SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते છોડવાથી આશ્રય વિનાના અને સુધા-તૃષાથી પીડિત બનીને ઘેર ઘેર ભટકતા સાધુ પાપોદયવાળા કેમ ન હોય ? અર્થાત્ એને આ બધું પાપોદયથી થાય છે. [૧૮૨) ધર્મધ્યાન આદિ શુભધ્યાનથી ધર્મ થાય છે એમ (જૈન-જૈનેતર) સર્વશાસ્ત્રમાં (નિર્વિવાદ) નિશ્ચિત છે. શુભધ્યાનનો આશ્રય કાયા છે, અર્થાત્ કાયાથી (કાયાની સહાયથી) શુભ ધ્યાન કરી શકાય છે. કાયા અન્ન વગેરેથી ટકે છે. સર્વ ઉપકરણોથી રહિત સાધુની પાસે ઉચિત કાલે જરૂરી અન્ન પણ હોતું નથી, તો પછી ઠંડી વગેરથી શરીરનું રક્ષણ કરવા કામળી વગેરે સાધનો ક્યાંથી હોય ? શરીરરક્ષણની સામગ્રી ન હોવાથી શરીરરક્ષણ ન થાય, શરીરરક્ષણ વિના શરીરના આશ્રયે થતું શુભધ્યાન ક્યાંથી થાય ? આમ અન્નાદિથી રહિત સાધુને શુભધ્યાન ન હોવાથી ધર્મ ન હોય. [૧૮૩] માટે ગૃહસ્થનાં કાર્યોમાં તત્પર, સંતોષી, ગૃહકર્તવ્યોમાં વિવેકી, તત્ત્વવેદી, પરહિત કરવામાં જ પ્રીતિવાળો (=અસ્વાર્થી) અને મધ્યસ્થ (=રાગ-દ્વેષથી રહિત) પુરુષ ધર્મ સાધી શકે છે. [૧૮૪] एष पूर्वपक्षः, अत्रोत्तरमाह किं पावस्स सरूवं ?, किं वा पुनस्स ? संकिलिटुं जं । वेइज्जइ तेणेव य, तं पावं पुण्णमिअरंति ॥ १८५ ॥ वृत्तिः- 'पापात्परित्यजन्ति पुण्योपात्तं गृहाश्रम'मिति परमतम्, आचार्यस्त्वाह-'किं पापस्य स्वरूपं ?, किं वा पुण्यस्येति'-अभिप्रायस्य (? अभिप्रेतस्य) पुण्यपापयोर्यथा सम्यग्लक्षणं तथा कुशलानुबन्धिनः पुण्यात् परित्यजन्ति गृहवासमित्येतच्च वक्ष्यति, परस्तु तयोः स्वरूपमाहસંવિના'-પતિને “યત્' સ્વરૂપો ‘વે' -અનુભૂયતે “નૈવ-સ ત્સંગેનૈવ “તત્પાપં, पुण्यमितरदिति'-यदसक्लिष्टमसङ्क्लेशेनैव च वेद्यते इति गाथार्थः ॥ १८५ ॥ આ પૂર્વ પક્ષ કહ્યો, હવે ઉત્તરપક્ષ કહે છે દીક્ષા લેનારાઓ પુણ્યથી મેળવેલા ગૃહવાસને પાપના ઉદયથી છોડે છે એમ બીજાઓનો મત છે. આના ઉત્તરમાં આચાર્ય મહારાજ “પુણ્ય-પાપના યથાર્થ લક્ષણ પ્રમાણે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી ગ્રહવાસને છોડે છે” એમ આગળ (ગાથા ૨૦૬માં) કહેશે. પણ એ પહેલાં આચાર્ય મહારાજ વાદીને પૂછે છે કે ઈષ્ટ પુણ્ય-પાપનું લક્ષણ શું છે? આના ઉત્તરમાં વાદી કહે છે- જે સ્વરૂપથી સંક્લિષ્ટ હોય અને સંક્લેશથી જ અનુભવાય તે પાપ, અને જે સ્વરૂપથી સંક્લિષ્ટ ન હોય સંક્લેશ વિના જ અનુભવાય તે પુણ્ય. (અર્થાત્ પુણ્ય-પાપ બાહ્ય સુખ-દુઃખના આધારે નથી, કિંતુ ચિત્તસંક્લેશના આધારે છે. બાહ્ય દુઃખ હોય પણ ચિત્તસંક્લેશ ન હોય તો એ પુણ્ય છે, બાહ્ય સુખ હોય, પણ સાથે ચિત્તસંક્લેશ હોય તો એ પાપ છે.) [૧૮૫] एवमनयोः स्वरूप उक्ते सत्याह जइ एवं किं गिहिणो, अत्थोवायाणपालणाईसु । વિના સંક્ષિતિજ્ઞા ?, વિતી તસ્વયંતિ ? ૨૮૬ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy