________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
વાદી જ સ્વપક્ષનું સમર્થન કરે છે—
જૈન શાસનમાં (=શાસ્ત્રમાં) સંભળાય છે કે શ્રીભરત ચક્રી વગેરે મહાપુરુષોને ક્રિયા વિના જ વિરતિપરિણામ પ્રગટ્યા હતા. નહિ તો તેઓને કેવલજ્ઞાન કેમ થાય ? કારણકે શાસ્ત્રમાં વિરતિપરિણામ વિના કેવલજ્ઞાન ન થાય, એમ કહ્યું છે. [૧૬૫] બીજી વાત- ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવા છતાં વિરતિપરિણામ થાય જ એવો પણ નિયમ નથી. અંગારમઈકસૂરિ વગેરે અભવ્યો પણ દીક્ષાની આ વિધિ કરે છે. છતાં તેઓને વિરતિપરિણામ થતો નથી. [૧૬૬]
किञ्च तच्चैत्यवन्दनादिविधिना सामायिकारोपणं सति वा विरतिपरिणामे क्रियेतासति वा ? उभयथापि दोषमाह
सइ तंमि इमं विहलं, असइ मुसावायमो गुरुस्सावि । तम्हा न जुत्तमेअं पव्वज्जाए विहाणं तु ॥ १६७ ॥
वृत्ति:- 'सति तस्मिन् ' - विरितपरिणामे 'इदं' - चैत्यवन्दनादिविधिना सामायिकारोपणं 'विफलं ', भावत एव तस्य विद्यमानत्वादन्ययताविव, 'असति' - अविद्यमाने विरतिपरिणामे साायिकारोपणं कुर्वतः 'मृषावाद' एव 'गुरोरपि', असदध्यारोपणाद्, अपिशब्दाच्छिष्यस्यापि, अयताविव अप्रतिपत्ते:, यस्मादेवं 'तस्मान्न युक्तमेतत्' - चैत्यवन्दनादिविधिना सामायिकारोपणरूपं ‘પ્રવ્રન્યાયા વિધાનમ્', ડ્વમુમયથાપિ રોપવર્ગનાવિતિ ગાથાર્થ: ॥ ૨૬૭ ||
વળી- અમે પૂછીએ છીએ કે ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકનું આરોપણ કરવામાં આવે છે તે વિરતિના પરિણામપૂર્વક કરવામાં આવે છે કે વિરતિપરિણામ થયા વિના કરવામાં આવે છે ? બંને રીતે દોષ છે, એ અહીં કહે છે
[ ૭૭
વિરતિપરિણામ થયો હોય તો ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકનું આરોપણ કરવું નિરર્થક છે. કારણ કે જે ફલ માટે ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકનું આરોપણ કરવાનું છે તે વિરતિપરિણામ રૂપ ફલ તે સાધુમાં અન્ય સાધુની જેમ રહેલું છે. હવે જો વિરતિપરિણામ થયા વિના સામાયિકનું આરોપણ કરવામાં આવે તો ખોટું આરોપણ કરવાના કારણે ગુરુ-શિષ્ય બંનેને મૃષાવાદ જ થાય. દીક્ષા ન લેનાર અસાધુમાં (=ગૃહસ્થમાં) સામાયિકનું આરોપણ કરવાથી જેમ મૃષાવાદ થાય તેમ અહીં પણ મૃષાવાદ થાય. માટે ચૈત્યવંદનાદિ વિધિથી સામાયિકનું આરોપણ રૂપ દીક્ષાવિધિ અયુક્ત છે. કારણકે વિરતિપરિણામ થયો હોય કે ન થયો હોય એ બંને રીતે તેમાં દોષ જોવામાં આવે છે. [૧૬૭]
एष पूर्वपक्ष:, अत्रोत्तरमाह
सच्चं खु जिणाएसो, विरईपरिणामो उ पव्वज्जा । एसो उ तस्सुवाओ, पायं ता कीरड़ इमं तु ॥ १६८ ॥
Jain Education International
वृत्ति:- 'सत्यमेव जिनादेशो' - जिनवचनमित्थंभूतमेव यदुत 'विरतिपरिणाम एव प्रव्रज्या', नात्रान्यथाभाव:, तथाऽप्यधिकृतविधानमवन्ध्यमेवेति एतदेवाह - 'एष पुन:'
For Private & Personal Use Only
www.jainelibrary.org