________________
૧૨૦ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આમાં અપવાદ આ પ્રમાણે છે- પ્રતિલેખનાના સમયે ચોર વગેરે કોઈ ગૃહસ્થ આવેલ હોય અને તેના દેખતાં યથોક્ત ક્રમથી ઉપધિનું પડિલેહણ કરવું યોગ્ય ન જણાય તો ઉપધિવિપર્યાસ કરે. કારણ કે સારી કિંમતી વસ્તુ કોઈ તેવા ગૃહસ્થને જોવામાં આવે તો કદાચ ચોરી જાય, અથવા પોતાને તેવી ન મળવાથી સંક્લેશ પણ થાય. કોઈ ગુરુભક્ત હોય તો પોતાના ગુરુની હલકી સામાન્ય કિંમતની વસ્તુ દેખીને પણ સંક્લેશ થાય. માટે ઉપધિવિપર્યાસ કરે.
ગુરુની ઉપધિનું પડિલેહણ મારે કરવું એવા અભિગ્રહધારીઓ ગુરુની ઉપધિનું પડિલેહણ કરનારા હોય ત્યારે ગુરુને પૂછીને તપસ્વી આદિ અન્યની પ્રતિલેખના કરે. આવા કોઈ કારણ વિના જ ક્રમ ન સાચવે તો વિપર્યાસ(વિપરીત) પ્રતિલેખના થાય. [૨૬૧] उपसंहरन्नाह
अप्पडिलेहिय दोसा, आणाई अविहिणावि ते चेव ।
तम्हा उ सिक्खिअव्वा, पडिलेहा सेविअव्वा य ॥ २६२ ।। दारं ॥ वृत्तिः- 'अप्रत्युपेक्षिते' उपधाविति गम्यते 'दोषाः' आज्ञादयः- 'आज्ञाऽनवस्थादयः, अविधिनाऽपि' प्रत्युपेक्षिते 'त एव' दोषा इति, यस्मादेवं 'तस्माच्छिक्षितव्या प्रत्युपेक्षणेति', तदुपलक्षिता प्रमार्जनादिक्रिया, 'सेवितव्या च' यथाऽऽगममिति गाथार्थः ॥ २६२ ।।
હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે–
ઉપધિની પ્રતિલેખના ન કરવાથી આજ્ઞાભંગ, અનવસ્થા (છકાય વિરાધના, મિથ્યાત્વ) વગેરે દોષો લાગે, અને અવિધિથી પ્રતિલેખના કરવાથી પણ તે જ દોષો લાગે. આથી પ્રતિલેખના શીખવીજાણવી જોઈએ અને આગમમાં કહ્યા મુજબ કરવી જોઈએ. પ્રતિલેખનાના ઉપલક્ષણથી પ્રમાર્જનાદિ ક્રિયા પણ શીખવી-જાણવી જોઈએ અને આગમમાં કહ્યા મુજબ કરવી જોઈએ. [૨૬૨] प्रतिद्वारगाथायां प्रत्युपेक्षणेति व्याख्यातमाद्यद्वारम्, अधुना द्वितीयद्वारमाह
पडिलेहिऊण उवहि, गोसंमि पमज्जणा उ वसहीए ।
अवरण्हे पुण पढमं, पमज्जणा पच्छ पडिलेहा ॥ २६३ ॥ वृत्तिः- 'प्रत्युपेक्ष्योपधिं'-मुखवस्त्रिकादिलक्षणं 'गोसे' प्रत्यूषसि तदनु 'प्रमाजना तु वसतेरिति, अपराह्ने पुनः प्रथमं प्रमाजना' वसतेः प्रथमं प्रमार्जना 'पश्चात्प्रत्युपेक्षणोप'धेरिति થાર્થ: તે રદ્દર | તત્ર
वसही पमज्जियव्वा, वक्खेवविवज्जिएण गीएण । . उवउत्तेण विवक्खे, नायव्वो होइ अविही उ ॥ २६४ ।।
૧. વસ્ત્રને આંખથી જોવું તે પ્રતિલેખના અને રજોહરણથી પૂંજવું તે પ્રમાર્જન, એમ પ્રતિલેખન અને પ્રમાર્જનમાં ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org