SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१२५ ત્યારબાદ (પાત્રને વીંટવાના વસ્ત્રને (=રજસ્ત્રાણને) પાત્રમાંથી લઈને) પાત્રકેસરિકાથી ઝોળીના ચારે ખૂણાનું (ખૂણાઓને પાત્રની ઉપર જ ભેગા રાખીને) પ્રમાર્જન કરે. ત્યારબાદ પાત્રકેસરિકાથી પાત્રના કાંઠાને ( કિનારીને) પ્રમાર્શે. કારણ કે પહેલાં પાત્રને ત્યાંથી પકડવાનું છે. પછી (પાત્ર કેસરિકાથી જો ત્રણ વાર અંદર અને ત્રણ વાર બહાર પાત્રાનું પડિલેહણ કરે. ત્યારબાદ પાત્રના તળિયાનું બહારના નીચેના મધ્યભાગનું) હવે કહેવાશે તે કાર્યોથી (=કારણોથી) વિધિપૂર્વક પડિલેહણ કરે. આ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે. આનો ભાવાર્થ વૃદ્ધપરંપરાથી જાણવો. વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે “પડલાઓનું પડિલેહણ કર્યા પછી પાત્રકેસરિકા પડિલેહે. પછી ગુચ્છાને ડાબા હાથની અનામિકા આંગળીથી પકડે. પછી પાત્રકેસરિકાથી ઝોળીના ચાર ખૂણાઓનું પ્રમાર્જન કરે. પછી અંદર-બહાર વગેરે બધી તરફથી પાત્રને પડિલેહે, તેમાં પહેલાં પાંચ ઈંદ્રિયોથી ઉપયોગ મૂકે, પછી મુહપત્તિથી અંદરથી ત્રણ વાર અને બહારથી પણ ત્રણ વાર પાત્રને પ્રમાર્જ. પછી ભૂમિથી ચાર આંગળ અદ્ધર રહે તે રીતે ડાબા હાથથી પાત્રને પકડીને તેના તળિયાનું નિરીક્ષણ કરે.” [૨૭૧] વિનિમિત્તમ્ ?, fમ: કારરિત્યાદ मूसगरयउक्केरे, घणसंताणए इअ । उदए मट्टिया चेव, एमेआ पडिवत्तिओ ॥ २७२ ॥ वृत्तिः- 'मूषकरजउत्करः घनसन्तानकश्च उदकं मृच्चैव, एवमेताः प्रतिपत्तयः' कायापत्तिस्थानानीति श्लोकसमुदायार्थः ।। २७२ ।। હવે કયાં કારણોથી પાત્રના તળિયાનું નિરીક્ષણ કરે તે કહે છે– મૂષક રજઉત્કર, ઘનસંતાન, પાણી અને માટી-આ જીવોને પાત્રમાં આવવાનાં સ્થાનો છે. આ શ્લોકનો સામાન્ય અર્થ છે. (મૂષક રજઉત્કર- કદાચ ઉંદરે જમીનમાં કરેલા બીલની સચિત્ત ધૂળ પાત્રના તળિયે લાગી હોય. ઘનસંતાન- કરોળિયાએ તંતુની જાળ કરી હોય. પાણી- નીચેની જમીન ભીની હોવાથી તેમાંથી ફૂટેલું (ભેજનું) પાણી લાગેલું હોય. માટી- નીચેની જમીન ભીની હોવાથી ભૂમિને ભેદીને (સચિત્ત) માટી લાગી હોય.) [૨૭૨] अवयवार्थं त्वाह नवगनिवेसे दूराओ, उक्किरो मूसएहिं उक्किण्णो । निद्धमही हरतणुओ, ठाणं भित्तूण पविसिज्जा ॥ २७३ ॥ વૃત્તિઃ- “નવનિ' પ્રમાવિતિ તે “સૂરસ્' પીરાત્ “:' વિરંથિवीरजोलक्षणः 'मूषकैरुत्कीर्णो' भवेद्, व्याख्यातं रजोद्वारम्, अधुना घनसन्तानद्वारमुल्लङ्घयैकेन्द्रियसाम्यादुदक-द्वारमाह-'स्निग्धमह्यां' क्वचिदनूपदेशे हरतनुस्थापनं'पात्रस्थापन भित्त्वा प्रविशेत्', स्थापनग्रहणं पात्रबन्धाधुपलक्षणं, स उर्ध्वगामी उदकबिन्दुहरतनुरभिधीयत इति गाथार्थः ॥ २७३ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy