणी तेणभए वा, रज्जक्खोभे विराहणया ॥ २८३ ॥ वृत्तिः- 'रजस्त्राणभाजनधरणं ऋतुबद्धे' कुर्यात्, 'निक्षिपेद्वर्षासु' भाजनमपि, अधारणे दोषमाह-'अग्नौ स्तेनभये राज्यक्षोभे वा विराधना' संयमात्मनोर्भवतीति गाथार्थः ॥ २८३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org