SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ જ વિષયની વિચારણા કરે છે– પ્રશ્ન- છમસ્થજીવ શિષ્યના પરિણામને જોઈ ન શકે, આથી તે (છબસ્થ) દક્ષા ન આપે, કિંતુ વિશિષ્ટ જ્ઞાની દીક્ષા આપે, એથી ઉક્ત દોષો ન થાય. ઉત્તર- અવધિજ્ઞાન આદિ વિશિષ્ટજ્ઞાન ભાવથી દીક્ષા વિના ન જ થાય. (પહેલાં દીક્ષા પછી વિશિષ્ટજ્ઞાન.) તમે છદ્મસ્થ ગુરુને દીક્ષા આપવાની ના પાડો છો. એથી તો મૂળથીજ દીક્ષાનો અભાવ થાય. (દીક્ષાનો અભાવ થાય એટલે વિશિષ્ટજ્ઞાનનો પણ અભાવ થાય. વિશિષ્ટ જ્ઞાનનો અભાવ થતાં દીક્ષાનો પણ અભાવ થાય.) [૧૭૮] यच्चात्र भरताद्युदाहरणमुक्तं तदङ्गीकृत्याह आहच्चभावकहणं, तंपिहु तप्पुव्वयं जिणा बिंति । तयभावे ण य जुत्तं, तयंपि एसो विही तेणं ॥ १७९ ॥ वृत्तिः- 'कादाचित्कभावकथनं' भरतादीनामतिशयादिरूपं यत् 'तदपि तत्पूर्वकं'जन्मान्तराभ्यस्तप्रव्रज्याविधानपूर्वकं जिना ब्रुवते, तदभावे च'-जन्मान्तराभ्यस्तप्रव्रज्याविधानाभावे 'न च युक्तं तदपि' कादाचित्कभावकथनं, यत एवं मेष विधि:'-अनन्तरोदितः प्रव्रज्यायाः 'ततो' ચાવ્ય ત ગાથાર્થ: | ૨૭૨ / હવે વાદીએ કહેલા ભરતચક્રી આદિના દાંતને આશ્રયીને કહે છે– ભરતચક્રી વગેરેને બાહ્ય ક્રિયા વિના જ કેવલજ્ઞાન વગેરે થયું હતું એમ કહેવું પણ બરોબર નથી. કારણ કે તેમને પૂર્વ જન્મમાં દીક્ષાવિધિનો અભ્યાસ થયેલો હતો એમ જિનેશ્વરોએ કહ્યું છે. ભરતચક્રી વગેરેને થયેલ કેવલજ્ઞાન વગેરે પૂર્વજન્મમાં દીક્ષાવિધિના અભ્યાસ વિના ન ઘટી શકે. આથી અનંતરોક્ત દીક્ષાવિધિ યોગ્ય છે=જરૂરી છે. [૧૭૯] अण्णे अगारवासं, पावाउ परिच्चयंति इइ बिंति । सीओदगाइभोगं, अदिन्नदाणत्ति न करिति ॥ १८० ॥ वृत्तिः- 'अन्ये' वादिन 'इति ब्रुवत' इति सम्बन्धः, किमित्याह-'अगारवासं'-गृहवासं 'पापात् परित्यजन्ति', पापोदयेन तत्परित्यागबुद्धिरुत्पद्यत इति भावः, तथा 'शीतोदकादिभोगम्', आदिशब्दाद् विकृत्यादिपरिग्रहः, अदत्तदाना इति न कुर्वन्ति', पापोदयेनैव तत्परिहारबुद्धिरुत्पद्यत રૂતિ ગાથાર્થઃ || ૧૮૦ || અહીં કોઈ વાદી કહે છે કે દીક્ષા લેનારાઓ ઘરવાસનો ત્યાગ પાપોદયથી કરે છે, અર્થાત તેમને તેવો પાપોદય થવાથી ઘરવાસને છોડવાની બુદ્ધિ થાય છે. તથા ભવાંતરમાં દાન ન કર્યું ૧. લૌકિક વ્યવહારમાં પણ ક્રિયા અને પરિણામનો સંબંધ પ્રત્યક્ષ દેખાય છે. જેમકે લગ્નની ક્રિયા થતાં જ યુવતિ પોતાને હું અમુકની પત્ની છું' એમ માને છે. લગ્ન-સગપણ પહેલાં યુવતિમાં આ ભાવ નથી હોતો. અત્યારસુધી પોતાને સાધારણ માનવી ગણતો કોઈ પુરુષ પ્રધાનપદના સોગંદની વિધિ કર્યા પછી પોતાને ‘હું પ્રધાન છું' એમ માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy