SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [૨૨ दुःखसङ्कटे 'मायया केचित् प्राणिन' ऋजव'स्तेषां'-सत्त्वाना ईदृशं भवति'-ईदृक्फलदायि पापं भवतीति गाथार्थः ॥ २१९ ।। तथा च चइऊण घरावासं, तस्स फलं चेव मोहपरतंता । ण गिही ण य पव्वइआ, संसारपयड्डगा भणिआ॥२२०॥ वृत्ति:- 'त्यक्त्वा गृहवासं' दीक्षाभ्युपगमेन, 'तस्य फलं चैव'-गृहवासत्यागस्य फलं प्रव्रज्या तां च त्यक्त्वा, विरुद्धासेवनेन, मोहपरतन्त्राः' सन्तो 'न गृहिणः' प्रकटवृत्त्या तस्य त्यागात् 'न च प्रव्रजिता' विहितानुष्ठानाकरणात्, त एवंभूताः 'संसारपयड्डग 'त्ति संसाराकर्षकाः दीर्घसंसारिण इत्यर्थः, 'भणिता'स्तीर्थकरगणधरैरिति गाथार्थः ॥ २२० ।। આવી સ્થિતિ કયા કર્મનું ફળ છે એ કહે છે– સુખની લાલચથી દીક્ષા લેવી, દીક્ષાનું અવિધિથી પાલન કરવું, અર્થાત્ પ્રતિક્રમણાદિ ક્રિયાઓ બરોબર ન કરવી, ગોચરીના દોષો તરફ લક્ષ ન આપવું, મનગમતાં આહાર-પાણી અને વસ્ત્રો વગેરે લેવું, શરીરને જરાય કષ્ટ ન આપવું અને એશ-આરામ કરવો, વગેરે રીતે થોડું સુખ ભોગવે અને પોતે સાધુ ન હોવા છતાં સુસાધુ હોવાનો દંભ કરીને ભોળા લોકોને પોતાના ભક્ત બનાવે, ભોળા લોકોને ધર્મના બહાને અધર્મ કરાવે, આ રીતે સરળ-ભોળા લોકોને દુઃખમાં પાડે, આમ થોડું સુખ ભોગવીને ( થોડું સુખ ભોગવવા) સરળ-ભોળા કેટલાક જીવોને દુઃખમાં પાડનારને આવું (૨૧૮મી ગાથામાં જણાવ્યું તેવું) ફલ આપે તેવા પાપકર્મનો બંધ થાય. [૧૯] જે જીવો ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષા લીધા પછી મહાધીન બનીને દીક્ષાથી વિરુદ્ધ વર્તન કરવાથી ગૃહવાસત્યાગના ફલને એટલે કે દીક્ષાને (ભાવથી) છોડી દે છે, (બાહ્યથી સાધુવેશ રાખેલ હોવાથી દ્રવ્યથી નથી છોડતા, પણ ભાવથી છોડી દે છે,) તેઓ નથી તો ગૃહસ્થ અને નથી તો સાધુ. બાહ્યથી ગૃહવાસનો ત્યાગ કર્યો હોવાથી ગૃહસ્થ નથી. શાસ્ત્રોક્ત અનુષ્ઠાનો ન કરવાથી સાધુ નથી. તીર્થકરોએ અને ગણધરોએ આવા જીવોને પોતાનો સંસાર વધારનારા અર્થાત્ દીર્ધસંસારી કહ્યા છે. [૨૨]. उपसंहरन्नाह एएणं चिअ सेसं, जं भणिअं तंपि सव्वमक्खित्तं । सुहझाणाइअभावा, अगारवासंमि विण्णेअं ॥ २२१ ॥ वृत्तिः- “एतेनैव' अनन्तरोदितेन 'शेषमपि' 'शुभध्यानाद्धर्म' इत्यादि 'यद् भणितं तदपि सर्वमाक्षिप्तम्'-आगृहीतं विज्ञेयमिति' योगः, कुत इत्याह-'शुभध्यानाद्यभावात् अगारवास' इति, न ह्यगारवासे उक्तवत् 'कदा सिद्धयति दुर्ग'मित्यादिना शुभध्यानादिसम्भव इति गाथार्थः ॥ २२१ ॥ હવે ઉપસંહાર કરે છેહમણાં ઉપર જે કહ્યું એનાથી જ વાદીના બાકીના આક્ષેપોનું પણ અર્થાત્ વાદીએ પૂર્વે (ગાથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy