________________
११२ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्ति:- 'गुर्ववग्रहादि अस्थानं' प्रत्युपेक्षितोपधेर्निक्षेप इति, 'प्रस्फोटनैव' भवति 'रेणुगुण्डिते' चैवेति, रेणुगुण्डितमेवायतनया प्रस्फोटयतः, 'विक्षिप्तेत्युत्क्षेपः ' 'सूचनात्सूत्र' मिति न्यायात् प्रत्युपेक्ष्य विविधैः प्रकारैः क्षिपत इत्यर्थः, 'वेदिकापञ्चकं' चोर्ध्ववेदिकादि, 'षड्दोषा' प्रत्युपेक्षणा इति गाथार्थः ॥ २४७ ॥
ગુરુનું અવગ્રહ વગેરે શિષ્યનું અસ્થાન છે. પડિલીધેલી ઉપધિ ગુરુનો અવગ્રહ વગેરે અસ્થાને મૂકવી તે અસ્થાનસ્થાપના. ધૂળવાળા વસ્ત્રનું અયતનાથી પ્રસ્ફોટન કરવું, અર્થાત્ ધૂળ કાઢવા ગૃહસ્થની જેમ વસ્ત્રને ઝાટકવું તે પ્રસ્ફોટના. પડિલેહણ કરીને વસ્ત્ર ગમે ત્યાં મૂકવું-ફેંકવું તે વિક્ષિપ્તા. વેદિકાના ઊર્ધ્વવેદિકા વગેરે પાંચ પ્રકાર છે. આરભડા વગેરે છ પ્રતિલેખનાના દોષો છે. [૨૪૭] अयं च वृद्धसम्प्रदायः
उडुमहो एगत्तो, उभओ अंतो अ वेइआपणगं । जाणूणमुवरि हिट्ठा, एगंतर दोण्ह बीअं तु ॥ २४८ ॥
वृत्ति:- 'उड्ढ'वेतिया 'अहो 'वेतिया 'एगत्तो 'वेइया, 'दुह' वेइया 'अंतो 'वेइया, उड्ढवे या 'उवरिं जण्णुयाणं' हत्थे काऊण पडिलेहेइ ? अहोवेइया 'अहो' जण्णुयाणं २ एगओवेइया 'एग 'जण्णुय' मंतरेडं' ३ 'दुहओ' वेइया 'दोऽवि' ४ अंतोवेइया अंतो जण्णुयाणंति ५ ।। २४८ ||
(वेहिना पांथ प्रहारो विषे) वृद्धसंप्रहाय आछे
ઊર્ધ્વવેદિકા, અધોવેદિકા, એકતોવેદિકા, દ્વિધાવેદિકા અને અંતોવેદિકા એમ પાંચ પ્રકારે વેદિકા છે. ઢીંચણો ઉપર હાથ (કોણી) રાખીને પ્રતિલેખના કરવી તે ઊર્ધ્વવેદિકા. ઢીંચણોની નીચે (બે સાથળો વચ્ચે) હાથ રાખવા તે અધોવેદિકા. એક ઢીંચણના આંતરે બે હાથ રાખવા તે એકતોવેદિકા. બે હાથની વચ્ચે બે ઢીંચણ રાખવા તે દ્વિધાવેદિકા. બે ઢીંચણોની વચ્ચે (ખોળામાં) બે ભુજાઓ રાખવી તે અંતોવેદિકા. [૨૪૮]
प्रत्युपेक्षणादोषानेवाह
पसिढिल पलंब लोला, एगामोसा अणेगरूवधुणा ।
कुणइ पमाणि पमायं, संकिअगणणोपगं कुज्जा ॥ २४९ ॥ दारं ।।
वृत्ति:- 'प्रश्लथम् ' - अघनग्रहणात्, 'प्रलम्बम्'- एकान्तग्रहणेन, 'लोलनं ' भूमिकरयोरवज्ञया, 'एकामर्षः ' आकर्षणादौ, 'अनेकरूपधूननं' त्रिसङ्ख्योल्लङ्घनादौ, 'करोति प्रमादमिति योग:, क्वेत्याह-‘प्रमाणे’-प्रस्फोटनादिसम्बन्धिनि, ततः 'शङ्को 'पजायते, तद्विनिवृत्त्यर्थं 'गणनोपगं कुर्यात्'-प्रत्युपेक्षणं गणनां कुर्वन् कुर्यादित्यर्थः, अन्ये तु काक्वा व्याचक्षते - प्रमादतः शङ्काभावे सति गणनोपगं भवति, ततः प्रमादमेव न कुर्यादिति गाथासमुदायार्थः ॥ २४९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org