SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૨૩ બીજા પણ પ્રતિલેખનાના દોષો કહે છે– પ્રશ્લથ એટલે વસ્ત્રને મજબૂત ન પકડવું. પ્રલંબ એટલે વસ્ત્ર લટકે તે રીતે એક છેડેથી પકડવું. લોલન એટલે વસ્ત્રને અવજ્ઞાથી ભૂમિ ઉપર કે હાથમાં હલાવવું વિઝોળવું. એકામર્ષ એટલે વસ્ત્રને પહોળું કરવું હોય વગેરે પ્રસંગે એક હાથથી પકડે. (આમર્ષ સ્પર્શ, અર્થાત્ પકડવું) અનેકરૂપધૂનન એટલે (પુરિમ વગેરેની) ત્રણ વગેરે સંખ્યાથી અધિકવાર વસ્ત્રને હલાવવું. પ્રમાણપ્રમાદ એટલે પ્રસ્ફોટન વગેરેની સંખ્યાના પ્રમાણમાં પ્રમાદ કરવો, અર્થાત્ પ્રસ્ફોટન વગેરેની આટલા થયા એમ ઉપયોગપૂર્વક ગણના ન કરવી. કિરણોપvi jન્ના = ચોક્કસ ગણના ન કરવાથી પ્રસ્ફોટન પૂરા થયા કે અધૂરા? ઈત્યાદિ શંકા થાય. આવી શંકા ન થાય માટે ચોક્કસ ગણના કરવાપૂર્વક પ્રતિલેખના કરવી જોઈએ. બીજાઓ સંધિનો વગેરે પદોનો અર્થ આ પ્રમાણે કરે છે- પ્રમાદથી શંકા થતાં (પાછળથી) ગણના કરે. આવું ન બને એ માટે પ્રમાદ જ ન કરવો જોઈએ. ગાથાનો આ સામાન્ય અર્થ કહ્યો. [૨૪૯]. अवयवार्थं त्वाह पसिढिलमघणं अणिरायगं व विसमगह लंब कोणे वा । दारं । भूमिकरलोलणया, कड्डणगहणेक्कआमोसा ॥ २५० ॥ दारं ॥ વૃત્તિ - “પ્રશ્નથી નિતિ પ્રવેશધનપ્રહ મનિરીતિં વા'પ્રશ્નથમતરિતfમત્વર્થ, प्रलम्बमाह-'विषमग्रहे लम्बमि'ति भवति, मध्य इति गम्यते, 'कोणे वा'-पर्यन्ते वा लम्बं भवति अपरान्तग्रहणेन, अन्ये तु अनिरायतमपि प्रलम्बभेदमेवाभिदधति, लोलनमाह-'भूमिकरयोर्लोलनम् आकर्षणग्रहणयोरेकामर्ष' इति, आकर्षणे-सामान्येन वेण्टिकायाः ग्रहणेऽङ्गुलित्रयग्राह्यमेकया गृह्णत इति, तथाऽत्र वृद्धसम्प्रदायः-"एगामोसा मज्झे चित्तूण वत्थं घसंतो णेति दोहिवि पासेहिं जाव गिण्हणा, अहवा तिहिं अंगुलीहिं घित्तव्वं तं एक्काओ चेव गिण्हइ"त्ति गाथार्थः ॥ २५० ॥ હવે (ઉક્ત ગાથાનો બે ગાથાઓથી) વિશેષ અર્થ કહે છે પ્રશ્લથ એટલે વસ્ત્રને મજબૂત ન પકડવું, અથવા વસ્ત્રને સંપૂર્ણ પહોળું કર્યા વિના પકડવું. પ્રલંબ એટલે વસ્ત્રને વાંકું પકડવાથી મધ્યમાં લાંબુ થાય, અથવા એક છેડેથી પકડવાથી છેડે લાંબુ થાય. બીજાઓ તો વસ્ત્રને સંપૂર્ણ પહોળું કર્યા વિના પકડવું એને પ્રલંબનો જ ભેદ કહે છે. લોલન એટલે વસ્ત્રને ભૂમિ ઉપર કે હાથમાં હલાવવું. આકર્ષણમાં=વસ્ત્રને પહોળું કરવામાં અને લેવામાં એક આકર્ષ સ્પર્શ કરે, અર્થાત્ એક હાથથી પકડે, અથવા ત્રણ આંગળીથી પકડવાને બદલે એક (કે બે) આંગળીથી પકડે તે એકામર્ષ. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે- એકામર્ષ એટલે વસ્ત્રને ૧. ટીકામાં માર્યા એમ આકર્ષણ શબ્દ છે. આકર્ષણ શબ્દનો શબ્દાર્થ તો ખેંચવું-તાણવું થાય. પડિલેહણમાં કંઈ ખેંચવાનું કે તાણવાનું હોતું નથી. આથી મેં આકર્ષણ એટલે પહોળું કરવું એવો ભાવાર્થ કર્યો છે. ૨. અહીં ટીકામાં “ગાઈને સચેત દિવાલા:"પદોનો અર્થ આ પ્રમાણે છે. સામાન્યતયા વિંટિયાને અંગુઠો અને તેની પાસેની ત્રણ આંગળીથી પકડવો જોઈએ, તેના બદલે એક આંગળી ભરાવીને પકડે. (આનો વિશેષ અર્થ બહુશ્રુતો પાસેથી જાણી લેવો.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy