SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૨૦૨ મૃત્યુભયથી શોકાતુર બનેલા તેને રાણીઓએ જોયો. કરુણાદ્રિ રાણીઓએ રાજાને વિનંતી કરી છે મહારાજ ! આવી અવસ્થા પામેલા આ ચોર ઉપર અમે કંઈક ઉપકાર કરીએ. રાજાએ રાણીઓને તેમ કરવાની રજા આપી. આથી એક રાણીએ ચોરને રાજપુરુષો પાસેથી છોડાવીને પોતાના નિવાસમાં તેડાવ્યો. પછી સુખ આપવાની ઈચ્છાથી તેને ચંપકતેલ આદિથી અત્યંગ કરીને નવડાવ્યો. પછી વિલેપન કરીને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં. દસ હજાર રૂપિયા ખર્ચીને આ રીતે તેનો સત્કાર કર્યો. બીજી રાણીએ તેને આભૂષણોથી શણગારીને અઢાર જાતના પકવાન્ન ખવડાવ્યા. વીસ હજાર રૂપિયા ખર્ચાને આ રીતે તેની ભક્તિ કરી. ત્રીજી રાણીએ રાજાને કહ્યું : મહારાજ ! મારી પાસે વૈભવ નથી, જેથી હું તેની ભક્તિ કરું. અર્થાત્ વૈભવ વિના ભક્તિ કેવી રીતે કરું? રાજાએ કહ્યું: વૈભવવાળો હું બેઠો હોઉં તો તારી પાસે શું નથી? અર્થાત્ બધું જ છે. તારી જે ઈચ્છા હોય તે તેને આપ. રાણીએ કહ્યું: જો એમ હોય તો હું એને અભયદાન આપું છું. આ જાણીને બીજી રાણીઓએ કહ્યું અભયદાન આપનારી રાણી અણસમજા છે. ત્રીજી રાણીએ તેમને કહ્યું: મેં જે આપ્યું છે તે તમે નથી આપ્યું. તમારે ખાતરી કરવી હોય તો ચોરને જ તમે પૂછી જુઓ. બીજી રાણીઓએ ચોરને પૂછ્યું: અમારા ત્રણમાંથી કોણે તેને સારું (=અધિક) આપ્યું તે કહે. ચોરે કહ્યું: બે રાણીઓએ મને શું આપ્યું તેની જ મને ખબર નથી. કારણ કે હું તે વખતે ભાનમાં જ ન હતો. ત્રીજી રાણીએ મને અભયદાન આપ્યું એથી મારામાં ચેતના આવી. આથી અભયદાન એ જ શ્રેષ્ઠ પરોપકાર છે. [૨૨૩-૨૨૪] गृहिणस्त्वेतदविकलं न भवतीत्याह गिहिणो पुण संपज्जइ, भोअणमित्तंपि निअमओ चेव । छज्जीवकायघाएण ता तओ कह णु लट्ठोत्ति ? ॥२२५ ।। वृत्तिः- 'गृहिणः पुनः सम्पद्यते भोजनमात्रमपि', आस्तां तावदन्यद् भोगादि, 'नियमत વ', નેત્યા-પીવાય તેન', યતદૈવં “તતઃ'- તત્ મણી'-Jહાશ્રમ: ‘અર્થ નુ નષ્ટ ?, નૈવ શોમન રૂતિ થાર્થ: II રરપ II ગૃહસ્થો સંપૂર્ણ અભયદાન ન કરી શકે, એ જણાવે છે– ગૃહસ્થોને તો માત્ર ભોજન પણ અવશ્ય છ જીવનિકાયના ઘાતથી તૈયાર થાય છે, તો પછી બીજા ભોગો માટે તો શું કહેવું? આથી ગૃહવાસ કેવી રીતે સારો ગણાય? ન જ ગણાય. [૨૫] अनेन वादस्थानान्तरमपि परिहतं द्रष्टव्यमित्येतदाह गुरुणोऽवि कह न दोसो, तवाइदुक्खं तहा करितस्स । सीसाणमेवमाइवि, पडिसिद्धं चेव एएणं ॥ २२६ ॥ वृत्तिः- 'गुरोरपि'-प्रव्रजकस्य 'कथं न दोषः तपआदिना दुःखं तथा'-तेन प्रकारेणानशनादिना 'कुर्वतः ?, केषामित्याह-'शिष्याणाम्, एवमाद्यपि' कुचोद्यम्, आदिशब्दात् स्वजनवियोगादिपरिग्रहः, 'प्रतिषिद्धमेव एतेन'-अनन्तरोदितेन ग्रन्थेनेति गाथार्थः ॥ २२६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy