________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૨૨
પ્રતિલેખનાને આ પ્રમાણે “ઊર્ધ્વ આદિ દ્વારો વડે વિધિની પ્રધાનતાથી કહી, અર્થાત્ પ્રતિલેખનામાં શું શું કરવું જોઈએ ?=પ્રતિલેખના કેવી રીતે કરવી જોઈએ ? એમ કહ્યું. હવે આ જ પ્રતિલેખનાને નિયુક્તિકારપ્રતિષેધની પ્રધાનતાથી (નીચેની ગાથાઓમાં) કહે છે, અર્થાત્ પ્રતિલેખનામાં શું શું ન કરવું જોઈએ?=પ્રતિલેખના કેવી રીતે ન કરવી જોઈએ? એમ કહે છે.
પ્રશ્ન- વિધિ કહેવાથી નિષેધ કહેવાઈ જાય છે, “આમ કરવું” એમ કહેવાથી “તે સિવાય ન કરવું” એમ કહેવાઈ જાય છે. તો વિધિથી પ્રતિલેખના કહ્યા પછી નિષેધથી પ્રતિલેખના કહેવાની જરૂર નથી.
ઉત્તર- ધર્મમાં વિધિ-નિષેધ બને છે, અર્થાત્ ધર્મ માત્ર આમ કરવું જોઈએ ઇત્યાદિ) વિધિ રૂપ નથી, કિંતુ (આમ ન કરવું જોઈએ ઈત્યાદિ) નિષેધ રૂપ પણ છે. ધર્મ વિધિ-નિષેધ ઉભય સ્વરૂપ હોવાથી અહીં વિધિથી પ્રતિલેખના જણાવીને હવે નિષેધથી પ્રતિલેખના જણાવે છે. [૨૪] આરભડા, સંમર્દા, અસ્થાનસ્થાપના, પ્રસ્ફોટના, વિક્ષિપ્તા અને વેદિકા એ છ પ્રકારની પ્રતિલેખના અવિધિક્રિયા છે, અર્થાત્ આ છ પ્રતિલેખનાના દોષો છે. [૪૫] अवयवार्थं त्वाह
वितहकरणंमि तुरिअं, अण्णं अण्णं व गिण्ह आरभडा । दारं ।
अंतो उहोज्ज कोणा, णिसिअण तत्थेव सम्मदा ॥२४६ ॥दारं ॥ वृत्तिः- 'वितथकरणे' वा- प्रस्फोटनाद्यन्यथासेवने वा आरभटा, 'त्वरितं' वा- द्रुतं वा सर्वमारभमाणस्य, 'अन्यद'र्द्धप्रत्युपेक्षितमेव मुक्त्वा कल्पं 'अन्यद्वा गृह्णतः आरभडेति', वाशब्दो विकल्पार्थत्वात् सर्वत्राभिसम्बध्यते आरभडाशब्दश्च, सम्मस्वरूपमाह-'अन्तस्तु भवेयुः कोणाः' वस्त्रस्य, तुर्विशेषणार्थः, किं विशिनष्टि ?, तानन्विषतो वस्त्रं संमईयतः सम्म, 'निषदनं तत्रैव' વ-પ્રયુક્ષિતષ્ટિવાયાં “સખËતિ' પથાર્થ: II રદ્દ |
આરભડા વગેરે પ્રત્યેક દોષનો અર્થ કહે છે–
વિતથ કરવું, અર્થાત્ પ્રસ્ફોટન વગેરે જે રીતે કરવું જોઈએ તેનાથી બીજી રીતે કરવું તે આરભડા. અથવા આરભડા એટલે બધું ઉતાવળે ઉતાવળે કરવું, અર્થાત્ એક વસ્ત્ર અધું જ પડિલીધેલું (પૂરું જોયા વિના જ) મૂકીને બીજું વસ્ત્ર લેવું. હવે સંમર્દી કહે છે- વસ્ત્રના છેડા અંદર હોય=અંદર વળેલા હોય તેને શોધવા માટે વસ્ત્રને ગંદળે, એ રીતે વસ્ત્રનું સંમર્દન કરવું ( મસળવું) તે સંમદ. અથવા પડિલીધેલી ઉપાધિ ઉપર બેસીને પડિલેહણ કરવું તે સંમર્દા. [૨૪૬]
ગુરુ૩૫ મહાપ, (ર) પોલ મુવિ જેવા(વા)
विक्खित्ते तुक्खेवो, वेइअपणगं च छद्दोसा ॥ २४७ ॥ ૧. આ ગાથા ઓઘનિયુક્તિ ઉપર રચાયેલા ભાષ્યની છે, અર્થાત્ આ ગાથા ઓઘનિર્યુક્તિના ભાષ્યકારની છે. ત્યાર પછીની ગાથા કે જેમાં આરભડા વગેરે દોષોનું વર્ણન છે, તે ગાથા નિયુક્તિકારની છે. આથી આ ગાથામાં “નિર્યુક્તિકાર કહે છે એ બરોબર છે. આ ભાષ્યગાથા હવે પછીની નિયુક્તિગાથાની અવતરણિકારૂપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org