________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
प्रत्युपेक्षणाविधिमाह
भाणस्स पास बिट्टो, पढमं सोआइएहिं काऊणं । उवओगं तल्लेसो, पच्छा पडिलेहए एवं ॥ २६९ ॥
वृत्ति:- 'भाजनस्य पार्श्व उपविष्ट' इत्यत्र मात्रकाद् वितस्त्यन्तरं व्यवस्थापितस्य मूलभाजनस्य आसन्ने उपविष्टः 'प्रथमं' मुखवस्त्रिकां प्रत्युपेक्ष्य 'श्रोत्रादिभिः कृत्वोपयोग 'मिति, अत्र पश्चानुपूर्व्या श्रोत्रग्रहणं सर्वेन्द्रियोपयोगख्यापनार्थं, तथा च वृद्धसम्प्रदाय:- पढमं चक्खुणा उवउज्जर, जाहे बाहिं न दिट्टं भवति ततो सोएणं अंतो अतिगयं हविज्जा, ततो घाणेण किक्किसिंघणं वा, जत्थ गंधो तत्थ रसो, फासे उवरि पडलाण हत्थं दिज्जा, एवं श्रोत्रादिभिः कृत्वोपयोगं 'तल्लेश्यः' सन्तद्भावपरिणत इत्यर्थ:, 'पश्चात्' तदुत्तरकालं 'प्रत्युपेक्षेत' भाजन' मेवं' - वक्ष्यमाणेन प्रकारेणेति ગાથાર્થઃ ॥ ૨૬૬ ||
પાત્રપ્રતિલેખનાનો વિધિ કહે છે—
માત્રકથી એક વેંતના આંતરે મૂકેલ મૂલપાત્રાંની પાસે બેઠેલો સાધુ પહેલાં મુહપત્તિનું પડિલેહણ કરે, પછી શ્રોત્ર વગેરે ઇંદ્રિયોથી ઉપયોગ મૂકે, પછી તેમાં જ એકાગ્ર થઈને હવે કહેવાશે તે રીતે પાત્રાંની પડિલેહણા કરે.
[૧૨૩
પ્રશ્ન- અહીં મૂળગાથામાં ‘સોઆäિ' એ સ્થળે શ્રોત્રંદ્રિય સિવાય બીજી કોઈ ઈંદ્રિયનો (સાક્ષાત્) ઉલ્લેખ ન કરતાં પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રંદ્રિયનો (સાક્ષાત્) ઉલ્લેખ કેમ કર્યો ?
ઉત્તર- સર્વ (પાંચેય) ઈંદ્રિયોથી ઉપયોગ મૂકવાનું જણાવવા પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રંદ્રિયનો (સાક્ષાત્) ઉલ્લેખ કર્યો છે.
ઈંદ્રિયોનો ઉપયોગ મૂકવામાં વૃદ્ધપરંપરા આ પ્રમાણે છે- “પહેલાં ચક્ષુથી ઉપયોગ મૂકે=જીએ. (જો પાત્રાની ઝોળીની બહાર જીવો દેખાય તો જયણાપૂર્વક દૂર મૂકે.) આંખથી બહાર જીવો ન દેખાય તો પછી અંદરના જીવોને જાણવા માટે શ્રોત્રથી ઉપયોગ મૂકે. (અવાજથી ભમરો-ભમરી આદિ જીવો હોય તો જાણી શકાય.) પછી નાસિકાથી લોહી (વગેરે)ને સૂંથે. (કોઈ જીવ ચગદાઈને મરી ગયો હોય તો લોહીની ગંધથી ખ્યાલ આવી જાય.) જ્યાં ગંધ હોય ત્યાં રસ હોય. (માટે ગંધ જાણવાનો પ્રયત્ન કરતાં ગંધના પુદ્ગલો ઉચ્છ્વાસ વગેરેથી હોઠને લાગે. જિલ્લાથી હોઠને સ્પર્શીને તે પુદ્ગલોના રસને જાણે. આમ રસથી પણ કોઈ જીવ મરી ગયો કે ચગદાઈ ગયો હોય તો જાણી શકાય.) સ્પર્શથી જાણવા પડલા ઉપર હાથ મૂકે. (જેથી જો ઉંદરડી વગેરે હોય તો તેના નિઃશ્વાસનો વાયુ શરીરે લાગવાથી ખબર પડી જાય.)” [૬૯]
तथा चाह
Jain Education International
मुहणंतएण गोच्छं, गोच्छगलइअंगुली उ पडलाई । उक्कुडुओ भाणवत्थे, पलिमंथाईसु तं न भवे ॥ २७० ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org