SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ અને સાદું જીવન, ખાદીનાં સફેદ વસ્ત્રો, સ્વાધ્યાય-ભક્તિમાં તત્પરતા અને સમસ્ત જીવન ધર્મના રંગે રંગીને સંસ્થાની છેલ્લા શ્વાસ સુધી સેવા કરી. તા. ૧૦-૭-૯૨ના રોજ, દેહ પણ, કોબાના અનેક મુમુક્ષુઓની હાજરીમાં, પ્રભુસ્મરણ સહિત પૂજ્યશ્રીના ખોળામાં જ છોડ્યો. શ્રી હરિલાલ મોહનલાલ શાહ : તેઓ મુંબઈ યુનિવર્સિટીના બી.એ.,બી.કોમ. હતા. પ્રથમથી જ ગાંધી વિચારોથી રંગાયેલા અને પૂજય નાનચંદજી મહારાજ અને દમયંતીબાઈ મહાસતીજીની પણ તેમના પર ઘણી અસર હતી. તેઓ કહે છે, “ઈ.સ. ૧૯૭૪માં મને પૂજ્યશ્રીનાં દર્શન ડૉ. સોનેજીરૂપે થયાં. મારું અને મારાં પત્નીનું જીવન તેમના યોગથી સંપૂર્ણ પરિવર્તન પામ્યું. મારા જીવનપ્રવાહમાં તેમનો મુખ્ય ફાળો છે અને ડૉ. સોનેજીને હું ગંગોત્રીરૂપે ગણું છું. હાલ વીસ દિવસ ઉપરાંત કોબામાં જ રહીને સત્સંગ-ભક્તિનો લાભ લઉં છું. અનેક તીર્થયાત્રાઓ પણ તેમની સાથે કરી છે.” તેઓએ પોતાને ઘેર પ્રભુ-ગુરુની સાહેબજીના હાથે પ્રતિષ્ઠા કરાવી અને આજીવન સંસ્થાના મંત્રી તરીકે રહીને ચીવટપૂર્વક ‘દિવ્યધ્વનિ'નું સંપાદન કરીને તેની સભ્યસંખ્યા ૪૫૦માંથી લગભગ ૪000 સુધી પહોંચાડી છે. તેઓનું દેહાવસાન તા. ૨૪-૧૦-૧૯૮૯ના રોજ તેમની સાધનાભૂમિ એવા કોબા આશ્રમમાં તેમના રૂમમાં સાધનાના ખાટલેથી પ્રભુસ્મરણ કરતાં કરતાં ખૂબ જ શાંતિપૂર્વક પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં થયું. તેમનાં ધર્મપત્ની પૂ. કાંતાબહેન હજુ હયાત છે (ઉં.વ. ૯૦). 83 www.anello Pale & Perouse only
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy