SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આનાથી વાદીના બીજા આક્ષેપોનું પણ નિરાકરણ થઈ ગયું જાણવું એમ કહે છે હમણાં ઉપર જે કહ્યું એનાથી શિષ્યોને અનશન વગેરે તપથી દુઃખી કરતા ગુરુને પણ દોષ કેમ ન લાગે ? શિષ્યોને સ્વજનાદિનો વિયોગ કરાવવાથી ગુરુને દોષ કેમ ન લાગે ? આ અને આવા બીજા પણ વાદીના કુતર્કોનું નિરાકરણ કર્યું જાણવું. [૨૬]. कथमित्याह परमत्थओ न दुक्खं, भावंमिऽवि तं सुहस्स हेउंत्ति । जह कुसलविज्जकिरिआ, एवं एअंपि नायव्वं ॥ २२७ ॥ ‘તિ વાર ગયું ' वृत्तिः- 'परमार्थतो न दुःखं' तप इत्युक्तं, भावेऽपि' दुःखस्य 'तत्'-तथा दुःखं 'सुखस्य हेतुरिति', निर्वृतिसाधकत्वेन, अत्र दृष्टान्तमाह-'यथा कुशलवैद्यक्रिया' दुःखदाऽप्यातुरस्य न वैद्यदोषाय, ‘एवमेतदपि'-सांसारिकदुःखमोचकं तपोऽनुष्ठानं 'ज्ञातव्यमिति' गाथार्थः ।। २२७ ।। કેવી રીતે નિરાકરણ કર્યું તે જણાવે છે– પરમાર્થથી તપ દુઃખ નથી. તપમાં (બાહ્ય) દુઃખ થતું હોવા છતાં તે દુઃખ મોક્ષસાધક હોવાથી સુખનું કારણ છે. જેમ કુશલ વૈદ્યની રોગપ્રતીકારની) ક્રિયા રોગીને દુઃખ આપતી હોવા છતાં તેમાં વૈદ્યનો દોષ નથી, તેમ સાંસારિક દુઃખથી છોડાવનાર તમરૂપ અનુષ્ઠાન પણ તેવું જાણવું, અર્થાત શિષ્યને તપથી દુઃખ થાય તો પણ તેમાં ગુરુને દોષ ન લાગે. (ટીકામાં રહેલા ‘તથા' શબ્દનો અર્થ આ પ્રમાણે છે. તથા એટલે તે રીતે. તે રીતે એટલે સમાધિથી સહન કરાય તે રીતે, અસમાધિથી સહન કરાય તો સુખનું કારણ ન બને.) [૨૨૭]. 'कथं वे'ति व्याख्यातं, मूलद्वारगाथायां च प्रथमं द्वारम्, अत एवाह पव्वज्जाएँ विहाणं, एमेअं वण्णिअं समासेणं । एत्तो पइदिणकिरियं, साहूणं चेव वोच्छामि ॥ २२८ ॥ वृत्तिः- 'प्रव्रज्याया विधानमिति'-विधिविधानम् ‘एवं एतद्' उक्तन्यायाच्च 'वर्णितं समासेन'-सक्षेपेण । द्वितीयद्वारसम्बन्धायाह-'अत'-ऊर्ध्वं प्रतिदिनक्रियां'-प्रत्युपेक्षणादिरूपां ‘સાધૂનામેવ' સર્વાબ્ધિની “વફ્ટ' રૂતિ યથાર્થ: ૨૨૮ // प्रव्रज्याविधानद्वारं समाप्तम् ॥ કર્થ વા એ દ્વારનું વ્યાખ્યાન કર્યું. મૂલ દ્વારગાથાની અપેક્ષાએ પહેલા દ્વારનું વ્યાખ્યાન કર્યું. આથી જ કહે છે– આ પ્રમાણે ઉક્ત ન્યાયથી આ પ્રવ્રયાવિધાન (દ્વાર)નું સંક્ષેપથી વર્ણન કર્યું. હવે સાધુ સંબંધી પડિલેહણ આદિ પ્રતિદિન (=દરરોજ કરવાની) ક્રિયાને કહીશ. [૨૮]. પહેલું પ્રવ્રજ્યાવિધાન દ્વારા પૂર્ણ થયું. ૧. ચોથી ગાથામાં “પ્રવજ્યાવિધાનતારમાં ક્રમશઃ સા વગેરે પાંચ પેટાધારોનો સંક્ષેપથી સ્પષ્ટ અર્થ કહેવામાં આવશે” એમ જે નિર્દેશ કર્યો છે એ ન્યાયથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy