________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૨૬
यथाकृतानि' वस्त्रादीनि संयमोपकारकत्वात्, तथाकरणे तत्र बहुमानाद्, 'इतरे द्वे' उपकरणजातेअल्पपरिकर्मबहुपरिकर्मरूपे 'पश्चात्' तदुत्तरकालं प्रत्युपेक्षेतेति गाथार्थः ॥ २६० ॥
હવે અવિપર્યાસને કહે છે
જો અભિગ્રહધારી સાધુ ન હોય તો બધા સાધુઓએ પહેલાં ગુરુની (=આચાર્યની) ઉપધિ પડિલેહવી, પછી ક્રમશઃ તપસ્વી, ગ્લાન, નવદીક્ષિત, વૈયાવચ્ચ વગેરે કાર્યમાં રોકાયેલા વેયાવચ્ચી સાધુ વગેરેની ઉપધિપડિલેહવી, પછી પોતાની ઉપધિ પડિલેહવી. આ પુરુષની અપેક્ષાએ અવિપર્યાસ (=અવિપરીત) ક્રમ છે. ઉપકરણનો અવિપર્યાસ ક્રમ આ પ્રમાણે છે- પહેલાં યથાકૃત 'વસ્ત્રાદિની પ્રતિલેખના કરવી. કારણ કે યથાકૃત વસ્ત્રાદિ સંયમમાં (અધિક) ઉપકારી છે. પહેલાં તેની પ્રતિલેખના કરવાથી યથાકૃત વસ્ત્રાદિ ઉપર બહુમાન થાય છે. (યથાકૃત વસ્ત્રાદિ બહુમાનને પાત્ર છે.) પછી ક્રમશઃ અલ્પપરિકર્મ અને બહુપરિકર્મ એ બે પ્રકારના વસ્ત્રાદિની પ્રતિલેખના કરવી. [૬૦] इदानीमर्थतो गतमपि विपर्यासं विशेषाभिधानार्थमाह
पुरिसुवहिविवच्चासो, सागरिअ करिज्ज उवहिवच्चासं ।
आपुच्छित्ताण गुरुं, पडुच्च माणेतरे वितहं ॥ २६१ ॥ वृत्तिः- 'पुरुषोपधिविपर्यास' इति पुरुषविपर्यासो-गुरुं विहाय प्रत्याख्यानिन इत्यादिरूपः, उपधिविपर्यासस्तु प्रथमं बहुपरिकादेः तदनु यथाकृतस्य उपलक्षणत्वाच्चैतस्य पूर्वाह्ने प्रथम भाजनानां तदनु वस्त्राणां अपराह्ने विपर्ययः, एष विपर्यासः, अयं च न कर्त्तव्य इति, अपवादमाह'सागारिके' उपधौ तथा अनुचिते 'कुर्यादुपधिविपर्यासं', मा भूत् तत्र बहुमान इतरस्य वा सङ्क्लेश इति, एवं गुरोराभिग्राहिके सति 'आपृच्छ्यैव गुरुम्' आभिग्राहिकसम्पदा प्रभवति सति गुरौ 'इतर' इत्यन्येषां प्रत्याख्यानिप्रभृतीनां प्रत्युपेक्षेत, अन्यथा वितथ' मिति वितथं प्रत्युपेक्षणं મવતીતિ ગાથાર્થ: ૫ ર૬૨ ||
વિપર્યાસનો અર્થ જણાઈ ગયો હોવા છતાં વિશેષ કહેવા માટે વિપર્યાસનું વર્ણન કરે છે–
ગુરુની ઉપધિનું પડિલેહણ કર્યા વિના તપસ્વીની ઉપધિનું પડિલેહણ કરવું” વગેરે પુરુષસંબંધી વિપર્યાપ્ત છે. પહેલાં બહુપરિકર્મ વગેરે ઉપધિનું અને પછી યથાકૃતનું પડિલેહણ કરવું એ ઉપધિવિપર્યાસ છે. આના ઉપલક્ષણથી સવારે પહેલાં પાત્રાની પછી વસ્ત્રની, અને સાંજે પહેલા વસ્ત્રની પછી પાત્રાની પડિલેહણા કરવી એ પણ ઉપધિવિપર્યાસ છે. આ વિપર્યાસ ન કરવો જોઈએ.
૧. ગૃહસ્થ પાસેથી મેળવ્યા પછી જે વસ્ત્રાદિમાં ફાડવું, સાંધવું વગેરે પરિકર્મ ન કરવું પડે, જેવું હોય તેવું જ ઉપયોગમાં લઈ શકાય
તે યથાકૃત કહેવાય. ગૃહસ્થ પાસેથી મેળવ્યા પછી જે વસ્ત્ર ફાડવું, સાંધવું વગેરે થોડું પરિકર્મ કર્યા પછી ઉપયોગમાં લઈ શકાય તે અલ્પપરિકર્મ અને બહુ પરિકર્મ કર્યા પછી ઉપયોગમાં લઈ શકાય તે બહુપરિકર્મ કહેવાય, સાધુઓએ મુખ્યતયા યથાકૃત વસ્ત્રો વહોરવા જોઈએ. કારણ કે પરિકર્મવાળાં વસ્ત્રો વહોરવાથી પરિકર્મ કરવામાં સંયમવિરાધના, આત્મવિરાધના, સ્વાધ્યાય પલિમંથ (સ્વાધ્યાયહાનિ) વગેરે દોષો લાગે. યથાકૃત વસ્ત્રો ન મળે તો અલ્પપરિકર્મ વસ્ત્રો લઈ શકાય. અલ્પપરિકર્મ ન મળે તો છેવટે બહુપરિકર્મ વસ્ત્રો પણ લઈ શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org