SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ - - - ८८ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते દાન, ધ્યાન વગેરે ધાર્મિક અનુષ્ઠાનો કરી શકાય તે પુણ્યાનુબંધી પુણ્ય છે. કારણ કે એ પુણ્યથી ભવાંતરમાં પણ કુશળ થાય છે. [૧૯૩] રાગની મંદતાનો અભ્યાસ થતાં પુણ્યાનુબંધી પુણ્ય સંસારરૂપ વૃક્ષના બીજરૂપ વિષયો પ્રત્યે વૈરાગ્યનું કારણ બને છે, અને ધર્મધ્યાનનું નિમિત્ત બને છે. મહાપુણ્યશાળી મહાપુરુષોમાં આ પ્રમાણે જોવામાં આવે છે. [૧૯૪] एतच्च विषयविरागादि महत्सुखमित्याह जं विसयविरत्ताणं, सुक्खं सज्झाणभाविअमईणं । तं मुणइ मुणिवरो च्चिअ, अणुहवओ न उण अन्नोऽवि ॥१९५ ॥ वृत्तिः- 'यद्विषयविरक्तानाम्'-असदिच्छारहितानां 'सौख्यं सद्ध्यानभावितमतीनां' च-धर्मध्यानादि-भावितचित्तानां 'तत् मनुते'-जानाति 'मुनिवर एव'-साधुरेव 'अनुभवतः'अनुभवनेन, 'न पुनरन्योऽपि' असाधुः, तथाऽनुभवाभावादिति गाथार्थः ॥ १९५ ।। આ વિષયવિરાગ વગેરે મહાસુખ છે એમ કહે છે વિષયોથી વિરક્ત અને શુભધ્યાનાદિથી ભાવિત ચિત્તવાળા જીવોને જે સુખ થાય છે તેને અનુભવથી સાધુ જ જાણી શકે છે, સાધુ સિવાય અન્ય નહિ, કારણ કે સાધુ સિવાય અન્યને તેવા सुमनो अनुभव यतो नथी. [१८५] एतदेव समर्थयति कंखिज्जइ जो अत्थो, संपत्तीए न तं सुहं तस्स । इच्छाविणिवित्तीए, जं खलु बुद्धप्पवाओऽअं ॥ १९६ ।। वृत्तिः- 'काक्ष्यते'-अभिलष्यते 'योऽर्थः'-स्त्र्यादिः 'सम्पत्त्या'-सम्प्राप्त्या 'न तत्सुखं तस्य'-अर्थस्य ‘इच्छाविनिवृत्त्या'ऽत्र 'यत्खलु' सुखं 'बुद्धप्रवादोऽयम्'आप्तप्रवादोऽयमिति गाथार्थः ।। १९६ ।। આ જ વિષયનું સમર્થન કરે છે– સ્ત્રી વગેરે જે વસ્તુની ઈચ્છા થાય તે વસ્તુની પ્રાપ્તિથી અર્થાત્ ઈચ્છાપૂર્વકની વસ્તુપ્રાપ્તિથી તેવું સુખ નથી થતું, જેવું સુખ ઈચ્છાની નિવૃત્તિથી થાય છે, એમ આપ્તપુરુષો કહે છે. ભાવાર્થ- ઈચ્છાપૂર્વકની વસ્તુપ્રાપ્તિથી થતા સુખની અપેક્ષાએ ઈચ્છાનિવૃત્તિથી થતું સુખ सत्यंत विशेष छे. [१८६] मुत्तीए वभिचारो, तं णो जं सा जिणेहिं पन्नत्ता । इच्छाविणिवित्तीए, चेव फलं पगरिसं पत्तं ॥ १९७ ॥ वृत्तिः- 'मुक्त्या व्यभिचारः', तत्काङ्क्षणे तत्प्राप्त्यैव सुखभावाद्, एतदाशङ्कयाह-'तत् न, यद्'-यस्माद् 'असौ'-मुक्ति जिनैः प्रज्ञप्ता'-तीर्थकरैरुक्ता ‘इच्छाविनिवृत्तेरेव फलं', न पुनरिच्छापूर्वकमिति, 'प्रकर्षप्राप्तं'-सामायिकसंयतादेरारभ्योत्कर्षेण निष्ठां प्राप्तमिति गाथार्थः ।। १९७ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy