SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૬૫ वृत्तिः- 'अवकाशो'ऽपि तत्त्वतः आत्मैवजोवा सोवत्ति' यो वा स वा ज्ञाततत्त्वाना'देवकुलादिः, 'स्वकारितस्तु ममायमिति' जीवस्वाभाव्यात् 'दुःखस्योपादानमिति' गाथार्थः ॥ २०९ ॥ આનાથી વાદીએ પૂર્વે (ગાથા ૧૮૧માં) “દીક્ષા લેનારાઓનો ઘરવાસ પાપોદયથી વિના ભોગવે જતો રહે છે” એમ જે કહ્યું હતું તેનું નિરાકરણ કર્યું. કારણ કે ગૃહવાસ પરમાર્થથી નિરર્થક છે. હવે વાદીએ પૂર્વે (ગાથા ૧૮૨માં) “ઘરવાસ છોડવાથી આશ્રય વિનાના” વગેરે જે કહ્યું હતું તેનું નિરાકરણ કરે છે– ગૃહવાસનો દ્રવ્યથી અને ભાવથી ત્યાગ કરીને સંયમી બનેલાઓ સંયમના પાલન માટે આગમાનુસાર દેવમંદિરમાં નિવાસ વગેરે જે જે પ્રવૃત્તિ કરે છે તે બધી પ્રવૃત્તિ જિનસંમત છે અને જિનસંમતનું પાલન સુખ માટે જ થાય. [૨૮] વળી તત્ત્વજ્ઞાનીઓ માટે આશ્રય પણ દેવમંદિર વગેરે જે કંઈ હોય તે આત્મા જ છે, અર્થાત્ તત્ત્વજ્ઞાનીઓ દેવમંદિર વગેરેમાં રહેવાથી બાહ્યદષ્ટિએ દેવમંદિર વગેરે આશ્રય હોવા છતાં આત્મામાં જ રમણતા કરતા હોવાથી પરમાર્થથી તો આત્મામાં જ રહે છે, એથી આત્મા જ તેમનો આશ્રય છે. સાધુઓ બીજાઓએ પોતાના માટે બનાવેલા આશ્રમમાં રહે છે, પણ જાતે આશ્રય બનાવતા નથી. જો જાતે આશ્રય બનાવે તો જીવના તેવા સ્વભાવથી “આ આશ્રય મારો છે એમ મમત્વભાવ થતાં દુઃખનું કારણ બને. (આનાથી સાધુઓ તત્ત્વથી આશ્રયરહિત નથી એ જણાવ્યું.) [૨૦] तवसो अ पिवासाई, संतोऽवि न दुक्खरूवगा णेआ । जं ते खयस्स हेऊ, निट्ठिा कम्मवाहिस्स ॥ २१० ॥ वृत्तिः- 'तपसश्च पिपासादयः सन्तोऽपि' भिक्षाटनादौ 'न दुःखरूपा ज्ञेयाः', किमित्यत्राह-'यद्'-यस्मात् 'ते'-पिपासादयः क्षयस्य हेतवो निर्दिष्टा' भगवद्भिः कर्मव्याधे'रिति પથાર્થ: || ૨૨૦ || તપસ્વીઓને ભિક્ષાભ્રમણ વગેરેમાં તૃષા વગેરે કષ્ટો થતાં હોવા છતાં પરમાર્થથી તે દુઃખ રૂપ નથી, કારણ કે તે કષ્ટો તેઓને કર્મવ્યાધિના વિનાશનું કારણ છે, એમ જિનેશ્વરોએ કહ્યું છે. [૨૧]. તથાઠુિં वाहिस्स य खयहेऊ, सेविज्जंता कुणंति धिइमेव । कडुगाईवि जणस्सा, ईसिं दंसिंतगाऽऽरोग्गं ॥ २११ ॥ वृत्तिः- 'व्याधेरपि'-कुष्ठादेः 'क्षयहेतवः सेव्यमानाः कुर्वन्ति धृतिमेव कटुकादयोऽपि जनस्य ईषद् दर्शयन्त आरोग्यम्', अनुभवसिद्धमेतदिति गाथार्थः ॥ २११ ॥ આ વિષયને દાંતથી જણાવે છે– કોઢ વગેરે રોગનો નાશ કરવા સેવન કરાતાં જે ઔષધો કંઈક આરોગ્ય દેખાડે છે તે ઔષધો કડવા (વગેરે) હોય તો પણ ધૃતિ=સુખ જ આપે છે. આ અનુભવસિદ્ધ છે. [૧૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy