________________
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद
પડિલેહણ-પ્રમાર્જન કરતી વખતે પાત્રને પડી જવાના ભયથી (પડીને ફૂટી ન જાય એ માટે) જમીનથી ચાર આંગળ અદ્ધર રાખવું, તેનાથી વધારે અદ્ધર ન રાખવું. (પાત્ર પડિલેહણ) કરીને ક્યાં મૂકવાં એ અંગે કહ્યું છે કે-) “ઋતુબદ્ધકાળમાં (શિયાળા-ઉનાળામાં) પાત્રને દૂર ન મૂકતાં પાસે રાખે, રજસ્રાણને પણ વાળીને પાસે રાખે. ચોમાસામાં પાત્રને રાખવાનો વિધિ હવે કહેવાશે.’’ [૨૭૬]
૨૨૮ ]
दाहिणकरेण कोणं, धेत्तुत्ताणेण वाममणिबंधे ।
खोडेज्ज तिनि वारे, तिन्नि तले तिन्नि भूमीए ॥ २७७ ॥
वृत्ति:- ('दक्षिणेन करेणो 'त्तानेन पात्रस्य 'कोणं' - कर्णं 'गृहीत्वा' पात्रमवाङ्मुखं कृत्वा 'वामहस्तस्य मणिबन्धे त्रीन् वारान् प्रस्फोटयति', तत' स्त्रीन्' वारान् 'हस्ततले, त्रीन्' वारान् ‘ભૂમિાયા'મિતિ) ॥ ૨૭૭ ॥
ત્રણ વાર પ્રસ્ફોટન કેવી રીતે કરે તે કહે છે—
ચત્તા (?) જમણા હાથથી પાત્રને કાંઠેથી (કિનારીથી) પકડીને ઉંધું કરીને ડાબા હાથના મણિબંધ ઉપર ત્રણ વાર (ધીમેથી) પ્રસ્ફોટન કરે=અથડાવે, પછી ત્રણવાર હાથના તળિયા ઉપર પ્રસ્ફોટન કરે, પછી ત્રણ વાર જમીન ઉપર પ્રસ્ફોટન કરે. [૨૭૭]
साम्प्रतं न पात्राणां भूमौ स्थापनं क्रियते, तद्वत्सर्वमेव न कर्त्तव्यमित्याशङ्कानिवृत्त्यर्थमाहकालपरिहाणिदोसा, सिक्कगबंधेऽऽवि विलइए संतो ।
સો વ વિદ્દો સમ્મ, જાયજો અપ્પમત્તેનં ॥ ૨૭૮ ॥
वृत्ति:- 'कालपरिहाणिदोषाद्' दुष्षमालक्षणकालपरिहाण्यपराधेन 'सिक्कगबंधेऽपि' पात्र इति गम्यते ' विलगिते सति', कीलकादौ प्रमादभङ्गभयेन, 'एष एव विधिर 'नन्तरोदितः 'सम्यग् ' अन्यूनातिरिक्तः 'कर्त्तव्यः अप्रमत्तेन', न स्थापनत्यागवत् सर्वत्याग एव कार्यः, तस्य પૂર્વાચાર્યયેવારિતત્વાવિતિ ગાથાર્થઃ ॥ ૨૭૮ ॥
હમણાં પાત્રાંને ભૂમિ ઉપર રાખવામાં આવતાં નથી, એથી જેમ પાત્રાંને ભૂમિ ઉપર રાખવાનો વિધિ હોવા છતાં હમણાં તે કરવામાં આવતો નથી, તેમ પાત્ર સંબંધી બીજો પણ બધો જ વિધિ ન કરવો એવી શંકાને દૂર કરવા કહે છે—
દુષ્યમા રૂપ હીનકાલના દોષથી પાત્રને સિક્કા વગેરે ઉપર ઊંચે રાખવામાં આવે છે. પાત્રાં
૧. આ સાક્ષીપાઠ ખરેખર તો ૨૮૨મી ગાથામાં સમુચિત ગણાય, અહીં કેમ મૂકાયો એ વિચારણીય છે.
૨. આ ગાથા મુદ્રિત પ્રતમાં અશુદ્ધ છપાણી હતી. આથી મેં બૃહત્કાલ્પની ૬૬૬મી ગાથાના આધારે તેને સુધારી છે. તથા મુદ્રિત પ્રતમાં એના ઉપર ટીકા નથી. મુદ્રિત પ્રતના સંપાદકે ગાથાના આધારે કાઉંસમાં ટીકા લખી છે. આથી મેં આ મુદ્રણમાં એ ગાથાની બૃહત્કલ્પની ટીકા અક્ષરશઃ કાઉંસમાં લીધી છે, અને એના આધારે અનુવાદ ક્યો છે. બૃહત્કલ્પમાં આ ગાથા ગૃહસ્થને ત્યાંથી પાત્રાં લાવવાના (વહોરવાના) અધિકારમાં છે. પાત્રને વહોરતાં પહેલાં આ રીતે પ્રસ્ફોટન કરવાથી જો તેમાં જીવો હોય તો ખ્યાલમાં આવી જાય. પ્રસ્ફોટન કરતાં પાત્રમાં જીવો દેખાય તો ન વહોરે, ન દેખાય તો વહોરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org