________________
૨૨૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
સાધુઓ તદન એદી છે, જેથી પોતાને રહેવાના સ્થાનની શુદ્ધિ પણ કરતા નથી વગેરે લોકનિંદા થાય.) જીવો ધૂળના સંસર્ગથી (દબાઈ જાય વગેરે કારણે) મૃત્યુ પામે, એથી પ્રાણઘાત દોષ લાગે. પગ ધૂળથી ખરડાય. ધૂળથી ખરડાયેલા પગને પંજ્યા વિના બેસવાથી ઉપધિ મલિન થાય. મલિન ઉપધિને ધુએ તો અને ન ધુવે તો પણ છકાયવિરાધના અને આત્મવિરાધના વગેરે દોષો લાગે જ. [૨૬૬] प्रतिद्वारगाथायां प्रमार्जनेति व्याख्यातं, साम्प्रतं पात्रकाण्यधिकृत्य प्रत्युपेक्षणामेवाह
चरिमाएँ पोरिसीए, पत्ताए भायणाण पडिलेहा ।
सा पुण इमेण विहिणा, पन्नत्ता वीयरागेहिं ॥ २६७ ॥ __ वृत्तिः- 'चरिमायां पौरुष्यां प्राप्तायां', चतुर्भागावशेषे प्रहर इत्यर्थः, 'भाजनानां प्रत्युपेक्षणा' क्रियते 'सा पुनरनेन'-वक्ष्यमाणलक्षणेन 'विधिना प्रज्ञप्ता 'वीतरागैः' तीर्थकरगणધતિ થઈ ર૬૭ /
મૂલદ્વાર (૨૩૦મી) ગાથાના પ્રમાર્જના' દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે પાત્રાને આશ્રયીને પ્રતિલેખનાને જ કહે છે–
"ચરિમ પોરિસી પૂર્ણ થતાં, અર્થાત પહેલા પ્રહરનો ચોથો ભાગ બાકી હોય ત્યારે, પાત્રાની પ્રતિલેખના કરવી. તીર્થકર અને ગણધરોએ તે પ્રતિલેખના આ (હવે કહેવાશે તે) વિધિથી કરવાની કહી છે. [૨૬] तत्र चरिमायां विधिनैव प्रत्युपेक्षणा कर्त्तव्या, यत आह
तीआणागयकरणे, आणाई अविहिणाऽवि ते चेव ।
तम्हा विहीऍ पेहा, कायव्वा होइ पत्ताणं ॥ २६८ ॥ वृत्तिः- 'अतीतानागतकरणे' अतिक्रान्तायां चरिमायां अप्राप्तायां वा प्रत्युपेक्षणाकरणे आज्ञादयः' आज्ञाऽनवस्थादयो दोषाः, 'अविधिनाऽपि' प्रत्युपेक्षणाकरणे ‘त एवाज्ञा'दय इति, यस्मादेवं 'तस्माच्च'रमायामेव 'विधिना' वक्ष्यमाणस्वरूपेण 'प्रत्युपेक्षणा' वक्ष्यमाणैव 'कर्तव्या भवति पात्रयोः', पुनः स्वाध्यायसंश्रये आचार्यप्रणामं कृत्वा तदभावे चाभिवन्द्योत्थायैवेति गाथार्थः ।। २६८ ॥
ચરિમપોરિસીમાં વિધિથી જ પ્રતિલેખના કરવી, તેનું કારણ જણાવે છે–
ચરિમ પોરિસી વીતી ગયા પછી અથવા પૂર્ણ થયા પહેલાં પ્રતિલેખના કરવામાં આજ્ઞાભંગ, અનવસ્થા વગેરે દોષો થાય. અવિધિથી પ્રતિલેખના કરવામાં પણ તે જ દોષો લાગે. આથી પોરિસી પૂર્ણ થતાં જ પ્રતિલેખના કરવી. પુનઃ સ્વાધ્યાયનો સમય થતાં આચાર્ય ભગવંતને પ્રણામ કરીને અને તેઓના અભાવે ઊભા થઈને માનસિક વંદન કરીને સ્વાધ્યાય કરે. પાત્રપ્રતિલેખનાનો વિધિ અને તેનું સ્વરૂપ હવે કહેવાશે. [૨૬૮]
૧. દિવસના પ્રારંભના પોણા પ્રહરની “ચરિમ’ પોરિસી એવી સંજ્ઞા છે. જાઓ નિશીથ ઉ. ૨ ગાથા ૧૪૨૬ની ચૂર્ણિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org