SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ સાહિત્યસાધતાતા પૈયા શ્રી ‘આત્માનંદજી' આધ્યાત્મિક રંગે રંગાયા પછી તેમના જીવનનો કાળ ત્રણ વિભાગમાં વહેંચાયો છે : પ્રથમ એમની અંગત સાધના; બીજો સ્વાધ્યાય પ્રવૃત્તિ તથા તેને આનુષંગિક વિવિધ શિબિરો, યાત્રાઓ વગેરે અને ત્રીજો એટલે ચિંતન-મનન-દોહનના પરિણામે નીપજેલું વિસ્તૃત લેખનકાર્ય. તેઓ દિવસના લગભગ ત્રણેક કલાકનો સમય લેખનમાં ગાળે છે. ઈ.સ. ૧૯૭૫-૭૬થી આધ્યાત્મિક સાહિત્યસાધના શરૂ થઈ અને આજ પર્યત ચાલુ છે. એમની વિરલ સરસ્વતી ઉપાસના એમના અધ્યાત્મજીવનનું ઉજ્જવળ પાસું છે. જીવનભર સલ્લાસ્ત્રોનું વાચન કર્યું, એનું મનન કર્યું અને ચિંતન દ્વારા એમાંથી નવનીત મેળવ્યું. અધ્યાત્મની અમૂલ્ય પૂંજી એમને આ શાસ્ત્રો અને સાહિત્ય પાસેથી પ્રાપ્ત થઈ. એમાં સંતોનો સમાગમ, પ્રેરણા અને માર્ગદર્શન અધ્યાત્મના સિંચનજળનું કામ કર્યું. એમને જીવ્યા ત્યાં સુધી કિશોરાવસ્થામાંથી એવી ધૂન ચઢેલી કે “આપણે શાશ્વત અને સર્વોત્કૃષ્ટ એવો નિજાનંદ મેળવવો છે. બીજી બાજુ પ્રેરક એવા મહાપુરુષોનાં ચરિત્રોનું વાચન ચાલુ રહ્યું. ઈ.સ. ૧૯૪૭માં શ્રી મહેન્દ્રનાથ ગુપ્તા લિખિત The Gospel of Shri Ramkrishna પુસ્તકનું વાચન ઘણા મહિનાઓ સુધી ચાલ્યું. તેમાંથી , વિનય, વરાગ્ય, નામસ્મરણ, એકાંત-સાધના આદિના સંસ્કારો માત્ર રેડાયા જ નહિ, પણ દેઢ થયા. ત્યાર પછી જ્ઞાનેશ્વરી ગીતા, દાદુ દયાલ, શ્રીમદ્ ભાગવત (અંગ્રેજીમાં), શ્રી શંકરાચાર્યનું વિવેકચૂડામણિ, શ્રી ગીતાદોહન, ઉપનિષદોનાં અંગ્રેજી ભાષાંતરો, મધ્યકાળનું નરસિંહ-મીરાં-અખો-પ્રીતમ વગેરેના ભક્તિસાહિત્યનું વાચન ચાલ્યું. ઈ.સ. ૧૯૬૮ના ઑક્ટોબરમાં બીમારી દરમિયાન ‘પુનઃજાગૃતિ'ના કાળનો - પ્રારંભ થાય છે. આધ્યાત્મિક સાહિત્યોપાસના ફરી ચાલુ થાય છે અને ૧૯૬૯ ફેબ્રુઆરીમાં ‘આત્મસાક્ષાત્કારનો લાભ થાય છે. જીવનદિશા બદલાય છે. પરંતુ એ પહેલાં ૧૯૫૪માં ‘કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો'ના વાચનનો અભૂતપૂર્વ પ્રભાવ પડ્યો જ હતો. વાંચતાં આનંદતરંગો, હર્ષાશ્રુ, રોમાંચ આદિ અનુભવ તથા તેના મૂળ કર્તા પ્રત્યે અલૌકિક સમર્પણભાવરૂપ ભક્તિ ઊપજી; જે આજેય ૪૫-૪૬ વર્ષ પછી એવી ને એવી તાજી છે. આ પુસ્તકના વાચનથી આત્મા અને બંધ-મોક્ષ સંબંધી સર્વ જિજ્ઞાસાઓનું અતિ ઉત્તમ અને બહુમુખી સમાધાન થયું. ત્યાર પછી ત્રણેક મહિના બાદ, યોગ-સાધન-આશ્રમમાંથી આચાર્ય શ્રીમદ્ પૂજ્યપાદ વિરચિત ‘સમાધિશતકગ્રંથ મળ્યો; જેના પર જૂની અને અર્વાચીન ગુજરાતીમાં શ્રી યશોવિજયજી અને શ્રી બુદ્ધિસાગરસૂરિજીની ટીકા હતી. આ પ્રત, પૂ. શ્રી મનુવર્યજી મહારાજ પાસેથી મળેલી; જે આજે પણ “કોબા આશ્રમ'માં સચવાયેલ છે. ઈ.સ.૧૯૬૯ થી ૧૯૭૩ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ ત્રણેક વખત ફરીથી વાંચતાં, સાધનાના માર્ગમાં અપૂર્વ પ્રયોગલક્ષી માર્ગદર્શન અને પ્રેરણા મળ્યાં. ૧૯૫૬ના ડિસેમ્બરથી મુંબઈ જે. જે. હૉસ્પિટલની નિમણૂક 84 સાહિ"Raaધ૭૬૫નો પંથ સાહિત્ય-સાધનાનો 2: માહિત્ય-સાધનાનો પંથ સાહિત્ય-સાણતાતા
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy