SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હવે મૂળ વિષયની સાથે આની ઘટના કરે છે— સુપ્રશસ્ત લેશ્યા સુખીને જ થાય છે, દુ:ખીને નહિ, એમ વિદ્વાનોને નિશ્ચિત છે, તો આ પ્રમાણે સુખનાજ કારણભૂત ગૃહવાસત્યાગને વિદ્વાન માણસ પાપ કેવી રીતે કહે ? ન કહે. આથી “દીક્ષા લેનારાઓ પાપના ઉદયથી ગૃહવાસને છોડે છે” એમ જે કહ્યું તે અસંગત છે. [૨૦૨] तम्हा निरभिस्संगा, धम्मज्झाणंमि मुणिअतत्ताणं । तह कम्मक्खयहेडं, विअणा पुन्नाउ निद्दिट्ठा ॥ २०३ ॥ ૧૨ ] वृत्ति:- 'तस्मान्निरभिवष्वङ्गा'- सर्वत्राशंसाविप्रमुक्ता 'धर्म्मध्याने' तथा आह्लाद स ‘જ્ઞાતતત્ત્વાનાં’-મોહહિતાનાં ‘તથા’-તેન પ્રજારેળાન્યાનુપાવાનલક્ષળેન ‘વર્મક્ષયહેતુ: વેવના’तथाविधात्मपरिणामरूपानपायिनी 'पुण्यान्निर्दिष्टा', तत्त्वतः पुण्यफलमेवंविधेति गाथार्थः ॥ २०३ ॥ न य एसा संजायइ, अगारवासंमि अपरिचत्तंमि । नाभिस्संगेण विणा, जम्हा परिपालणं तस्स ॥ २०४ ॥ વૃત્તિ:- ‘ન ચૈષા'-વેવના ઉત્તલક્ષળા ‘સન્નાયતે અરવાસે'-ગૃહવાલે‘પરિત્ય’ भावत:, किमिति ? 'नाभिष्वङ्गेण विना यस्मात् प्रतिपालनं तस्य' - अगारवासस्य, न च तस्मिन् તીય મવતીતિ, વિરોધાવિતિ ગાથાર્થ: || ૨૦૪ || માટે મોહરહિત સાધુઓને સર્વત્ર (બધી વસ્તુઓમાં) આશંસાથી રહિત અને આહ્લાદક ધર્મધ્યાન થવાથી તે પ્રકારે કર્મક્ષયનું કારણ એવી વેદના પરમાર્થથી પુણ્યોદયથી થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. વિવેચન- ગૃહસ્થોને વેદના સહન કરવામાં ધનાદિની આશંસા હોય છે. જ્યારે સાધુઓને વેદના સહન કરવામાં કોઈ આશંસા હોતી નથી. માટે અહીં તેઓની વેદનાને સર્વત્ર આશંસાથી રહિત કહી છે. વેદના તે પ્રકારે કર્મક્ષયનું કારણ છે. અહીં તે પ્રકારે એટલે નવાં (અશુભ) કર્મો ન બંધાય તે રીતે કર્મક્ષયનું કારણ છે. આનાથી એ સૂચિત કર્યું છે કે સાધુઓ સમતાથી વેદના સહન કરે છે, જેથી નવાં (અશુભ) કર્મો બંધાતાં નથી. ટીકામાં વેદનાનું તાવિધાત્મપરિખામરૂપાનાયિની એવું વિશેષણ છે. એનો અર્થ એ છે કે વેદના આત્માના વિશુદ્ધ પરિણામોનો નાશ કરતી નથી. વેદનામાં આત્માના વિશુદ્ધ પરિણામોનો નાશ ન થાય, નવાં (અશુભ) કર્મો ન બંધાય, પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાયઆ બધું તો જ બને કે જો આત્મા શુભધ્યાનમાં રહે. માટે અહીં ‘આહ્લાદક ધર્મધ્યાન થવાથી' એમ કહ્યું. ટીકામાં તથા આતા એમ ‘તથા’ શબ્દનો પ્રયોગ છે. તથા એટલે તે રીતે, તે રીતે એટલે પરિણામે પણ દુ:ખદાયી ન બને તે રીતે. વિષયોનો ઉપભોગ પણ આહ્લાદક છે. પણ તે ઉપભોગ પરિણામે દુઃખાવહ છે. જ્યારે ધર્મધ્યાન પરિણામે પણ સુખાવહ છે. સાર- મોહરહિત સાધુઓ કોઈ જાતની દુન્યવી આશંસા વિના વેદના સહન કરે છે. વેદનામાં તેમને અસમાધિ ન થાય, તેથી નવાં કર્મો ન બંધાય, અને પૂર્વ બદ્ધ કર્મોનો ક્ષય થાય. તથા વેદનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy