SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] | [ ૧૦૫ હોય છે, (અર્થાત્ પ્રથમ વસ્ત્ર હોય છે, પછી પાત્ર હોય,) તથા વસ્ત્રપUTI પàri એ પ્રમાણે (આચારાંગ) સૂત્રમાં જણાવેલ ક્રમ પ્રામાણિક હોવાથી અહીં પ્રથમ વઐષણા કહેવામાં આવશે. વસ્ત્રપ્રતિલેખનાનો ક્રમ આ પ્રમાણે છે. સવારે અને ચોથી પોરિસીમાં પહેલાં મુહપત્તિની પ્રતિલેખના કરીને પછી બાકીનાં વસ્ત્રોની પ્રતિલેખના કરવામાં આવે છે. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે પ્રશ્ન- કયા ક્રમથી વસ્ત્રોની પ્રતિલેખના કરવી. ઉત્તર- પહેલાં મુહપત્તિની પ્રતિલેખના કરવી, પછી કાયા, રજોહરણ અને ચોલપટ્ટાની પ્રતિલેખના કરવી, પછી ક્રમશઃ ગુરુ, ગ્લાન અને શૈક્ષકનાં વસ્ત્રોની પ્રતિલેખના કરે, પછી પોતાના કપડાં, વિટિયો, ઉત્તરપટ્ટો અને સંથારાની પ્રતિલેખના કરે, પછી ગુરુનિયુક્ત વસ્ત્રોની, અર્થાત્ સમુદાય માટે સર્વ સામાન્ય રખાયેલાં વસ્ત્રોની પડિલેહણા કરે.” [૨૩૨] तत्पुनरनेन विधिना वस्त्रं प्रत्युपेक्षितव्यमित्येतदाह उर्दू थिरं अतुरिअं, सव्वं ता वत्थ पुव्वपडिलेहे । तोबीअंपप्फोडे,तइअंचपुणोपमज्जिज्जा॥२३३॥ पडिदारगाहा ॥ वृत्तिः- 'ऊर्ध्वं' वस्त्रोर्ध्वकायोपेिक्षया सम्यक् 'स्थिरं' घनग्रहणेन 'अत्वरितम्'-अद्भुतं वक्ष्यमाणलक्षणेन विधिना 'सर्वं तावद् वस्त्रम्' आरत: परतश्च 'पूर्वं'-प्रथमं 'प्रत्युपेक्षेत'-चक्षुषा निरीक्षेत, ततः'-तदनन्तरं 'द्वितीय'मिदं कुर्यात्, यदुत परिशुद्धं सत् 'प्रस्फोटयेत्' वक्ष्यमाणेन विधिना, 'तृतीयं च पुनरिदं' कुर्यात् यदुत 'प्रमार्जयेत्' वक्ष्यमाणेनैव विधिनेति गाथासमुदायार्थः ॥ २३३ ॥ વસ્ત્રની પ્રતિલેખનાનો વિધિ જણાવે છે(૧) ઊર્ધ્વ- વસ્ત્રોદ્ધ અને કાયોર્ધ્વ એમ બે પ્રકારે ઊર્ધ્વ છે. તેમાં વસ્ત્રોદ્ઘ એટલે વસ્ત્ર જમીનને કે શરીર વગેરેને ન સ્પર્શે તે રીતે અદ્ધર રાખીને, અને કાયોર્ધ્વ એટલે ઉભડક પગે બેસીને, પ્રતિલેખના કરવી. (૨) સ્થિર- વસ્ત્ર પડી ન જાય તેમ મજબુત પકડીને પ્રતિલેખના કરવી. (૩) અત્વરિત- હવે કહેવાશે તે રીતે ધીમે ધીમે પ્રતિલેખના કરવી. (૪) સબૈ તા વલ્થ પુત્ર દે- (પહેલીવાર) સંપૂર્ણ વસ્ત્રની આગળથી અને પાછળથી પ્રતિલેખના કરવી, અર્થાત્ પહેલાં દષ્ટિથી વસ્ત્રને એક બાજાથી સંપૂર્ણ જોઈને તેનું પાસુ ફેરવીને બીજી બાજુથી સંપૂર્ણ જોવું. (૫) તો વી૩ વખોડે- પછી જોવાથી શુદ્ધ થયેલ વસ્ત્રનું બીજી વાર હવે કહેવાશે તે વિધિથી પ્રસ્ફોટન કરવું. (૬) તરું ર પુજે મન- પછી ત્રીજી વાર હવે કહેવાશે તે વિધિથી વસ્ત્રનું પ્રમાર્જન કરવું. આ પ્રમાણે ગાથાનો સામુદાયિક (સંક્ષેપથી) અર્થ છે. [૨૩૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy